WhatsApp ગ્રૂપમાં જોડાવો!

મહિલા સન્માન બચત પત્ર

મહિલા સન્માન બચત પત્ર

મહિલાઓને મોદી સરકારની મોટી ભેટ સરકારની આ યોજના અંતર્ગત થશે ₹2,00,000 નો સીધો ફાયદો

મહિલા સન્માન બચત પત્રમાં બે વર્ષ માટે બે લાખ રૂપિયા જમા કરી શકો છો અને જરૂર પડે તેને ઉપાડી પણ શકો છો

મહિલાઓને મોદી સરકારની મોટી ભેટ
મહિલા સન્માન બચત પત્રની શરૂઆત
બે લાખ સુધીનો ટેક્સ ફ્રી રોકાણ થશે
2025 સુધી બે લાખ જમા કરે તો 7.5% ના દરે વ્યાજનો લાભ મળશે

કેન્દ્ર સરકારે બજેટમાં કરેલી જાહેરાત મુજબ હવે મહિલાઓ માટેની યોજનાઓ બહાર પાડવામાં આવી છે સરકારે અત્યારે સુધી મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે પરંતુ મહિલા સન્માન બચતપત્ર એક અલગ વસ્તુ છે સરકારે મહિલાઓને સશક્ત બનાવવા માટે દેશભરની સ્ત્રીઓને એક ખાસ ભેટ આપી છે સરકારે જણાવ્યું છે કે હવેથી મહિલાઓને બે લાખનો ફાયદો થશે

આ યોજનામાં જો કોઈ મહિલા અથવા છોકરી 2025 સુધી આ યોજનામાં બે લાખ રૂપિયા જમા કરાવે છે તો તેમને 7.5% ના દરે વ્યાજનો લાભ મળશે ખાસ વાત તો એ છે કે આ બચત પર કોઈ ટેક્સ લાગતો નથી તમે આ સ્કીમમાં બે લાખ રૂપિયા સુધીનો રોકાણ કરી શકો છો મહિલા સન્માન બચત પત્ર નો લાભ માત્ર મહિલાઓ જ લઈ શકે છે

આ લાભ લેવા શું કરવું પડશે?

આ માટે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં જાઓ અને ત્યાં જરૂરી દસ્તાવેજો સબમીટ કરો. આમાં લોકો ઓનલાઈન પણ અડધી કરી શકશે મહિલા સન્માન બચત પત્ર મેળવવા માટે મહિલાના નામ ઉપર આધારકાર્ડ પાનકાર્ડ હોવું જરૂરી છે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે મહિલાને ફોર્મ ભરતી વખતે ઓટીપી આપવા માટે મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી ની પણ જરૂર પડી શકે છે

મહિલા સન્માન બચત પત્રમાં બે વર્ષ માટે બે લાખ રૂપિયા જમા કરી શકો છો અને જરૂર પડ્યા તેને ઉપાડી પણ શકો છો જેમાં તમારે કોઈ ટેક્સ ચૂકવવું પડશે નહીં. આ યોજનામાં વ્યાજ સારું મળે છે જોકે તેમાં રોકાણી મર્યાદા બે લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે એટલે કે જો કોઈ મહિલા તેમાં વધુ પૈસા રોકવા માગતી હોય તો તે કરી શકતી નથી આ સિવાય આ બે વરસની સેવિંગ સ્કીમ હશે તો આ સ્કીમમાં 2025 સુધી જ રોકાણ કરી શકો છો

માહિતી સોર્સ VTVઅહીં ક્લિક કરો
અન્ય સરકારી યોજનાઓ માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!