WhatsApp ગ્રૂપમાં જોડાવો!

PM AWAS YOJNA : પ્રધાનમંત્રી આવાસ યોજના 2024, સંપૂર્ણ માહિતી જુઓ.

PM AWAS YOJNA: કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના . આ આર્ટીકલ માં તમને આ યોજના લગાડતા સંપૂર્ણ માહિતી મળી રહેશે જેમાં યોજનાનો લાભ કોને મળી શકે? આ યોજના અંતર્ગત કેટલી સહાય મળવાપાત્ર છે? યોજના માટે પાત્રતાના ધારાધોરણો કેટલા છે? આવક મર્યાદા કેટલી હોવી જોઈએ? તેમજ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે? વગેરે માહિતી તમને આ આર્ટિકલમાં મળી રહેશે

સરકાર દ્વારા દરેક લોકોને ઘરનું ઘર મળી શકે તે માટે પીએમ આવાસ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે, તાજેતરમાં જ પીએમ આવાસ યોજનાની શહેરી અને ગ્રામીણ યાદી જાહેર કરવામાં આવી છે, જે લોકોએ પીએમ આવાસ યોજના અંતર્ગત અરજીઓ કરેલી હતી તે તમામ લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. પીએમ આવાસ યોજના અંતર્ગત યાદીમાં પોતાનું નામ આવ્યું છે કે નહીં? તે કેવી રીતે જોઈ શકાશે? તે લગત ખૂબ જ ઉપયોગી માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે.

કોને લાભ મળી શકે

આ યોજનામાં વાર્ષિક ત્રણ લાખ હતી ઓછી આવક ધરાવતા લોકો કે જેઓની પાસે કોઈ ઘર નથી તેઓ અરજી કરી શકે છે સરકારની આ યોજનામાં 2.50 લાખ રૂપિયાની સહાયતા કરવામાં આવે છે. જેમાં ત્રણ હપ્તે રૂપિયા આપવામાં આવે છે. પહેલો હપ્તો 50 હજાર રૂપિયા પછી 1.50 લાખ અને અંતમાં 50,000 આપવામાં આવે છે. આ કુલ રૂપિયામાં એક લાખ રાજ્ય સરકાર અને 1.50 લાખ કેન્દ્ર સરકાર આપે છે

પાત્રતા

  • જમીનના માલિક અરજદાર પોતે હોવો જોઈએ
  • અરજદારના કુટુંબના કોઈપણ સભ્ય ભારતભરમાં પાકુ મકાન ધરાવતા ન હોવા જોઈએ
  • કૌટુંબિક વાર્ષિક આવક રૂપિયા ત્રણ લાખથી વધુ ન હોવી જોઈએ
  • અરજદાર પ્રધાનમંત્રી આવાસ યોજના ના અન્ય કોઈપણ ઘટક હેઠળ તેમજ ભારત સરકારને બીજી કોઈ પણ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ

PM AWAS YOJNA URBAN LIST 2024

વિભાગનું નામ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ
આર્ટિકલ નું નામપીએમ આવાસ યોજના અર્બન લિસ્ટ 2023
યોજનાનો ઉદ્દેશ્યગરીબ પરિવારોને પોતાના ઘરનું પાકુ મકાન આપવું
યોજના શરૂ કરનારકેન્દ્ર સરકાર
યોજનાની શરૂઆતજૂન 2015 થી
વેબસાઈટhttps://pmayg.nic.in/

પીએમ આવાસ યોજના શહેરી યાદી જાહેર: કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે, જે વિવિધ રૂપે દરેક લોકોને મદદરૂપ થતી હોય છે. મોટાભાગના દરેક લોકો આવી અનેકવિધ યોજનાઓનો લાભ લેતા થયા છે. જેમાં પીએમ કિસાન યોજના, પ્રધાનમંત્રી જન ધન યોજના, નમો ટેબલેટ યોજના , આયુષ્યમાન ભારત યોજના , સુકન્યા સમૃદ્ધિ યોજના , પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના વગેરે…. પ્રધાનમંત્રી આવાસ યોજના કેન્દ્ર સરકાર દ્વારા 2015 ના જૂન મહિનાથી શરૂ કરવામાં આવી છે, આ યોજના હેઠળ કાચા મકાન ધરાવતા ગરીબ પરિવારોને પોતાના ઘરનું પાકું મકાન આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. આ યોજના ભારતના વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવી હતી અને લોકોને પોતાનું પાકું મકાન મેળવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના ડોક્યુમેન્ટ યાદી

  1. જમીન માલિકીના પુરાવા
  2. લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક નું પ્રમાણપત્ર
  3. અરજદારના કુટુંબના કોઈપણ સભ્ય ભારત ભરમાં પાકો મકાન ધરાવતા ન હોવા અંગેનો 50 ના સ્ટેમ્પ પેપર પર નોટ રાઈઝર સુગંધનામું
  4. આધાર કાર્ડ ની નકલ
  5. મતદાન કાર્ડ ની નકલ
  6. બેંક ખાતાને પાસબુક
  7. રહેઠાણનો લાભાર્થી સાથે નો ફોટો
  8. લાભાર્થીનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  9. સંયુક્ત માલિકીના કિસ્સામાં જમીનના અન્ય માલિકો દ્વારા લાભાર્થી ના લાભ લેવા માટે ન વાંધા બાબતે સંમતિ આપતું રૂપિયા 50 ના સ્ટેમ્પ પર નોટરાઈઝ સંમતિ પત્રક

આને પણ વાંચો: RTE Admission 2023: ક્યારે થશે ફોર્મ ભરાવાના શરૂ જાણો સંપૂર્ણ માહિતી

પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ

મેળવવા અરજી ક્યા કરવી

  • મહાનગરપાલિકા વિસ્તારના રહીશોએ મહાનગરપાલિકાને સ્લમ અપગ્રેડેશન કચેરીનો સંપર્ક કરવો
  • જિલ્લા કો નગરપાલિકા વિસ્તારના રહીશોએ સ્થાનિક નગરપાલિકા કે જિલ્લા પંચાયત કચેરીનો સંપર્ક કરવો
  • પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા રહીશોએ ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક કરવો

પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 સુધીમાં તમારું નામ ચેક કરો આ રીતે

અરજી કરેલ ઉમેદવારોએ પોતાનું નામ પીએમ આવાસ યોજના 2023 ની નવી સૂચિમાં આવ્યું છે કે નહીં તે ચેક કરવા માટે નીચે મુજબના અમુક પગલાં અનુસરવાના રહેશે જે આ મુજબ છે

  • સૌપ્રથમ પીએમ આવાસ યોજના ની ઓફિશિયલ વેબસાઈટ https://pmayg.nic.in/ પર જાઓ
  • ઓફિસિયલ વેબસાઈટના મુખ્ય મેનુ બટન પર ક્લિક કરો
  • અહીં search beneficiary પર ક્લિક કરો
  • ઉમેદવારે અહીં પોતાનો આધાર નંબર દાખલ કરવો પડશે
  • આધાર નંબર દાખલ કર્યા બાદ show ઉપર ક્લિક કરો
  • હવે તમારી સામે પીએમ આવાસ શહેરી યોજના 2023 ની સંપૂર્ણ યાદી ખુલશે
  • આ યાદીમાં તમારે તમારું નામ સર્ચ કરવાનો રહેશે
  • ઉમેદવારને આ લિસ્ટમાં લાભાર્થી નું નામ તેના પિતાનું નામ પ્રોજેક્ટનું નામ પૈસા મળવાની તારીખ વગેરે લગત તમામ માહિતી મળી રહેશે

અગત્યની લીંક

પ્રધાનમંત્રી આવાસ યોજના નું ફોર્મઅહીં ક્લિક કરો
પ્રધાનમંત્રી આવાસ યોજના ની વિગતવાર માહિતીઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટ માટે અહીં ક્લિક કરોઅહીં ક્લિક કરો
યાદીમાં તમારું નામ છે કે નહીં તપાસોઅહીં ક્લિક કરો
HOME PAGE CLICK HERE
💥 નિયમિત અપડેટ મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
પીએમ આવાસ યોજના ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

https://pmayg.nic.in/

Leave a Comment