WhatsApp ગ્રૂપમાં જોડાવો!

iKhedut portal 2023: ખેડૂતો માટે સબસીડી યોજનાઓની ઓનલાઈન અરજી શરૂ

iKhedut portal 2023: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક સબસેડી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, ખેડૂતોને વિવિધ પાક ઉગાડવા અને ખેતી માટે ટ્રેક્ટર, પંપસેટ વગેરે જેવી સાધન સામગ્રી ખરીદવા આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ શરૂ કરવામાં આવેલ છે, હાલ ખેડૂતો માટે બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ માટે સબસીડી આઇ ખેડુત પોર્ટલ 2023 ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.

iKhedut portal 2023

યોજના Ikhedut પોર્ટલ સબસીડી યોજનાઓ
અમલીકરણગુજરાત રાજ્ય સરકાર
વિભાગનું નામખેતીવાડી વિભાગ
અરજી કરવાનો પ્રકારઓનલાઇન
લાભાર્થીઓગુજરાત રાજ્યના ખેડૂતો
અરજી કરવા માટે ઓફિસિયલ પોર્ટલikhedut.gujarat.gov.in

બાગાયત વિભાગ સહાય ઘટકો

આઇ ખેડુત પોર્ટલ પર વર્ષ 2023- 24 માટે બાગાયત વિભાગના વિવિધ ઘટકો માટે ઓનલાઇન અરજીઓ શરૂ કરવામાં આવેલ છે. અહીં નીચેના જેવા ઘટકો માટે ખેડૂતો ઓનલાઇન અરજી કરી શકે છે.

  1. ઘનિષ્ઠફળ પાક વાવેતર
  2. મિશન મધમાખી કાર્યક્રમ
  3. ડ્રેગન ફુટ ખેતી સહાય
  4. ગ્રીન હાઉસ
  5. પ્લગ નર્સરી / ડગા સામે સંરક્ષણ નેટ
  6. પ્રાઇમરી /મોબાઈલ/ મિનિમલ પ્રોસેસિંગ યુનિટ
  7. મહિલા તાલીમાર્થીઓને વતીડા
  8. વધુ ખેતી ખર્ચ સિવાયના ફળ પાક
  9. ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય
  10. આઇબ્રીડ શાકભાજી વાવેતર
  11. છુટ્ટા ફુલ પાક
  12. કેળ (ટીસ્યુ) અને પપૈયા
  13. કાચા / અર્ધપાડા/ પાકા મંડપ
  14. જુના બગીચાઓનું નવીનીકરણ
  15. પ્લાસ્ટિક આવરણ મલચિંગ
  16. ડોમપ્રિહેન્સ્ટિવ હોર્ટિકલચર ડેવલપમેન્ટ
  17. ટ્રેક્ટર 20 PTO HP સુધી
  18. પાવર ટીલર 8 BHP થી વધુ
  19. ટ્રેક્ટર માઉન્ટેન ઓપરેટર પ્રેયર
  20. ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા
  21. નવી ટીશ્યુ કલ્ચર લેબ ની સ્થાપના રાઇટીંગ ચેમ્બર
  22. કોલ્ડ સ્ટોરેજ
  23. કોલ્ડચેઇન ના ટેકનોલોજી ઇન્ડક્શન અને આધુનિકરણ

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી

  • ખેડૂત જમીનની નકલ 7 – 12, 8-અ ની નકલ
  • જંગલ વિસ્તારના રહેવાસી હોય તો ટ્રાયબલ લેન્ડ રેકર્ડ
  • રેશનકાર્ડ ની નકલ
  • અરજદારના આધાર કાર્ડ ની નકલ
  • બેંક ખાતાની પાસબુક
  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • અરજદાર જો વિકલાંગ હોય તો વિકલાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર
  • ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદારીની હોય તો અન્ય ખાતેદારોના સંમતિ પત્રક
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગત

ઓનલાઇન અરજી કરવાની પ્રોસેસ

વર્ષ 2023-24 માટે આઇ ખેડુત પોર્ટલ પર બાગાયત વિભાગની વિવિધ સબસીડી યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરવા પોર્ટલને ખુલ્લુ મુકવામાં આવેલ છે, આ માટે તમારા ગામના ગ્રામ પંચાયતમાં અરજી કરવા માટે VCE નો સંપર્ક કરો. જો તમે જાતે જ અરજી કરવા માંગતા હોવ, તો તમારા મોબાઇલ કે કમ્પ્યુટરમાં નીચે મુજબના સ્ટેપ અનુસરવાથી ઓનલાઈન અરજી કરી શકો છો

  • સૌપ્રથમ આઇ ખેડુત ઓનલાઈન અપ્લાય કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ
  • તેમાં બાગાયત વિભાગની યોજનાઓ માટે વિવિધ ઘટકોનું લિસ્ટ દેખાશે
  • લીસ્ટ પૈકી તમે જે ઘટક માટે ઓનલાઇન અરજી કરવા માગતા હો તેની બધી શરતો ધ્યાનથી વાંચો
  • ત્યારબાદ તેની સામે આપેલ “ઓનલાઈન અરજી કરો” ઓપ્શન પર ક્લિક કરો
  • તેમાં સૌપ્રથમ તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર વગેરે જેવી વિગતો ભરો
  • આગળના ઓપ્શનમાં તમારી ખાતેદાર ખેડૂત તરીકેની વિગતો સબમીટ કરો
  • છેલ્લે તમારી આખી અરજી ધ્યાનપૂર્વક વાંચો અને ફાઇનલ સબમિટ આપો
  • તમારું બેન્ક ખાતું જે બેંકમાં હોય તે બેંકનું નામ લિસ્ટમાં ન મળે તો નજીકની બાગાયતી કચેરી નો સંપર્ક કરવો
  • અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સૂચનાઓની ઉપરની લાઈનમાં મેસેજ વાંચો
  • જે વિગતો આગળ લાલ *(ફુદેળી) છે તે બધી વિગતો ફરજિયાત ભરવાની રહેશે
  • ભરેલ અરજીને પ્રિન્ટ મેળવી લેવી અને
  • જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારા જિલ્લાના બાગાયત વિભાગની ઓફિસે જમા કરાવી દેવાની રહેશે

દરેક ખેડૂત મિત્રો ikhedut સબસીડી યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરવાની રાહ જોતા હોય છે, ત્યારે આ વિવિધ યોજનાઓ માટે 31 મે 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે, જેમાં ખાસ કરીને ટ્રેક્ટર સહાય માટે ખેડૂતો સૌથી વધુ અરજી કરતા હોય છે.

અગત્યની લીંક

ikhedut online Apply લિંકઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
💥 અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment