પરીક્ષા પર ચર્ચા 2024 માટેની નોંધણી શરૂ થઈ ગઈ છે તમને પીએમ મોદી સાથે વાત કરવાની તક મળશે આજે જ રજિસ્ટ્રેશન કરવાની રીત સમજો.
છેલ્લા કેટલાક સમયથી પીએમ મોદી પોતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના માધ્યમથી પરીક્ષાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છે આ સમય દરમિયાન તે વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન નર્વસનેસ ઘટાડવા સહિત અન્ય મહત્વપૂર્ણ મુદ્દા ઉપર ટીપ્સ આપી રહ્યા છે હવે જો તમે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી આ ટ્રિક્સ શીખવા માગતા હોવ તો તમારા માટે આ એક ઉત્તમ તક છે કારણ કે દર વર્ષે આયોજિત પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નું રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે જેમાં તમે રજીસ્ટ્રેશન 12 જાન્યુઆરી 2024 સુધી કરાવી શકો છો અને રજીસ્ટ્રેશન કરી ડાયરેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તમે તમારા ડાઉટસ ક્લિયર કરી શકો છો અને તેમની સાથે સીધી વાતચીત કરી શકો છો તો આ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની વિગતવાર માહિતી સમજો અને આજે જ રજીસ્ટ્રેશન કરો.
innovateindia.mygov.in પર ઓનલાઈન અરજી કરી શકો છો.
પરીક્ષા પે ચર્ચા 2024 ની સાતમી આવૃતિ માટે 12 જાન્યુઆરી 2024 સુધી શિક્ષણ મંત્રાલય દ્વારા અરજીઓ મંગાવવામાં આવી રહી છે હવે જો તમે પણ આ ઇવેન્ટ નો ભાગ બનવા ઇચ્છતા હોવ તો તમારે સત્તાવાર વેબસાઈટ https://www.mygov.in/ પર જઈને તમારી નોંધણી કરાવવી પડશે. mygov.in/ppc-2024 ત્યારબાદ પસંદ થયા પછી તમને પીએમ સાથે વાતચીત કરવાની તક મળશે આ અંગે શિક્ષણ મંત્રાલય એ કહ્યું છે કે આ સ્પર્ધા ધોરણ છ થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે છે આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોએ વધુમાં વધુ 500 અક્ષરોમાં તેમનો પત્ર વડાપ્રધાનને મોકલવાનો રહેશે મંત્રાલય એમ પણ કહ્યું છે કે માતા-પિતા અને શિક્ષકો પણ આ ઇવેન્ટમાં ભાગ લઈ શકે છે.
પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે
પરીક્ષા પે ચર્ચા 2024 ની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી શક્ય છે કે તે ટૂંક સમયમાં શિક્ષણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવશે આ એક એવો વાર્ષિક કાર્યક્રમ છે કે જ્યાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ અને શિક્ષક ગણોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવાની સીધી તક મળે છે.
પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમ માટે આ રીતે અરજી કરી શકશો
- સૌપ્રથમ ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ innovateindia.mygov.in પર જવું.
- ત્યારબાદ હોમપેજ પર પરીક્ષા પે ચર્ચા 2024 પર ક્લિક કરો.
- હવે તમારી શ્રેણીના આધારે તમારા Mygov એકાઉન્ટમાં લોગીન કરો.
- લોગીન થયા બાદ તમારી સામે એક અરજી ફોર્મ ખુલશે જેમાં તમારે તમામ માહિતી ભરો અને સબમિટ કરો.
- ભરેલ અરજી ફોર્મની પ્રિન્ટ મેળવો.
અગત્યની લિંક
રજીસ્ટ્રેશન કરવા માટે | અહીં ક્લિક કરો |
પરીક્ષા પે ચર્ચા 2024 શિક્ષકોએ સર્ટીફીકેટ કેવી રીતે ડાઉનલોડ કરવાનું છે જુઓ સ્ટેપ બાય સ્ટેપ વીડિયો | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |