સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં નવી ભરતી જાહેર, ધોરણ 10 પાસ પર મોટી ભરતી, જાણો વિગતવાર માહિતી.
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં કુલ 484 ખાલી પડી રહેલા પટાવાળાની જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ https://ibpsonline.ibps.in/cbiskssnov23/ પરથી 9 જાન્યુઆરી 2024 સુધી પોતાની અરજી કરવાની રહેશે. ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટની ડાયરેક્ટ લિંક અહીં મૂકવામાં આવેલી છે. Central bank of india ની આ ભરતી લગત સંપૂર્ણ માહિતી તમને આ આર્ટીકલ દ્વારા મળી રહેશે જેમાં પોસ્ટની વિગતવાર માહિતી શૈક્ષણિક લાયકાત અરજી કરવાની તારીખ પગાર ધોરણ ઉંમર મર્યાદા તેમજ અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.
ખાલી જગ્યાઓ
Central bank of india ની આ ભરતી ના ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર કુલ 484 ખાલી જગ્યાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
શૈક્ષણિકલ લાયકાત
આ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારે ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલ હોવું જરૂરી છે.
પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
ઉંમર મર્યાદા
અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે આ ભરતીમાં ઉંમર મર્યાદા નિર્ધારિત કરવામાં આવેલી છે જેમાં લઘુતમ ઉંમર મર્યાદા 21 વર્ષ જ્યારે મહત્તમ ઉંમર મર્યાદા 30 વર્ષ નક્કી કરવામાં આવી છે સરકારી નિયામાં અનુસાર મહત્તમ વય મર્યાદામાં અનામત શ્રેણીમાં આવતા ઉમેદવારોને છૂટછાટ મળવાપાત્ર થશે.
અગત્યની તારીખ
આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત ની તારીખ 20 ડિસેમ્બર 2023 છે જ્યારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 9 જાન્યુઆરી 2024 છે.
અરજી કરવાની પ્રોસેસ
- આ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://ibpsonline.ibps.in/cbiskssnov23/ પર જવું.
- ત્યારબાદ ઓનલાઈન અરજી પર ક્લિક કરો.
- અહીં તમારી તમામ વિગત ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
- અરજી ફી ઓનલાઈન માધ્યમથી ચુકવો.
- તમામ માહિતી ભરાઈ ગયા બાદ સબમીટ બટન પર ક્લિક કરો અને તમારી અરજી ની પ્રિન્ટ મેળવો.
અગત્યની લિંક
ઓફિસિયલ જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |