WhatsApp ગ્રૂપમાં જોડાવો!

તમારા નામ પર કેટલા સીમકાર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે? જાણો આ સરકારી વેબસાઈટ પરથી.

તમારા નામ પર કેટલા સીમકાર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે? સીમકાર્ડ એક સંવેદનશીલ પ્રોડક્ટ છે. ઘણા સ્કેમર્સ નકલી દસ્તાવેજો પર સીમકાર્ડ મેળવી રહ્યા છે. આવી સ્થિતિમાં જો કોઈ અન્ય વ્યક્તિ તમારા નામ પર સીમકાર્ડનો ઉપયોગ કરી રહ્યા હોય અને કોઈની સાથે છેતરપિંડી વગેરે કરે તો તમારે જેલ પણ ભોગવવી પડે. તો તમે કેવી રીતે ચેક કરી શકો છો કે તમારા નામે કોઈ સીમકાર્ડ જારી થયું છે કે નહીં. અને તમારા સિવાય અન્ય કોઈ વ્યક્તિ તમારા નામ પર જારી થયેલ સીમકાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે કે નહીં.

સીમકાર્ડ ની જરૂરિયાત કોઈનાથી છુપાયેલી નથી. સીમકાર્ડ વગર કોઈપણ સ્માર્ટફોન કે ફીચર ફોન કામ કરતા નથી. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા TRAI દ્વારા સીમકાર્ડને લઈને એક નિયમ બદલાયો છે. જેમાં સીમ સ્વેપ કર્યા પછી તે સીમ સાત દિવસ સુધી બીજી કંપનીમાં પોર્ટ કરી શકાશે નહીં. શું તમે જાણો છો કે તમારા નામે કેટલા સીમકાર્ડ માર્કેટમાં અસ્તિત્વ ધરાવે છે. તમારા સિવાય અન્ય કોઈ વ્યક્તિ તમારા નામે લીધેલા સીમકાર્ડ નો ઉપયોગ કરી રહ્યા છે કે નહીં જો તે જાણવું હોય તો સરકાર દ્વારા એક વેબસાઈટ જાહેર કરવામાં આવેલી છે. આ વેબસાઈટ પરથી તમે તમારા નામ ઉપર કેટલા સીમકાર્ડ ચારે થયા છે તે ઓનલાઈન ચેક કરી શકો છો.

આ રીતે તપાસો તમારા નામે કેટલા સીમકાર્ડ છે?

  • કેમર્સ અથવા અન્ય કોઈ વ્યક્તિ તમારા નામે સીમ ચલાવી નથી રહ્યા તે તપાસવા માટે તમે સંચાર સાથી પોર્ટલ (tafcop.sancharsaathi.gov.in) નો ઉપયોગ કરી શકો છો.
  • tafcop.sancharsaathi.gov.in ની મુલાકાત લો અથવા sancharsaathi.gov.in પર જાઓ અને નાગરિક કેન્દ્રીય સેવાઓ પર ટેપ કરો.
  • તે પછી “તમારા મોબાઈલ કનેક્શન જાણો” પર ક્લિક કરો
  • તમે મોબાઈલ કનેક્શન વિશે તપાસ કરી શકો છો
  • આ માટે પહેલાં 10 અંક નો મોબાઇલ નંબર દાખલ કરો અને કેપ્ચા ટાઈપ કરો.
  • આ પછી તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, તે ઓટીપી દાખલ કરો
  • આમ કરવાથી વિગતો સ્ક્રીન પર દેખાશે.
  • અહીં તમે જોઈ શકો છો કે તમારા નામે કેટલા સીમકાર્ડ સારી કરવામાં આવ્યા છે.

જો એવો કોઈ નંબર આવે કે જેનો તમે ઉપયોગ કરતા નથી અથવા તમે ઉપયોગ કરતા હતા પણ હવે તેનો ઉપયોગ કરતા નથી. તમે તે નંબરની જાણ કરી શકો છો અથવા તેને બંધ કરી શકો છો.

અગત્યની લિંક

તમારા નામ ઉપર કેટલા સીમકાર્ડ ચાલુ છે ચેક કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ.

ઓફિસિયલ વેબસાઈટ લીંક 1https://tafcop.sancharsaathi.gov.in/telecomUser/
ઓફિસિયલ વેબસાઈટ લીંક 2https://sancharsaathi.gov.in/
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

તમારા નામ ઉપર કેટલા સીમકાર્ડ ચાલુ છે ઓનલાઇન ચેક કરવાની વેબસાઈટ કઈ છે?

tafcop.sancharsaathi.gov.in

Leave a Comment