WhatsApp ગ્રૂપમાં જોડાવો!

તબીબી સહાય યોજના ગુજરાત રાજ્ય, તબીબી સહાય મેળવવા અંગેનું અરજી ફોર્મ ડાઉનલોડ કરો, વૈદકીય સહાય મેળવવા અંગેની અરજીનો નમૂનો

 તબીબી સહાય યોજના ગુજરાત રાજ્ય, તબીબી સહાય મેળવવા અંગેનું અરજી ફોર્મ ડાઉનલોડ કરો, વૈદકીય સહાય મેળવવા અંગેની અરજીનો નમૂનો

તબીબી સહાય યોજના વિશે જરૂરી જાણકારી

હાલ સરકાર શ્રી દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચાલુ કરવામાં આવેલ છે તેમજ કાર્યરત છે કે જે યોજનાઓ સામાન્ય માણસને આર્થિક સહાય પૂરી પાડતી હોય તેવામાં વૃદ્ધ સહાય યોજના વિધવા સહાય યોજના કુટુંબ સહાય યોજના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ સહાય યોજના ભણતર સહાય યોજના વગેરે હાલ સરકાર શ્રી દ્વારા આ ઉપરાંતની અનેક યોજનાઓ અમલમાં છે અને જરૂરિયાત મંદ લોકો આવી દરેક યોજનાઓનો લાભ મેળવતા હોય છે અહીં આવી જ એક આર્થિક સહાય યોજના અંગેની જરૂરી માહિતી પૂરી પાડવામાં આવેલ છે જે યોજનાનું નામ છે વેદકીય સહાય યોજના એટલે કે તબીબી સહાય યોજના

 

યોજનાનો મુખ્ય હેતુ

તબીબી સહાય યોજના નો મુખ્ય હેતુ જે લોકો હાલ તબીબી સારવાર હેઠળ મુકાયેલા હોય કે જેઓને ગંભીર પ્રકારની બીમારી જેમાં ટીબી રક્તપિત કેન્સર આવી મોટી કોઈપણ બીમારીઓ થી જે દર્દીઓ પીળાતા હોય અને તેઓની તબીબી સારવાર હાલ ચાલુ હોય તેવા દરેક દર્દીઓને સરકાર શ્રી દ્વારા તબીબી સહાય યોજના રૂપે નાણાં ચૂકવવામાં આવે છે અને આ યોજના હેઠળ દરેક દર્દીઓને કે જેઓ તબીબી સારવાર હેઠળ હોય તેવાઓને ખાવા ખોરાક માટે પૌષ્ટિક ખોરાક મેળવવા માટે દર મહિને સીધા તેમના બેંક ખાતામાં અમુક ધારા ધોરણો નક્કી કરેલા મુજબ નાણા સીધા ચૂકવવામાં આવે છે.

કેટલી સહાય મળવા પાત્ર છે

તબીબી સહાય યોજના હેઠળ તબીબી સારવાર મેળવતા હાલ ચાલુ હોય તેવા દર્દીઓમાં સરકારશ્રી દ્વારા તેમને સીધા તેમના બેંક ખાતામાં આર્થિક મદદરૂપ થવા માટે નાણા દર મહિને ચૂકવવામાં આવે છે જેમાં અલગ અલગ રોગ માટે નાણાં ચૂકવાઇ છે જેમાં આ મુજબ છે

1.ટીબીના દર્દી ને તબીબી સહાય રકમ

હાલમાં ગુજરાત રાજ્યમાં ચાલુ હોય એટલે કે સીધા સારવાર હેઠળ જેટલા દર્દીઓ મુકાયેલા હોય તેવા તમામ દર્દીઓનું તબીબી સહાય યોજના હેઠળ જરૂરી દસ્તાવેજો પુરા પાડતા ફોર્મ ભરવાનો થાય છે અને તેવા દરેક દર્દીઓને તબીબી સહાય યોજના અંતર્ગત દર મહિને ₹500 સીધા તેમના બેંક ખાતામાં નાણાકીય સહાયરૂપે પૂરા પાડવામાં આવે છે, આ સહાય જ્યાં સુધી ટીબીના દર્દીની સારવાર ચાલુ રહેશે ત્યાં સુધી તેમને મળવાપાત્ર રહેશે અને જ્યારે દર્દી સાજો થઈ જાય અને તેમની ટીબીની સારવાર પૂર્ણ થાય ત્યારબાદ આ રકમ સરકારશ્રી દ્વારા ચૂકવવાની બંધ કરવામાં આવશે

2.લેપ્રસીના દર્દીની તબીબી સહાય રકમ

પહેલાના સમયમાં ખૂબ જ પ્રકારમાં આ ચેપી રોગ તરીકે ઓળખાતો પોસ્ટરોગ કે જે હાલ લેપ્રસી એટલે કે રક્તપિત તરીકે ઓળખાય છે આ રોગની ગંભીરતા ખૂબ જ વધારે છે અને એક વખત લાગુ પડ્યા બાદ લાંબો સમય સુધી તે મટી શકતો નથી અને દર્દીને લાંબો સમય સુધી સારવાર હેઠળ દવા ખાવી પડે છે હાલ આવા દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે પરંતુ અમુક અમુક જગ્યાએ હજી આવા દર્દીઓ જોવા મળે છે અને સીધા સારવાર હેઠળ સરકારશ્રી ના નિયમ અનુસાર તેમને મફત સારવાર આપવામાં આવે છે આવા જે કોઈ દર્દીઓ હોય કે જેમને લેપ્રસી રોગ થયેલ હોય અને તેમની સારવાર ચાલુ હોય તેવા દરેક દર્દીઓને આ યોજના હેઠળ એટલે કે વૈદિકિય સહાય યોજના તબીબી સહાય યોજના નું ફોર્મ ભરીને તેમને દર મહિને 800 રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં આર્થિક સહાયરૂપે પૂરા પાડવામાં આવે છે

3.કેન્સર રોગની તબીબી સહાય રકમ

કેન્સરની બીમારીથી પીડાતા દરેક દર્દીઓને જ્યાં સુધી તેમની કેન્સરની ટ્રીટમેન્ટ ચાલુ હોય ત્યાં સુધી તેમને આ યોજના હેઠળ એટલે કે તબીબી સહાય યોજના અંતર્ગત જેમનું ફોર્મ ભરેલું હોય તેવા તમામ દર્દીઓને તેમના બેંક ખાતામાં સીધા જ દર મહિને 1000 રૂપિયા આર્થિક સહાયરૂપે પૂરા પાડવામાં આવે છે અહીં એ જણાવવાનું થાય છે કે જ્યાં સુધી કેન્સરના દર્દીની દવા ચાલુ રહેશે ત્યાં સુધી તેમને આ નાણા સરકાર શ્રી તરફથી મળવા પાત્ર રહેશે અને જ્યારે દર્દીને ટ્રીટમેન્ટ પૂર્ણ થાય અને દર્દી સાજો થઈ જાય ત્યારબાદ તેમની આ સહાયને બંધ કરવામાં આવશે( સરકારશ્રીના હુકમથી).

તબીબી સહાય યોજના ની માહિતી

ગુજરાત રાજ્યના વતની હોય તેવા કોઈપણ ધર્મના અને કોઈ પણ જ્ઞાતિના દરેક દર્દીઓને કે જેઓને ટીબી લેપ્રસી અને કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતા હોય અને તેમની સારવાર હાલ ચાલુ હોય તેવા તમામ લોકોને આ તબીબી સહાય યોજનાનો લાભ મળવાપાત્ર છે સરકારશ્રીના ધારા ધોરણો મુજબ અમુક ડોક્યુમેન્ટ આ ફોર્મની સાથે જમા કરાવવા જરૂરી છે અને ડોક્યુમેન્ટ જમા કરાવ્યા બાદ ફોર્મ ભરી અને જરૂરી સહી સિક્કા દ્વારા આ ફોર્મને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હેઠળ જમા કરવામાં આવે છે અને ત્યાંથી આ સહાયને મંજૂર કરવામાં આવે છે અને દર મહિને દર્દીના સીધા બેંક ખાતામાં આ નાણાં આર્થિક સહાયરૂપે પૂરા પાડવામાં આવે છે અહીં અનુસુચિત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિ સિવાયની અન્ય તમામ જાતિ માટે અલગ અલગ બે પ્રકારના અરજી ફોર્મ ના નમુના સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ છે જે નીચે આર્ટીકલ ના અંતમાં આપવામાં આવેલ છે જે દર્દીને આ યોજના હેઠળ લાભ મેળવવાનો હોય તે અનુસૂચિત જાતિ ધરાવતા હોય તો તેઓએ તે જાતિનો ફોર્મ ભરી ફોર્મ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી જરૂરી તમામ માહિતી વિગતો ભરી અને જરૂરી તમામ ડોક્યુમેન્ટ તેમાં જોડી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાં આ ફોર્મ જમા કરાવવાનો રહેશે અનુસૂચિત જાતિ સિવાયની તમામ જ્ઞાતિઓ માટેનો બીજો ફોર્મ જે આર્ટીકલના અંતમાં નંબર ટુ માં મૂકવામાં આવેલ છે તેને ડાઉનલોડ કરી પ્રિન્ટ આઉટ મેળવી અને જરૂરી માહિતી ભરી જરૂરી દસ્તાવેજો જોડી અને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં આ ફોર્મ જમા કરાવવાનો રહેશે ત્યારબાદ અગામી મહિનાથી જ આ દર્દીઓના બેંક ખાતામાં દર મહિને નાણાં આર્થિક સહાયરૂપે સરકાર તરફથી પૂરા પાડવામાં આવશે આ સહાય ત્યાં સુધી દર્દીની ટ્રીટમેન્ટ સીધી દેખરેખ હેઠળ ચાલુ રહેશે ત્યાં સુધી મળવાપાત્ર રહેશે

 ડોક્યુમેન્ટ ની યાદી

તબીબી સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટે દર્દીના નીચે જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ જરૂરી છે અને તેમણે અરજી ફોર્મ ના નમુના સાથે આ ડોક્યુમેન્ટ ને જોડવા જરૂરી છે જે આ મુજબ છે

  1. રેશનકાર્ડની પ્રમાણિત નકલ
  2. ટીબી કાર્ડની પ્રમાણિત નકલ જો ટીબીનો દર્દી હોય તો
  3. આવકનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) 1,20,000 થી ઓછી આવક ધરાવતો
  4. જાતિ નો દાખલો સક્ષમ અધિકારી દ્વારા
  5. દર્દીના આધાર કાર્ડની પ્રમાણીત નકલ
  6. જો જાતિનો દાખલો ન હોય તેવા કિસ્સામાં એલસી ની પ્રમાણિત નકલ
  7. દર્દીની બેંકની પાસબુકની પહેલા અને છેલ્લા પાનાની નકલ

આવક મર્યાદા

આ યોજના હેઠળ લાભ મેળવવા માટે આવક મર્યાદા સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલી છે જેમાં ગ્રામીણ વિસ્તારમાં 1,20,000 થી વધુ નહીં અને શહેરી વિસ્તારમાં 1,50,000 થી વધુ નહીં

ઉંમરની મર્યાદા

સરકારશ્રીની આ તબીબી સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટે કોઈપણ જાતની ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવેલ નથી કોઈ પણ દર્દી ટીબી લેપ્રસી કે કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતા હોય તે કોઈપણ ઉંમરનો દર્દી હોય તેમને આ સહાય મળવાપાત્ર છે

આને પણ વાંચો: 

5 લાખ સુધીની ફ્રિ કેસલેસ સારવાર આપતી આયુષમાનકાર્ડ ભારત યોજના વિશે સંપૂર્ણ માહિતી

ડોક્ટરનો પ્રમાણપત્ર

જે ડોક્ટરની દવા ચાલુ હોય અથવા તો દર્દી જે દવાખાનેથી કે જે ડોક્ટર પાસેથી ચાહે તે પ્રાઇવેટ હોય કે સરકારી હોય ત્યાંથી તે દવા મેળવતા હોય અને સીધા સારવાર હેઠળ મુકાયેલા હોય તેવા ડોક્ટરનું પ્રમાણપત્ર જરૂરી છે અને તે સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલ જ્યાંથી તેમને દવા ચાલુ હોય ચાહે તે ટીબી હોય લેપ્રસી હોય કે કેન્સર હોય તે ડોક્ટર દ્વારા તમને પ્રમાણપત્ર કાઢી આપવામાં આવશે

અહીં ઉપર જણાવ્યા મુજબના જરૂરી ડોક્યુમેન્ટ અને ડોક્ટર શ્રી નું પ્રમાણપત્ર અને અરજી ફોર્મ નો નમુનો આ તમામ માહિતીઓ એકઠી કરી અને દર્દીના સગા વાલા નજીકના સરકારી હોસ્પિટલ પ્રાઇમરી હેલ્થ સેન્ટર અથવા પોતાના ગામડે આવતા આરોગ્ય કાર્યકરનો સંપર્ક કરી અને તેમની પાસેથી આ ફોર્મ મેળવી શકે છે અથવા તો પોતે આ આર્ટિકલ માંથી જો ફોર્મને ડાઉનલોડ કરી અને સંપૂર્ણ ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ જોડી અને તે આરોગ્ય કાર્યકરને આ ફોર્મ આપશે તો તેઓ પણ જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય શાખામાં આ ફોર્મ જમા કરાવી દેશે અને તમારી આ યોજના હેઠળની આર્થિક સહાય ચાલુ કરવામાં આવશે અથવા તો તમે જાતે આ ફોર્મ આર્ટીકલ ના માધ્યમથી ડાઉનલોડ કરી અને ભરેલું હોય અને જરૂરી દસ્તાવેજો આમાં જોડેલા હોય તો તમે જાતે જ કોઈપણ સરકારી હોસ્પિટલ અથવા તો જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ નો સંપર્ક કરી ત્યાં તમારું અરજી ફોર્મમાં જમા કરાવી શકો છો અને આ સહાયનો લાભ મેળવી શકો છો

તબીબી સહાય યોજના ચાલુ છે અને સરકારશ્રી દ્વારા ટીબી લેપ્રસી અને કેન્સરના દર્દીઓને અનુક્રમે 500, 800 અને 1000 રૂપિયાની સહાય મળવાપાત્ર થાય છે તેઓ જ્યાં સુધી સીધા સારવાર હેઠળ અને દવા હેઠળ મુકાયેલા હોય ત્યાં સુધી આવી જરૂરી જાણકારી સમાજના મોટાભાગના લોકોને હોતી નથી જેથી તેઓ આ સહાયથી વંચિત રહી જાય છે અને તેમને જરૂરી આ લાભ મળી શકતો નથી માટે આ આર્ટીકલ ને અહીં લખવામાં આવેલ છે

Important link.

સરકારી યોજના એપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

1.તબીબી સહાય યોજના અરજી ફોર્મ pdf

2.તબીબી સહાય યોજના અરજી ફોર્મ pdf (અનુસૂચિત જાતિ)

સમાજમાં હાલ અનેક પ્રકારની બીમારીઓ થી લોકો પીડાય રહ્યા છે અને ઘણા લોકો ટીબી કેન્સર જેવી ગંભીર બીમારીઓથી હાલ પીડાઈ રહ્યા છે તમારે આ અરજી ફોર્મ અને આ સહાયની જરૂરિયાત ના હોય તો સમાજના દરેક ગ્રુપમાં આ આર્ટિકલ આ પોસ્ટને શેર કરો જેથી જરૂરિયાત મંદ લોકો સુધી આ આર્ટીકલ અને જરૂરી માહિતી પહોંચી રહી અને તેઓને આ સહાય સરકાર દ્વારા હાલ મળવાપાત્ર છે તેની જાણકારી થાય અને તેઓ આ સહાયનો લાભ મેળવતા થાય

માહિતી સારી લાગે તો વધુને વધુ શેર કરો મિત્રો આંગળી  ચીંધ્યા નું પુણ્ય ચૂકતા નહીં…. આ માહિતીને વધુને વધુ શેર કરો દરેક જરૂરિયાતમંદ સુધી આ માહિતી પહોંચાડો

5 thoughts on “તબીબી સહાય યોજના ગુજરાત રાજ્ય, તબીબી સહાય મેળવવા અંગેનું અરજી ફોર્મ ડાઉનલોડ કરો, વૈદકીય સહાય મેળવવા અંગેની અરજીનો નમૂનો”

Leave a Comment

error: Content is protected !!