ઇ-શ્રમ કાર્ડ કઢાવો ઘરે બેઠા: ભારત સરકાર દ્વારા અસંગઠિત કામદારો માટે અનેક પ્રકારની યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે , એમાંની એક યોજના એટલે કે ઇ શ્રમ કાર્ડ યોજના અંગે અહીં જરૂરી માહિતી આપવામાં આવેલી છે, ઇ-શ્રમ કાર્ડ યોજના અસંગઠિત શ્રમયોગી કામદારોને ઓળખના પુરાવા તરીકે યુનિક નંબર સાથે આપવામાં આવે છે.

ઇ-શ્રમ કાર્ડ કઢાવો ઘરે બેઠા
વિભાગ | શ્રમ અને રોજગાર મંત્રાલય |
પોસ્ટ ટાઈટલ | ઇ શ્રમ કાર્ડ કાઢવો ઘરે બેઠા |
ઉંમર મર્યાદા | ૧૬ થી ૬૦ વર્ષ |
નોંધણીનો પ્રકાર | ઓનલાઈન |
વેબસાઈટ | https://eshram.gov.in/ |
ઈ-શ્રમ કાર્ડ કઢાવો ઘરે બેઠા
હાલ ટેકનોલોજીનો જમાનો છે માટે આપણે અનેક કાર્યો માટે હવે ઓફિસે કે કોઈપણ કચેરીએ ધક્કા ખાવાની જરૂરિયાત રહેતી નથી આપણા મોટાભાગના કામો હવે આપણા સ્માર્ટફોન અથવા કમ્પ્યુટર મારફતે ઘરે બેઠા જ થઈ જાય છે, અહીં ઇ શ્રમ કાર્ડ વિશે આપણે માહિતી મેળવી રહ્યા છીએ તેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ આપણે મોબાઇલ દ્વારા જ ઘરે બેઠા કરી શકીએ છીએ
ઈ શ્રમ કાર્ડ કાઢવવા માટે પાત્રતા
- ઉંમર 16 વર્ષથી ૬૦ વર્ષ
- શ્રમિકો આવકવેરો ચૂકવતા ન હોવા જોઈએ
- શ્રમિકો પીએફ (PF).ESIC હેઠળ આવતા ન હોવા જોઈએ.
ઇ શ્રમ કાર્ડ કઢાવવાના લાભ
- ઇ શ્રમ કાર્ડ આખા ભારત દેશમાં માન્ય રાખવામાં આવશે
- અકસ્માતવ થી મૃત્યુ થાય તો બે લાખ રૂપિયા મળવા પાત્ર છે
- આંશિક અપંગતાના કિસ્સામાં એક વર્ષ માટે એક લાખ રૂપિયા મળવા પાત્ર છે
- મહામારીના સમય દરમિયાન કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા મદદ મળવા સરળતા રહેશે
ઇ શ્રમ કાર્ડ કોણ કઢાવી શકે છે?
અનુ. | કોણ કાર્ડ કઢાવી શકે |
1 | ખેત મજૂરો |
2 | પશુપાલન |
3 | આરોગ્ય સેવા |
4 | આશા વર્કર |
5 | આંગણવાડી વર્કર |
6 | મધ્યાહન ભોજન કામદાર |
7 | સફાઈ કામદાર |
8 | રમકડા બનાવનાર |
9 | વેલ્ડીંગ કામ કરનાર |
10 | બુટ પોલીસ કરનાર |
11 | હેર ડ્રેસિંગ |
12 | લોન્ડ્રી કામ |
13 | માટી કામ |
14 | ઘરેલું કામ |
15 | નાના ઉદ્યોગો |
16 | સુરક્ષા સેવા |
17 | રીક્ષા વાહન ચાલક |
18 | દરજીકામ |
19 | બાંધકામ કામદારો |
20 | ફેરીયા શાકભાજી વેચનાર |
21 | લારી ગલ્લા ચલાવનાર |
22 | અન્ય તમામ નાના વ્યવસાયો |
ઇ શ્રમ કાર્ડ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી
- આધાર કાર્ડ
- આધાર કાર્ડ સાથે લિંક અપ થયેલ મોબાઈલ નંબર
- બેંક પાસબુક
કઈ રીતે નોંધણી કરી શકાય?
- ઈ ગ્રામ સેન્ટર પર જઈને નોંધણી કરાવી શકાશે.
નોંધ: વિના મૂલ્ય શ્રમિક કાર્ડ ( UAN ) મળવા પાત્ર છે

અગત્યની લીંક.
ઇ શ્રમ કાર્ડ ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
ઇ શ્રમ કાર્ડ ઓનલાઇન રજીસ્ટ્રેશન | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
💥નિયમિત અપડેટ માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
ઇ શ્રમ કાર્ડ કઢાવવા માટેની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે? વેબસાઈટ https://eshram.gov.in/
ઇ શ્રમ કાર્ડ માટે જરૂરી માર્ગદર્શન મેળવવા માટે હેલ્પલાઇન નંબર શું છે? હેલ્પલાઇન નંબર 14434