WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક કેવી રીતે કરવું જાણો સંપૂર્ણ પ્રોસેસ

આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક કેવી રીતે કરવું જાણો સંપૂર્ણ પ્રોસેસ: હાલ સરકારશ્રીના નિયમો મુજબ 31 માર્ચ 2023 પહેલા દરેક લોકોએ પોતાના પાનકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવા ફરજિયાત છે, આ સમયગાળા બાદ પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક અપ થયેલ નહીં હોય તે દરેક પાનકાર્ડ ડીએક્ટિવેટ થઈ જશે અને પાનકાર્ડ લગત દરેક કાર્યો બંધ થઈ જશે. હાલ સરકારશ્રી દ્વારા ઇન્કમટેક્સ વિભાગમાં લેટ ફી તરીકે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક અપ કરવાની ફી 1,000 રૂ. રાખવામાં આવેલી છે અને આ સમય મર્યાદા 31 માર્ચ 2023 સુધીની છે. 31 માર્ચ 2023 બાદ પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરવા માટેની ફી 10,000 રૂપિયા કરવામાં આવશે. માટે જે લોકોને આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવાના હોય તેવો અત્યારે 1000 રૂપિયાની લેટ ફી ભરી અને ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ દ્વારા લિંક અપ કરી શકે છે

આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક નહીં હોય તો 31 ડિસેમ્બર બાદ આટલા કામો અટકી જશે

આધાર – પાન લિંક

આપણી પાસે અનેક પ્રકારના ડોક્યુમેન્ટ હોય છે, તેમાંના મુખ્યત્વે ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ અને પાનકાર્ડ નો સમાવેશ થાય છે. હાલ મોટાભાગના લોકોના આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક અપ કરેલા જ હોય છે , પરંતુ હજુ ઘણા લોકો એવા છે જેમણે પાન અને આધાર કાર્ડ લિંક કરેલ નથી. આવા દરેક લોકો માટે આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક કેવી રીતે પોતાના મોબાઈલ દ્વારા ઘરે બેઠા કરી શકાય તે લગત આ આર્ટિકલમાં સંપૂર્ણ પ્રોસેસ આપવામાં આવેલી છે. જેને અનુસરીને તમે તમારા મોબાઇલ દ્વારા ઘરે બેઠા પાનકાર્ડ અને આધારકાર્ડને ઓનલાઈન 1000 લેટ ફી પેમેન્ટ ચૂકવી અને કરી શકો છો જે નીચે મુજબ છે

આધાર કાર્ડ લિંક અપ પ્રોસેસ

પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે નીચે મુજબના પગલાં અનુસરવા પડશે

પેમેન્ટ પ્રોસેસ

  • સૌપ્રથમ તમારે ઇન્કમટેક્સ વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે
  • ત્યારબાદ ડાબી બાજુમાં આપેલા લિંક આધાર ઓપ્શન ઉપર ક્લિક કરો
  • તમારી સામે એક નવું પેજ ઓપન થશે જેમાં પાનકાર્ડ અને આધાર નંબર લખી અને વેલીડેટ પર ક્લિક કરો
  • હવે આગળની પ્રોસેસ માટે લેટ ફી 1000 પેમેન્ટ માટે એનએસડીએલ વેબસાઈટની એક લિંક દેખાશે
  • અહીં ચલણ નંબર આઈ.ટી.એમ.એસ 280 સિલેક્ટ કરીને પ્રોસેસ પર ક્લિક કરો
  • ત્યારબાદ ટેક્સ એપ્લિકેશન ઇન્કમટેક્સ(other than companies) વિકલ્પ પસંદ કરો.
  • ટાઈપ ઓફ પેમેન્ટમાં (500) others રીસીપ્ટની પસંદગી કરવાની રહેશે
  • મોડ ઓફ પેમેન્ટમાં બે વિકલ્પ હશે નેટબેન્કિંગ અને ડેબિટ કાર્ડ
  • તમે જે રીતે ઓનલાઇન પેમેન્ટ કરવા માગતા હોય તે મુજબ બેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરો
  • હવે ઓપન થયેલા નવા પેજમાં પરમનેન્ટ એકાઉન્ટ નંબરમાં તમારો પાન નંબર નાખવાનો રહેશે
  • ત્યારબાદ આકરણી વર્ષ એટલે કે એસેસમેન્ટ યર પૂછશે જેમાં 2023- 24 સિલેક્ટ કરો.
  • સરનામાના સ્થળે તમારુ સરનામું લખો
  • હવે કેપ્ચા કોડમાં જઈને કેપ્ચા કોડ દાખલ કરે પ્રોસેસ પર ક્લિક કરો
  • હવે સ્ક્રીન પર તમે એન્ટર કરેલી બધી માહિતી જોઈ શકશો આ બધી માહિતી વ્યવસ્થિત રીતે ચેક કર્યા બાદ એગ્રી બટન ટીક કરો અને સબમિટ ટુ ધ બેંક પર ક્લિક કરો
  • જો તમે દાખલ કરેલી વિગતોમાં કોઈ સુધારો હોય તો એડિટ બટન પર ક્લિક કરી સુધારો કરી શકાશે
  • ત્યારબાદ તમારે નેટબેન્કિંગ અથવા ડેબિટ કાર્ડ વિકલ્પ પસંદ કરી 1000 રૂપિયા લેટ ફી ઓનલાઈન ભરવાની રહેશે
  • ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા બાદ પેમેન્ટ ચુકવણી ની પીડીએફ મળશે તેને ડાઉનલોડ કરી સેવ રાખો
  • આ પેમેન્ટ અપડેટ થવામાં ચારથી પાંચ દિવસનો સમય લાગી શકે છે.

પાનકાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કેવી રીતે કરવું?

પાનકાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે પેમેન્ટ કર્યા બાદ નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે

  • ચાર થી પાંચ દિવસ પેમેન્ટ કર્યા બાદ પેમેન્ટ અપડેટ થઈ જશે પછી ફરીથી ઇન્કમટેક્સ વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ
  • તેમાં ડાબી બાજુએ આપેલ લિંક આધાર ઓપ્શન પર ક્લિક કરો
  • હવે તમારો પાન નંબર અને આધાર નંબર દાખલ કરે વેલીડેટ પર ક્લિક કરો
  • જો તમારું પેમેન્ટ અપડેટ થય ગયું હશે તો સ્ક્રીન પર ચાલુ રાખવાનો વિકલ્પ આવશે.
  • ત્યારબાદ કંટીન્યુ ઉપર ક્લિક કરે આધાર કાર્ડ અનુસાર નામ અને મોબાઈલ નંબર દાખલ કરો
  • એગ્રી બટન ટીક કરો અને આગળ વધો તમને એક ઓટીપી મળશે
  • મોબાઇલમાં આવેલો otp સબમેટ કરો અને વેલીડેટ બટન ક્લિક કરો હવે એક પોપ અપ વિન્ડો ખુલશે
  • પોપ અપ માં લખવામા આવેલ છે “આધાર પાન લીંકિંગ માટેની તમારી રિક્વેસ્ટ ઓથોરાઈઝેશન માટે યુઆઇડીએઆઇ ને મોકલવામાં આવી છે”
  • વેલીડેશન મળ્યા બાદ તમારું પાન અને આધાર લિંક થઇ જશે તમે આવકવેરાની સત્તાવાર વેબસાઈટ પર આધાર પાડનાર લિંક થયા છે કે કેમ તેનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો

અગત્યની લીંક

ઇન્કમટેક્સ વિભાગની ઓફિસિયલ વેબસાઈટ લિંક અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
💥અમારી તમામ અપડેટ મેળવવા whatsapp ગ્રુપ જોઈન કરવાઅહીં ક્લિક કરો
પાન – આધાર લિંક પ્રોસેસ
 પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ કઈ છે?

31 માર્ચ 2023
પાનકાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

https://www.incometax.gov.in/iec/foportal/

Leave a Comment