WhatsApp ગ્રૂપમાં જોડાવો!

માનવ કલ્યાણ યોજના 2024-25 અંતર્ગત 3 જુલાઈ 2024 થી ઓનલાઇન અરજી શરૂ થશે. જાણો ક્યાં ક્યાં પ્રકારના વ્યવસાય માટે ઓનલાઇન અરજી શરૂ થશે.

માનવ કલ્યાણ યોજના 2024: ગુજરાત સરકાર દ્વારા નાના ધંધાર્થીઓને આર્થિક પગભર બનાવવા માટે, તેમના વ્યવસાયમાં મદદરૂપ થવા માટે અને આત્મનિર્ભર બનાવવા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી જ એક યોજના માનવ કલ્યાણ યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જે 2024 ના ચાલુ વર્ષ માટે સરકારે જાહેર કરેલ છે. આ યોજનામાં કુલ 28 પ્રકારના વ્યવસાય માટે ટુલ કીટ સહાયરૂપે આપવામાં આવે છે. આ યોજનાની તમામ માહિતી તમને આ આર્ટિકલમાં મળી રહેશે, તો ચાલો જાણીએ આ યોજના વિશે વિગતવાર માહિતી.

માનવ કલ્યાણ યોજના 2024: જે લોકોની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય કક્ષાએ 1,20,000 હોય તેવા લોકો આ સહાય માટે અરજી કરી શકે છે, અને શહેરી વિસ્તારમાં રહેતા લોકોની આવક મર્યાદા 1,50,000 હોય તેવા લોકો માનવ કલ્યાણ યોજના માટેની સત્તાવાર વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in/ પર જઈ તારીખ 3/7/2024 થી ઓનલાઇન અરજી કરી શકે છે.

Manav kalyan yojna 2024

યોજનાનું નામ માનવ કલ્યાણ યોજના 2024
વિભાગકુટીર અને ગ્રામ ઉદ્યોગ
યોજનાનો હેતુસ્વરોજગારીની તકો
કચેરીજિલ્લા ઉદ્યોગ કેન્દ્ર
અરજી મોડઓનલાઇન
ઓનલાઇન અરજી શરૂ 3 જુલાઈ 2024 થી
વેબસાઈટhttps://e-kutir.gujarat.gov.in

માનવ કલ્યાણ યોજના 2024

નાના વ્યવસાયકોને મદદરૂપ થવા માટેની આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગના સમૂહને પૂરતી આવક અને સ્વરોજગારીની તકો ઉભી કરવા માટે ઓજારો/ સાધન સામગ્રીની ટુલકિટ સહાયરૂપે આપવામાં આવે છે. આ યોજના ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિઓ કારીગરોને આર્થિક રીતે સુધારવા માટે અગાઉની સ્વરોજગાર યોજના ને બદલે 1995 થી શરૂ કરવામાં આવેલી છે. આમાં ફેરીયા, શાકભાજી વેચનાર, સુથારી કામ કરનાર વગેરે જેવા 28 પ્રકારના વ્યવસાયો માટે નાના પ્રકારના વેપાર ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકોને તેમની કુટુંબની આવક મર્યાદા નિયત કરતા ઓછી હોય છે તેવા લોકોને સ્વરોજગારીની તકો ઊભી કરવા માટે વ્યવસાય માટે જરૂરી સાધન સામગ્રી ટૂલકિટ આપવામાં આવે છે.

માનવ કલ્યાણ યોજના વ્યવસાય લીસ્ટ

માનવ કલ્યાણ યોજના 2024 માં નીચેના વ્યવસાયો માટે સાધન સહાય ટૂલકીટ મળવાપાત્ર છે

  • કડિયા કામ
  • સેન્ટિંગ કામ
  • વાહન સર્વિસીસ અને રીપેરીંગ
  • મોચી કામ
  • ભરતકામ
  • દરજીકામ
  • કુંભારી ગામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લમ્બર કામ
  • બ્યુટી પાર્લર
  • સીવણ કામ
  • ઈલેક્ટ્રીક એપ્લાયન્સીસ
  • ખેતીલક્ષી લુહારી વેલ્ડીંગ કામ
  • સુથારી કામ
  • ધોબી કામ
  • સાવરણી સુપડા બનાવવા
  • દૂધ દહીં વેચનાર
  • માછલી વેચનાર
  • પાપડ બનાવનાર
  • અથાણા બનાવનાર
  • ગરમ ઠંડા પીણા અલ્પાહાર વેચનાર
  • પંચર કીટ
  • ફ્લોર મિલ
  • મસાલા મીલ
  • રૂ ની દિવેલ બનાવવી સખી મંડળની બહેનો
  • મોબાઈલ રીપેરીંગ
  • પેપર કપ અને ડીશ બનાવટ સખી મંડળની બહેનો
  • હેર કટીંગ વાળંદ કામ કરનાર

અહીં ઉપર દર્શાવેલ વિવિધ પ્રકારના નાના પાયાના રોજગાર કરનાર દરેક વ્યક્તિ કે જેઓ ઉપર દર્શાવ્યા મુજબના ધારા ધોરણમાં આવતા હોય તે તમામ લોકો માનવ કલ્યાણ યોજના હેઠળ ફોર્મ ભરી અને ઉપર જણાવ્યા મુજબના વ્યવસાય લીસ્ટ માંથી જે કાર્ય પોતે કરતા હોય તેના સાધનો / ટૂલકીટ ફ્રી મેળવી શકે છે.

આવક મર્યાદા

આ યોજનામાં આવક મર્યાદા માટે નીચે મુજબની બે શરતો રાખેલી છે

1} આ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો જોઈએ આવા લાભાર્થી એ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી

અથવા

2} આ યોજનાનો લાભ લેવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000 સુધી હોવી જોઈએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરપાલિકામાં મહાનગરપાલિકાના અધિકૃત કરેલા અધિકારીનો આવકનો દાખલો અચૂક રજૂ કરવાનો રહેશે

ઉંમર મર્યાદા

માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે અરજદારની ઉંમર 16 વર્ષથી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ

જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી

  • આધાર કાર્ડ
  • રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો વીજળી બિલ લાઇસન્સ લીઝ કરાર ચૂંટણી કાર્ડ
  • જાતિનો દાખલો
  • આવક નો દાખલો
  • અભ્યાસનો પુરાવો
  • વ્યવસાય લક્ષી તાલીમ લીધી હોવાનો દાખલો
  • બાંહેધરી પત્રક નોટરાઈઝ સોગંદનામુ
  • એકરાર નામું

માનવ કલ્યાણ યોજના અરજી ફોર્મ

આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબની પ્રોસેસ અનુસરવાની રહેશે

  • સૌપ્રથમ કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગની ઓફિસિયલ વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in પર જાઓ
  • ત્યારબાદ આ વેબસાઈટમાં ઉપર આપેલ વિવિધ વિભાગ પૈકી કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ પર ક્લિક કરો
  • ત્યારબાદ વિવિધ યોજનાઓ નું લિસ્ટ તમને દેખાશે તેમાંથી માનવ કલ્યાણ યોજના પર ક્લિક કરો
  • આ યોજનાની તમામ માહિતી આપને દેખાશે તે વાંચી લો
  • ત્યારબાદ ઓનલાઇન અરજી કરો જેમાં સૌપ્રથમ તમારું રજીસ્ટ્રેશન કરો અને ત્યારબાદ તમારી માંગવામાં આવેલી તમામ માહિતી ભરો
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે એક ખ્યાત ધ્યાન રાખો કે ઓરીજનલ ડોક્યુમેન્ટને સ્કેન કરીને જ અપલોડ કરવા
  • ત્યારબાદ અરજી કન્ફર્મ કરે પ્રિન્ટ કાઢી તમારી પાસે રાખો

માનવ કલ્યાણ યોજના અગત્યની લીંક

Important Links

Official Website:Click Here

Apply Online: Click Here

Application Status Check:Click Here

Download Official e-Kutir Mobile App : Click Here

ઓફિશિયલ વેબસાઈટ પર માહિતી વાંચો અહિં ક્લિક કરો
ઓનલાઇન અરજી ફોર્મઅહીં ક્લિક કરો
જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સરનામાંઅહીં ક્લિક કરો
મારુ ગુજરાત ભરતી હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
💥અમારી તમામ માહિતી નિયમિત મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના ની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

https://e-kutir.gujarat.gov.in/index.aspx?HodID=1
માનવ કલ્યાણ યોજના 2024 માં કોને લાભ મળે ?

ગુજરાત રાજ્યના તમામ લોકો કે જેની આવક મર્યાદા 1 લાખ 20000 ગ્રામ્ય કક્ષાએ અને એક લાખ 50000 પહેરી વિસ્તારમાં હોય તે તમામને આ લાભ મળવા પાત્ર છે
માનવ કલ્યાણ યોજના 2024 માં કયા વ્યવસાય માટે સહાય મળી શકે છે?

ઉપર આપેલ લીસ્ટ મુજબ કુલ 28 પ્રકારના અલગ અલગ વ્યવસાયો માટે સહાય મળે છે

માનવ કલ્યાણ યોજના 2024-25 અંતર્ગત ઓનલાઈન અરજી શરૂ કઈ તારીખ થી થઈ રહી છે??

03/07/2024

Leave a Comment

error: Content is protected !!