સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2023: સ્ટાફ સિલેક્શન કમિશનના દ્વારા તાજેતરમાં ધોરણ 10 પાસ થી ગ્રેજ્યુએટ સુધીની 5,369 જગ્યાઓ માટે મોટી સંખ્યામાં ભરતી જાહેરાત બહાર પાડી છે, સ્ટાફ સિલેક્શન કમિશનર દ્વારા અવારનવાર મોટી ભરતીઓ બહાર પાડવામાં આવતી હોય છે, સ્ટાફ સિલેક્શન કમિશન એ કેન્દ્રીય ધોરણે વિવિધ સરકારી ભરતીઓ કરવાનું કામ કરે છે. તાજેતરમાં જ મોટી સંખ્યામાં સ્ટાફ સિલેક્શન કમિશનર દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે, લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો ભરતી લગતા તમામ માહિતી આ આર્ટિકલમાં વાંચી શકે છે. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતી લગત જરૂરી જાણકારી જેમાં પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત , ઉમર મર્યાદા , અરજીની ફી , જોબ ડીટેલ , પાત્રતા, અને અરજી કેવી રીતે કરવી? એ તમામ માહિતી આ આર્ટિકલ દ્વારા તમને મળી શકશે
સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2023
સંસ્થાનું નામ | સ્ટાફ સિલેક્શન કમિશન |
પોસ્ટનું નામ | selection post XI |
કુલ જગ્યાઓ | 5369 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 27 માર્ચ 2023 |
અરજી મોડ | ઓનલાઇન |
વેબસાઈટ | https://ssc.nic.in/ |
શૈક્ષણિક લાયકાત
સ્ટાફ સિલેક્શન કમિશનરની આ ભરતી માટે વિવિધ પોસ્ટ અનુસાર ધોરણ 10 પાસ થી ગ્રેજ્યુએટ સુધીની લાયકાત નિયત કરવામાં આવેલી છે વિગતવાર માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન ને વાંચો
આને પણ વાંચો: 399 માં 10 લાખ નો વીમો આપતી પોસ્ટ ઓફીસ ની આ યોજના વિશે જાણો
ઉંમર મર્યાદા
- સ્ટાફ સિલેક્શન કમિશનર ની આ ભરતી માટે ઉંમર મર્યાદા એક એક 2023 ની સ્થિતિ એ ગણવામાં આવશે
- ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષની હોવી જરૂરી છે
- જ્યારે વધુમાં વધુ ઉંમર 25 – 27 – 30 વર્ષ નિયત કરેલ છે જે વિવિધ પોસ્ટ અનુસાર અલગ અલગ હોઈ શકે છે આ ઉપરાંત કેટેગરી અનુસાર ઉપલી ઉમર મર્યાદામાં છૂટછાટ પણ સરકારશ્રીના નિયમ અનુસાર મળવાપાત્ર છે
પગાર ધોરણ
સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતી માટે પગાર ધોરણ સાતમા પગાર પંચ મુજબ મળવાપાત્ર થશે જે ભરતીની વિવિધ જગ્યાઓ અનુસાર અલગ અલગ છે
અરજી ફી
- સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતી માટે અરજી ફી 100 રૂ રાખવામાં આવેલ છે
- એસ.સી એસટી, પીડબ્લ્યુડી, અને એક્સ સર્વિસ મેન તેમજ મહિલા ઉમેદવારોને કોઈપણ ફી ભરવાની નથી
- અરજીની ફી ચુકવણી ઓનલાઈન કરવાની રહેશે
કેટેગરી વાઇઝ જગ્યાઓની વિગત
અનુ | કેટેગરી | જગ્યાઓ |
1 | SC | 687 |
2 | ST | 343 |
3 | OBC | 1332 |
4 | UR | 2540 |
5 | ESM | 154 |
6 | OH | 56 |
7 | HH | 43 |
8 | VH | 17 |
9 | others | 16 |
10 | EWS | 467 |
1 | કુલ જગ્યાઓ | 5369 |
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારે અમુક સ્ટેપ અનુસરવાના રહેશે જે નીચે મુજબ છે
- સૌપ્રથમ સ્ટાફ સિલેક્શન કમિશનની ઓફિસિયલ વેબસાઇટ sss.nic.in પર જાઓ
- ત્યારબાદ apply બટન ક્લિક કરો
- હવે ઓપન થયેલ પેજમાં વિવિધ વિકલ્પો પૈકી others ઓપ્શન ઉપર ક્લિક કરો
- તમારી સામે એક નવું પેજ ઓપન થશે તેમાં ખુલેલા લિસ્ટ પૈકી phase-XI/2023/selection post વિકલ્પ શોધી તેમાં apply બટન પર ક્લિક કરો
- હવે નવા ઓપન થયેલો પેજમાં માગવામાં આવેલ જરૂરી તમામ વિગતો ભરો
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- તમારી અરજી કન્ફર્મ કરી ઓનલાઈન ફીની ચૂકવણી કરો
- છેલ્લે અરજીની પ્રિન્ટ ભવિષ્યના ઉપયોગ માટે મેળવો
અગત્યની તારીખ
ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ | 06-03-2023 થી 27-03-2023 |
ઓનલાઇન ફોર્મ પ્રિન્ટ કરવાની છેલ્લી તારીખ | 28-03-2023 |
ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ | 28-03-2023 |
સુધારા વધારા કરવાની તારીખ | 03-04-2023 થી 05-04-2023 |
કમ્પ્યુટર બેઇઝ પરીક્ષાની તારીખ | જૂન જુલાઈ 2023 સંભવિત |
નોંધ: રસ ધરાવતા લાયક ઉમેદવારોએ નીચે આપેલા લિંક દ્વારા સત્તાવાર નોટિફિકેશન અને ડાઉનલોડ કરી વાંચ્યા બાદ જ ઓનલાઇન અરજી કરવાની સલાહ આપવામાં આવે છે
અગત્યની લીંક
સત્તાવાર નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
સ્ટાફ સિલેક્શન કમિશન ની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે? https://ssc.nic.in/