BOB Whatsapp Banking: બેંક ઓફ બરોડા એ પોતાના ગ્રાહકો માટે એક નવી સુવિધા ની શરૂઆત કરી છે state bank of india whatsapp પર બેન્કિંગની જેમ હવે bank of baroda એ પણ પોતાના ગ્રાહકો માટે whatsapp બેન્કિંગ સુવિધા અમલમાં મૂકી છે તમે bank of baroda માં ખાતાધારક હોવ તો હવે તમારે મીની સ્ટેટમેન્ટ અથવા બેલેન્સ ચેક માટે બેંકમાં કે કોઈ એટીએમમાં જવાની જરૂર નથી માત્રને માત્ર whatsapp પર હાઈ મેસેજ લખી મોકલવાથી bank of baroda દ્વારા તમને તમારો ખાતાની સંપૂર્ણ માહિતી whatsapp માં મોકલવામાં આવશે આ સુવિધા ને કેવી રીતે શરૂ કરાવી તે લગતા તમામ પ્રોસેસ તમને આ આર્ટીકલ દ્વારા મળી રહેશે
Whatsapp બેન્કિંગમાં મળતી સુવિધાઓ જાણો
bank of baroda ની whatsapp બેન્કિંગમાં નીચે મુજબની અનેક સુવિધાઓ મળી શકે છે તમે whatsapp થી બેંક ખાતાને લગતા નીચે મુજબના બધા કામ તમારા મોબાઇલમાં whatsapp પર કરી શકો છો જેમાં
- એકાઉન્ટ નું બેલેન્સ ચેક કરી શકાય છે
- છેલ્લા 5 ટ્રાન્જેક્શનનું મીની સ્ટેટમેન્ટ જોઈ શકાય છે
- તમે ઇસ્યુ કરેલા ચેક નું સ્ટેટસ જોઈ શકાય છે
- બીઓબીના ડેબિટ કાર્ડ ને બ્લોક કરી શકાય છે
- નવી ચેકબુક માટે અરજી કરી શકાય છે
- તમારા બેંકમાં રજીસ્ટર થયેલ ઇમેલ એડ્રેસ જાણી શકાય છે
- યુપીઆઈ બંધ કરી શકાય છે
- whatsapp બેન્કિંગ માટે નોંધણી અને ડી રજીસ્ટ્રેશન સર્વિસ
- આ સિવાય અન્ય વિવિધ સુવિધાઓ મેળવી શકો છો
BOB whatsapp બેન્કિંગ માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
bank of baroda ની whatsapp બેન્કિંગ સુવિધા ચાલુ કરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરો
- સૌપ્રથમ બીઓબી whatsapp નંબર +918433888777 પર HI લખી મેસેજ કરો
- ત્યારબાદ તમને terms condition agree કરવા માટે કહેશે એગ્રી કરો
- bank of baroda ની આ સુવિધા નો લાભ 24×7 મેળવી શકાય છે
whatsapp બેન્કિંગ ના ફાયદા
- બેલેન્સ ચેક કરવું મીની સ્ટેટમેન્ટ જોવું વગેરે જેવા કામો માટે બેંકમાં ધક્કો ખાવાની જરૂર નથી તેથી સમયનો બચાવ થાય છે
- fastag નું બેલેન્સ વગેરે સેવાઓ પણ મળે છે
- ડેબિટ કાર્ડ ને તાત્કાલિક બ્લોક કરાવી શકાય છે
- ચેકબુક કઢાવવા અરજી આપવા બેંકમાં જવું પડતું નથી
અગત્યની લીંક
માહિતી ઓફિસિયલ વેબસાઈટ પર વાંચવા માટે | અહીં ક્લિક કરો |
મારુ ગુજરાત ભરતી હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
💥 નિયમિત માહિતી મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
BOB whatsapp બેન્કિંગ માટે કયો નંબર છે? +918433888777