WhatsApp ગ્રૂપમાં જોડાવો!

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2024: જાણો અરજી કરવાની પ્રોસેસ

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2024: ગુજરાત સરકાર દ્વારા સારી આર્થિક સ્થિતિ ન ધરાવતા અને હોશિયાર વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહાય માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે આવી જ એક નવી યોજના સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે જે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે આ યોજનામાં વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધી દર વર્ષે સહાય સ્કોલરશીપ આપવામાં આવે છે આ યોજના લગત સંપૂર્ણ માહિતી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે તો ચાલો જાણીએ આ યોજના વિશે વિગતવાર માહિતી

Gyan sadhana scholarship 2024

યોજના જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના
વિભાગશિક્ષણ વિભાગ
લાભાર્થીધોરણ 8 પાસ થયેલ વિદ્યાર્થીઓ
સ્કોલરશીપ◆ધોરણ 9 અને 10 માં વાર્ષિક 20,000 હજાર રૂપિયા
◆ધોરણ 11 અને 12 માં વાર્ષિક 25,000 રૂપિયા સ્કોલરશીપ
અરજી નો પ્રકારઓનલાઇન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ29/01/2024
પરીક્ષા તારીખ09/02/2024
ફેશિયલ વેબસાઈટwww.sebexam.org

પાત્રતા

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાનો લાભ પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવશે તારીખ 30/03/2024ના રોજ આ યોજના હેઠળ પરીક્ષા લેવામાં આવશે અને આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થી ઓને મેરીટ આધારે સ્કોલરશીપ માટે સિલેક્શન કરવામાં આવશે

પાત્રતાના ધોરણો

  • સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 સળંગ અભ્યાસ કરી ધોરણ 8 પાસ કરેલ હોવા જરૂરી છે અથવા
  • રાઈટ ટુ એજ્યુકેશન એડમિશન યોજના હેઠળ નિર્ભર શાળામાં ધોરણ-1 માં પ્રવેશ મેળવી ધોરણ 8 સુધી અભ્યાસ કરેલ હોય અને ધોરણ 8 પાસ થયેલ હોવા જરૂરી છે.

પરીક્ષા ફી

આ સ્કોલરશીપ સહાય યોજના હેઠળ પરીક્ષા આપવા માટે કોઈપણ પ્રકારની ફી રાખવામાં આવેલ નથી

પરીક્ષાનું માળખું

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં વિદ્યાર્થીઓની પસંદગી પરીક્ષા દ્વારા કરવામાં આવશે જેમાં કસોટીનો માળખું નીચે મુજબ હશે

  • આ કસોટી નું પ્રશ્નપત્ર 120 ગુણનો રહેશે તથા સમય 150 મિનિટ રહેશે
  • કસોટી નું પ્રશ્ન પેપર ગુજરાતી / અંગ્રેજી ભાષામાં રહેશે
  • વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી જે માધ્યમ પસંદ કરે તે માધ્યમમાં પરીક્ષા આપી શકશે
કસોટી પ્રશ્નોગુણ
MAT બૌદ્ધિક યોગ્યતા કસોટી4040
SAT બૌદ્ધિક યોગ્યતા કસોટી8080

સ્કોલરશીપ ની રકમ સહાય

આ યોજનામાં વિદ્યાર્થીને નીચે મુજબ સ્કોલરશી તો મળવા પાત્ર છે

  1. ધોરણ નવ અને 10 માં વાર્ષિક રૂ.20,000 સ્કોલરશીપ મળવા પાત્ર છે
  2. ધોરણ 11 અને 12 માં વાર્ષિક રૂપિયા 25000 સ્કોલરશીપ મળવા પાત્ર છે

પસંદગી પ્રક્રિયા

આ સ્કોલરશીપ યોજના માટે વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે

  • સૌપ્રથમ વિદ્યાર્થીએ આ સ્કોલરશીપ પરીક્ષા માટે ફોર્મ ભરવાનું રહેશે
  • ત્યારબાદ કસોટી દ્વારા કટ મેરીટ ના આધારે પ્રોવિઝનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવશે
  • ત્યારબાદ જિલ્લા કક્ષાએ ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે
  • અંતે ફાઇનલ મેરીટ લીસ્ટ અને સિલેક્શન લીસ્ટ બહાર પાડવામાં આવશે

ઓનલાઇન અરજી કરવાની પ્રોસેસ

જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે

  • સૌપ્રથમ રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ www.sebexam.org પર જાઓ
  • તેમાં અપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો
  • હવે જ્ઞાન સાધના પ્રખરતા કસોટી પસંદ કરો
  • તેમાં એક ફોર્મ ઓપન થશે જેમાં વિદ્યાર્થીનો આધાર યુડીઆઈ નંબર દાખલ કરતા જરૂરી માહિતી આવશે.
  • તેમાં માંગવામાં આવેલ અન્ય માહિતી સબમિટ કરો અને વિદ્યાર્થીઓ નો ફોટો અને સહી અપલોડ કરો
  • ભરેલો ફોર્મ મને ચકાસણી પૂર્વક તપાસો અને ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરો
  • ઉપર મુજબના સ્ટેપ અનુસરવાથી તમારૂ ફોર્મ ઓનલાઈન સફળતાપૂર્વક ભરાઈ જશે
  • વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટની લીંક નીચે આપવામાં આવેલી છે

Important Link

અગત્યની લીંક

જ્ઞાન સાધના સ્કોલરશીપ ઓફિસિયલ નોટિફિકેશન PDFઅહીં ક્લિક કરો
જ્ઞાન સાધના સ્કોલરશીપ ઓનલાઇન ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટે અહીં ક્લિક કરો
💥અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!