પાલક માતા પિતા યોજના : આ આર્ટીકલ દ્વારા આપણે પાલક માતા-પિતા યોજના વિશે વિગતવાર માહિતી જાણીશું અને આ યોજના માટે કેવી રીતે ઓનલાઇન ફોર્મ ભરી શકાય તેની સંપૂર્ણ પ્રોસેસ જાણીએ.
પાલક માતા પિતા યોજના નો લાભ કોને મળશે કેવી રીતે લાભ મેળવી શકાશે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે કેટલો લાભ મળવા પાત્ર થશે તે વગેરે જરૂરી તમામ માહિતી આ આર્ટીકલ દ્વારા તમે જાણી શકશો આ માહિતી ખૂબ જ ઉપયોગી હોય માટે સારી લાગે તો સમાજના દરેક ગ્રુપમાં આગળ વધુને વધુ શેર કરજો
પાલક માતા પિતા યોજના વિષે.
- ગુજરાત સરકાર દ્વારા ઝીરો થી 18 વર્ષની ઉંમરના બાળકો માટે પાલક માતા પિતા યોજના શરૂ કરવામાં આવેલી છે જેમાં માતા પિતા નું અવસાન થયું હોય તેવા બાળકોને સંભાળ માટે માતા-પિતાને બાળ સહાય માટે દર મહિને 3000 રૂપિયા આપવામાં આવે છે જેમાં બાળકોનું પાલન કરનાર માતા-પિતાને આ સહાય બાળકના વિકાસ માટે આપવામાં આવે છે આ સહાય સિદ્ધિ બાળકના બેંક ખાતામાં જમા થશે.
- આ યોજના 2016 માં લાગુ કરવામાં આવી હતી આ યોજના હેઠળ ગુજરાતના તમામ અનાથ બાળકો 18 વર્ષ સુધીના લાભ મેળવવા માટે હગદારો બનશે જે બાળકોના પિતા મૃત્યુ પામ્યા છે અને માતાએ ફરીથી લગ્ન કર્યા છે તેઓએ માતાના પુનઃ લગ્નનું લગ્ન પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
- અનાથ બાળકોની સંભાળ રાખતા પાલક માતા-પિતા અથવા નજીકના સંબંધીઓને 3000 રૂપિયાની માસિક સહાયની રકમ આપવામાં આવે છે
- પાલક માતા પિતાની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તારોમાં 27 હજાર રૂપિયા અને શહેરી વિસ્તારમાં 36 હજાર રૂપિયાથી વધુ હોવી જોઈએ નહીં
પાલક માતા પિતા યોજના હાઇલાઇટ.
યોજનાનું નામ | પાલક માતા પિતા યોજના |
સહાય નું ધોરણ | દર મહિને ત્રણ હજાર રૂપિયા |
યોજનાનો હેતુ | નિરાધાર અને અનાથ બાળકોનો તમામ ક્ષેત્રે વિકાસ કરવો |
યોજનાના લાભાર્થીઓ | અનાથ નિરાધાર માતા પિતા ન હોય તેવા તમામ બાળકો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
- પાલક માતા પિતાએ ઉછેર માટે લીધેલ ત્રણથી છ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ આપવાનો છે અને છ વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શાળાનું શિક્ષણ આપવાનું રહે છે.
- અરજદારના વાલીએ શાળા સંસ્થા નું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે કે દર વર્ષે અભ્યાસ ચાલુ છે
પાલક માતા પિતા યોજના ડોક્યુમેન્ટ લિસ્ટ
- અનાથ બાળકનો જન્મ પ્રમાણપત્ર
- બાળકના માતા-પિતાનું મૃત્યુ પ્રમાણપત્ર
- જો માતાજી વેચે છે અને બીજા લગ્ન કર્યા છે તો માતા દ્વારા બીજા લગ્ન કર્યા અંગેનો સરકારી અધિકારી દ્વારા કરાય કરેલું પ્રમાણપત્ર
- બાળકને શાળા નું બોનોફાઈડ પ્રમાણપત્ર ( બાળક શાળામાં અભ્યાસ કરે છે તેવું)
- બાળકના બેંક ખાતાની વિગત
- પાલક માતા પિતાની વાર્ષિક આવકનો દાખલો
- પાલક માતા પિતાના આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને રાશનકાર્ડ ની નકલ
- પાલક માતા પિતાના બાળક સાથે નો ફોટો
- બાળક અને પાલક માતા પિતાના સંયુક્ત બેંક ખાતાની પાસબુકની પ્રમાણિત નકલ
- પાલક માતા પિતાના આધારકાર્ડ ની પ્રમાણીત નકલ
યોજના નો લાભ
પાલક માતા પિતા યોજનામાં બાળકના ખાતામાં દર મહિને 3000 રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે, આ યોજનાની અરજી કર્યા બાદ નિરાધાર બાળક ને સરકાર તરફથી દર મહિને 3,000 સહાયરૂપે મળવા પાત્ર થશે, અને આ સહાય બાળકની ઉંમર 18 વર્ષની થશે ત્યાં સુધી મળવા પાત્ર રહેશે
યોજના નો લાભ મેળવવા માટે અરજી કેવી રીતે કરવી
- પાલક માતા પિતા યોજના નો લાભ મેળવવા માટે અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે
- ઓફિસીયલ વેબસાઈટ- https://esamajkalyan.gujarat.gov.in/ પરથી પાલક માતા પિતા યોજના ફોર્મ મેળવી ફોર્મમાં જરૂરી વિગતો ભરવાની રહેશે
- પાલક માતા પિતા યોજના હેલ્પલાઇન નંબરમાં ફોન કરીને વધુ માહિતી મેળવી શકાશે
- આ યોજના માટે યોજના ફોર્મ અને ઓફિશિયલ વેબસાઈટ અહીં નીચે આપવામાં આવેલ છે
સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા બહાર પાડવામાં આવેલા પાલક માતા પિતા યોજના ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો તમે પાલક માતા-પિતા યોજના નું એપ્લિકેશન ફોર્મ પીડીએફ સ્વરૂપમાં ડાઉનલોડ કરી શકો છો
અગત્યની લીંક
ઓફિશિયલ વેબસાઈટ | https://esamajkalyan.gujarat.gov.in/ |
પાલક માતા પિતા યોજના ફોર્મ | અહીં ક્લિક કરો |
Whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |