કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ‘ઉદ્યોગીની’ નામની યોજના મહિલાઓ માટે ત્રણ લાખ રૂપિયા સુધીની લૉન, 88 પ્રકારનાં નાના વ્યવસાય સ્થાપવા અને આર્થિક રીતે પગભર થવા માટે છે.

કર્મચારી યોજના શું છે, એ અંતર્ગત લૉન કેવી રીતે મળશે, કયા નિયમોનું પાલન કરવાનું રહેશે, અરજી કેવી રીતે કરવી, કયા વ્યવસાય માટે લૉન આપવામાં આવે છે?
યોજના શું છે?
- કેન્દ્ર સરકારના આત્મનિર્ભર કાર્યક્રમનો એક ઉદ્દેશ મહિલાઓની આર્થિક આત્મનિર્ભરતા માટે નાણાકીય સહાય પ્રદાન કરવાનો છે.
- નોકરી કરતી મહિલાઓને ઉદ્યમી અને વ્યવસાયીના રૂપમાં વિકસિત કરવા અને તેમને પગભર થવા માટે શરૂ કરવામાં આવેલી યોજના છે.
- જોકે આ યોજના સૌપ્રથમ કર્ણાટક સરકાર દ્વારા રજૂ કરવામાં આવી હતી, ત્યાર પછી કેન્દ્ર સરકાર મહિલા વિકાસ નિગમ અંતર્ગત સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે.
- મુખ્ય રીતે ગ્રામીણ ક્ષેત્રોમાં મહિલાઓની આર્થિક આત્મનિર્ભરતાને વધુ પ્રાથમિકતા અપાય છે.
- આ યોજનાથી અત્યાર સુધી 48 હજાર મહિલાઓને લાભ થયો છે અને લઘુઉદ્યમી તરીકે આગળ વધી રહી છે.
લૉનની મર્યાદા ત્રણ લાખ છે?
- વિકલાંગ મહિલાઓ અને વિધવાઓ માટે લૉન માટેની કોઈ મર્યાદા નથી. તેઓ જે વ્યવસાય શરૂ કરે છે, તેની યોગ્યતાના આધારે વધુ લૉન આપે છે.
કેટલું છે વ્યાજ?
- વિકલાંગ, વિધવા અને દલિત મહિલાઓને સમગ્ર રીતે વ્યાજ મુક્ત લૉન આપવામાં આવે છે. અન્ય વર્ગની મહિલાઓને 10થી 12 ટકાના વ્યાજદરે લૉન આપવામાં આવે છે.
- મહિલાઓને જે બૅન્કમાંથી લૉન મળે છે, તેનો વ્યાજદર બૅન્કના નિયમો પર નિર્ભર કરે છે.
લૉન પર કેટલી છૂટ મળે છે?
- પરિવારની વાર્ષિક આવકના આધારે 30 ટકા સુધીની સબસીડી આપવામાં આવે છે.
લૉન કોણ લઈ શકે?
- 18થી 55 વય ધરાવતી તમામ મહિલાઓ આ લૉન મેળવવાને પાત્ર છે.
- આ યોજના માટે અરજી કરનાર મહિલાઓએ તેમનો ક્રૅડિટ સ્કોર મજબૂત છે કે નહીં તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
- જો ભૂતકાળમાં કોઈ લૉન લીધી હોય અને તેની યોગ્ય રીતે ચુકવણી કરવામાં ન આવી હોય તો તેમને કોઈ લૉન આપવામાં આવશે નહીં.
- સિબિલ સ્કોર સારો છે કે નહીં તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
કયા દસ્તાવેજ જરૂરી?
- ભરેલા અરજીપત્ર સાથે પાસપોર્ટ સાઇઝના બે ફોટો જોડવાના રહેશે
- અરજી કરનાર મહિલાનું આધાર કાર્ડ અને જન્મનો દાખલો જોડવાનો રહેશે
- ગરીબી રેખાથી નીચેના લોકોએ રેશનકાર્ડની નકલ જોડવાની રહેશે
- જાતિનું પ્રમાણપત્રબૅન્કખાતાની પાસબુકઆવકનો દાખલોરહેઠાણનો પુરાવો
કોનો સંપર્ક કરવો?
આ યોજના અંતર્ગત લૉન મેળવવા માટે મહિલાઓને તેમના વિસ્તારની બૅન્કનો સંપર્ક કરવાનો રહેશે.
બજાજ ફાઇનાન્સ જેવી ખાનગી નાણાકીય સંસ્થા પણ આ લૉન આપી શકે છે.
આ લૉન વિશેની વધુ માહિતી માટે ઉદ્યોગીની, ડી-17, બેઝમેન્ટ, સાકેત, નવી દિલ્હી -110017
ફોનનંબર- 011-45781125, ઈમેલ- mail@udyogini.org પર સંપર્ક કરવો જોઈએ.
હોમ પેજ | અહીં ક્લિક કરો |
દરેક માહિતી નિયમિત મેળવવા અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે | અહીં ક્લિક કરો |