અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકમાં આવી નવી ભરતી, જાણો સંપૂર્ણ માહિતી.
ધોરણ 10 પાસ ઉમેદવારો માટે ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ અમદાવાદ બેન્ક દ્વારા નોકરી મેળવવાની ખૂબ સારી તક આપવામાં આવી છે, નોકરીની ઈચ્છા ધરાવતા ઉમેદવારો 29 ડિસેમ્બર 2023 સુધી પોતાની અરજી ઓનલાઇન માધ્યમથી કરી શકે છે, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક ભરતી લગત વિગતવાર માહિતી તમને આ આર્ટીકલ દ્વારા મળી રહેશે, જેમાં શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજીની ફી, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી વગેરે…. તો ચાલો જાણીએ આ ભરતી વિશે વિગતવાર માહિતી.
અમદાવાદ ડીસ્ટ્રીક કો ઓપરેટિવ બેન્ક ભરતી 2023
ભરતીની સંસ્થા | અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક |
જગ્યાનું નામ | ઓફિસ આસિસ્ટન્ટ અને ડ્રાઇવર |
નોકરી નું સ્થળ | અમદાવાદ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 29 ડિસેમ્બર 2023 |
અરજી મોડ | ઓનલાઇન ફોર્મ ભરી નીચેના સરનામે અરજી મોકલવાની રહેશે |
ઓફિસિયલ વેબસાઈટ | https://www.adcbank.coop/index.php |
અગત્યની તારીખ
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક ભરતી 2023 ની ઓફિશિયલ જાહેરાત હતા 13 ડિસેમ્બર 2023 ના રોજ જાહેર કરવામાં આવેલી હતી તેમજ ઓનલાઈન અરજી તેર ડિસેમ્બર 2023 થી શરૂ થઈ ગયેલ છે જ્યારે આ ભરતીમાં અરજી કરવાની અંતિમ તારીખ 29 ડિસેમ્બર 2023 છે
જગ્યાનું નામ
જાહેરાતમાં દર્શાવ્યા અનુસાર અમદાવાદ ડિસ્ટ્રીક કો-ઓપરેટીવ બેંક દ્વારા ઓફિસ આસિસ્ટન્ટ અને ડ્રાઇવરની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવેલી છે.
કુલ જગ્યાઓ
આ બેંક ભરતી એમાં કુલ કેટલી જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે તેની ચોક્કસ માહિતી ઓફિસિયલ નોટિફિકેશનમાં દર્શાવવામાં આવેલ નથી
શૈક્ષણિક લાયકાત
આ ભરતીની જાહેરાતમાં દર્શાવ્યા અનુસાર આ ભરતી માટે 10 પાસ કરેલ ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે
ઉંમર મર્યાદા
આ ભરતી માટે લઘુતમ ઉંમર મર્યાદા 18 વર્ષ અને મહત્તમ ઉંમર મર્યાદા 30 વર્ષ નક્કી કરવામાં આવેલી છે
સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે
ઓનલાઇન અરજી કરવાની રીત
- સૌપ્રથમ નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર સંપૂર્ણ માહિતી વાંચો અને તમે આ ભરતી માટે અરજી કરવા લાયક છો કે નહીં તે જુઓ
- ત્યારબાદ જરૂરી અરજી લખીને અરજી ફોર્મ ભરો
- માગવામાં આવેલ તમામ આધાર પુરાવાઓ જોડો
- ભવિષ્યના રેફરન્સ માટે અરજીની પ્રિન્ટ પાસે રાખી લો અને અન્ય કોપી નીચે આપેલ સરનામાં પર મોકલી દો.
અરજી મોકલવાનું સરનામું
ધ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, હેડ ઓફિસ, ગાંધીપુલ નાકે, ઇન્કમટેક્સ ઓફિસર ની સામે, આશ્રમ રોડ, અમદાવાદ- 380014.
અગત્યની લિંક
ઓનલાઇન અરજી કરવાની ઓફિસીયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
ભરતીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |