વહાલી દિકરી યોજના : હાલ દરેક લોકોને ઉપયોગી થઈ શકે તેવી સરકારશ્રી દ્વારા અનેક નાણાકીય યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, તેવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા ઓગસ્ટ 2019 માં રાજ્યના નાગરિકોને નાણાકીય મદદ પૂરી પાડવા માટે વહાલી દિકરી યોજના ની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત પ્રથમ બે દીકરીઓ સુધી સરકારશ્રી દ્વારા દીકરીની ઉંમર 18 વર્ષની થાય ત્યાં સુધીમાં કુલ રકમ ₹1,10,000 દીકરીના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.
આ આર્ટીકલ દ્વારા તમે જાણી શકશો કે વહાલી દિકરી યોજના નો લાભ મેળવવા માટેની પાત્રતા શું છે? કયા કયા દસ્તાવેજો ની જરૂરિયાત પડશે, અરજી કરવાની પ્રક્રિયા કેવી છે? યોજના અંતર્ગત કેટલો લાભ કેવી રીતે મળવાપાત્ર થશે? અને અન્ય વિગતવાર આ યોજના લગત માહિતી.
વહાલી દીકરી યોજના
- યોજનાનું નામ વહાલી દીકરી યોજના
- સહાયનું ધોરણ 1,10,000 રૂપિયા જે દીકરીની ઉંમર 18 વર્ષની થાય ત્યાં સુધીમાં ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે
- યોજનાનો હેતુ કન્યા બાળ જન્મને પ્રોત્સાહન આપવા અને નાણાકીય સહાય પૂરી પાડવા દીકરીના ભણતર અને લગ્ન માટે
- લાભાર્થીઓ 2 ઓગસ્ટ 2019 પછી જન્મ થયેલા દરેક ગુજરાતની દીકરીઓ
- અરજીનો પ્રકાર ઓફલાઈન ફોર્મ ભરવાનું થશે
- ઓફિસિયલ વેબસાઈટ https://wcd.gujarat.gov.in
યોજનાનો હેતુ
વહાલી દીકરી યોજનાનો ઉદેશ્ય દીકરી જન્મને પ્રોત્સાહન આપવા, દીકરીઓના શિક્ષણનું પ્રમાણ વધારવા, દીકરીઓનું ભવિષ્ય બચાવવા અને બાળ જન્મને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે આ યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ સરકાર દીકરીઓના માતા-પિતાને આર્થિક સહાય પૂરી પાડે છે, દીકરીના 18 વર્ષ પુરા થાય ત્યાં સુધીમાં તેના બેન્ક ખાતામાં એક લાખ દસ હજારની નાણાકીય સહાય પૂરી પાડવાની આ યોજના છે, જે કુલ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે.
પ્રથમ બે દીકરીઓ સુધી યોજનાનો લાભ મળવા પાત્ર છે.
- વહાલી દીકરી યોજના હેઠળ પરિવારની પ્રથમ અને બીજી દીકરીઓ ને પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે. ગુજરાત વહાલી દીકરી યોજના ચોક્કસપણે સ્ત્રીભૃણ હત્યા અટકાવશે, છોકરીઓના શિક્ષણને પ્રસ્તાહન આપશે અને ઉચ્ચ શિક્ષણ તેમજ દીકરીઓના લગ્ન માટે પૂરતી રકમ પૂરી પાડશે, મહિલા સશક્તિકરણ અંતર્ગત આ યોજના ખૂબ મોટો ભાગ ભજવશે.
સહાયની રકમ કેવી રીતે ચૂકવવામાં આવશે.
- વહાલી દિકરી યોજના અંતર્ગત ગુજરાતના કોઈપણ પરિવારમાં 2 ઓગસ્ટ 2019 બાદ જન્મ થયેલ દરેક દીકરીઓ (પરિવારની પ્રથમ અને બીજી બંને દીકરીઓ) ને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. આ યોજના અંતર્ગત દીકરીની ઉંમર 18 વર્ષની થાય ત્યાં સુધીમાં ત્રણ હપ્તામાં સહાયની રકમ ચૂકવવામાં આવશે જેમાં,પ્રથમ હપ્તો:- દીકરી પ્રથમ ધોરણમાં પ્રવેશ કરે ત્યારે 4,000 ના બોન્ડ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
- બીજો હપ્તો :- દીકરી નવમા ધોરણમાં પ્રવેશે ત્યારે 6000 રૂપિયાના બોન્ડ દીકરીના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.
- ત્રીજો હપ્તો :- દીકરીની ઉંમર 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ માટે તેમજ લગ્ન માટે એક લાખ રૂપિયાની સહાય દીકરીના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે. ( અગાઉ જમા કરવામાં આવેલ 4000 અને 6,000 અને 18 વર્ષે એક લાખ એમ ટોટલ ₹1,10,000 દીકરીના બેન્ક ખાતામાંથી રોકડ ઉપાડી શકાશે અને દીકરીના આગામી ભવિષ્ય માટે ઉપયોગમાં લઈ શકાશે )
વ્હાલી દીકરી યોજના હેઠળ પાત્રતાના નિયમો
- 2 ઓગસ્ટ 2019 બાદ જન્મ થયેલ પરિવારની પ્રથમ બે દીકરીઓને લાભ મળવા પાત્ર થશે
- દીકરીના જન્મ સમયે તેની માતાની ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ
- પરિવાર ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
- આવક મર્યાદાઆ યોજના હેઠળ લાભ મેળવવા માટે કુટુંબની વાર્ષિક આવક ₹2,00,000 થી વધુ હોવી જોઈએ નહીં.
આ યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- વહાલી દિકરી યોજના નો લાભ મેળવવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ ની જરૂર પડશેદીકરીના જન્મનું પ્રમાણપત્ર
- આવકનો દાખલો
- માતા પિતા ની ઓળખ નો પુરાવો
- વહાલી દિકરી યોજના નું ફોર્મ
- સેલ્ફ ડેકલેરેશન ફોર્મ
- બેંક ખાતાની પાસબુક
- ડોમીસાઈલ સર્ટિફિકેટ
- દીકરી અને વાલીના ફોટોગ્રાફ્
વહાલી દીકરી યોજના અંતર્ગત ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું
- ગુજરાત વહાલી દીકરી યોજના માટે અરજી ફોર્મ ઓનલાઇન પ્રક્રિયા દ્વારા અથવા ઓફલાઈન કરી શકાય છે
- માહિતી અનુસાર સરકાર દ્વારા ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે અરજીઓ સ્વીકારવામાં આવે છે
- વહાલી દીકરી યોજના લગત ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવાની થશે
- જેમાં અરજી ફોર્મ માં જરૂરી વિગતો ભરી ફોર્મ ને ઓનલાઈન સબમિટ કરવાનું થશે.
ઓફલાઈન અરજી કરવા માગતા ઉમેદવારો માટે
- વહાલી દીકરી યોજના ફોર્મ વિનામૂલ્ય ગ્રામ પંચાયત કચેરી, બાલ અધિકારીશ્રીની કચેરી, આંગણવાડી કેન્દ્ર તેમજ CDPO ઓફિસ ખાતેથી મેળવી શકાશે
- ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લાભાર્થીઓએ ગ્રામ પંચાયતમાં જઈ VCE ઓપરેટર પાસેથી ઓનલાઈન અરજી કરવાની રહેશે
- શહેરી વિસ્તારમાં રહેતા લોકોએ મામલતદાર કચેરી ખાતે જઈ ઓપરેટર પાસે ઓનલાઇન અરજી કરવાની થશે
- જરૂરી ડોક્યુમેન્ટ લગત ઓપરેટરને આપવાના રહેશે, ઓપરેટર તમને ઓનલાઇન અરજી ભરી આપશે (ઓનલાઇન અરજી ભરવા માટે તમારે ઓપરેટર ને કોઈપણ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં આ પ્રક્રિયા બિલકુલ ફ્રી રહેશે)
- ઓનલાઇન ફોર્મ ભર્યાની અરજી ઓપરેટર દ્વારા તમને આપવામાં આવશે તેને સાચવીને રાખો
- તમારુ ફોર્મ જમા કરાવ્યા બાદ વધુમાં વધુ 45 દિવસ રાહ જુઓ
- 45 દિવસમાં તમને જાણ કરવામાં આવશે તમારી અરજી મંજૂર થઈ છે કે રદ
- તમારી અરજી રદ કરવામાં આવી હોય તો ગ્રામ પંચાયત ખાતે VCE અથવા મામલતદાર કચેરી ખાતે જઇ અરજી રદ થવાનું કારણ જાણી જે વિગત અધુરી હતી તેને પરિપૂર્ણ કરી ફરીથી ફોર્મ ભરવાનું થશે.
સ્વ ઘોષણા પત્રક ભરવાનું થશે
- વહાલી દીકરી યોજનાનો લાભ મેળવવા માટે તમારે કોઈપણ જાતનું સોગંદનામુ કરવાની જરૂરિયાત રહેશે નહીં, સોગંદનામુ ની જગ્યાએ તમારે સ્વ ઘોષણાપત્રક ભરવાનું થશે, જેની પીડીએફ અહીં મૂકવામાં આવેલી છે. તમારે સ્વભોષણા પત્રક ની પ્રિન્ટ કઢાવી તેને ભરી આપવાનું રહેશે.
વધુ માહિતી માટે સંપર્ક કરો
- વહાલી દિકરી યોજના અંતર્ગત કોઈપણ વ્યક્તિને પૂછપરછ કરવી હોય અથવા તો યોજના લગત વધુ માહિતી મેળવવી હોય તો તમે તમારા નજીકના આંગણવાડી કેન્દ્ર, ગ્રામ પંચાયત કચેરી અથવા બાલ અધિકારીશ્રીની કચેરી નો સંપર્ક કરી શકો છો. આ ઉપરાંત તમે હેલ્પલાઈન નંબર પર 079-232-57942 કોલ કરી આ યોજના લગત તમે માહિતી મેળવી શકો છો.
મહત્વની લીંક
વહાલી દિકરી યોજના નું ફોર્મ ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
સ્વ ઘોષણાપત્રક ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે ઓફિસીયલ વેબસાઈટ પર જાઓ | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જાઓ | અહીં ક્લિક કરો |