Mahashivratri 2024: મહાશિવરાત્રી 2024 ના શુભ મુહૂર્ત જાણો: શિવભક્તોનો સૌથી મોટો તહેવાર એટલે મહાશિવરાત્રી. મહાશિવરાત્રીને ભોળાનાથ ના આશીર્વાદ મેળવવા માટે ખાસ દિવસ માનવામાં આવે છે. આ દિવસે શિવ ભક્તો શિવમય બની જાય છે. શિવની ભક્તિમાં ઓત પર્વત થઈ જાય છે, શિવાલયોમાં ભક્તો દર્શન માટે ઉમટી પડતા હોય છે, ત્યારે મહાશિવરાત્રી થોડા દિવસોમાં જ આવી રહી છે. તો ચાલો જાણીએ મહાશિવરાત્રી 2024 ક્યારે છે? મહાશિવરાત્રીના શુભ મુહર્ત વિશે અને શિવરાત્રીના દિવસે લાઈવ દર્શન કેવી રીતે કરી શકશો? તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
મહાશિવરાત્રી 2024
દર વર્ષે મહાશિવરાત્રી એ મહાવદ તેરસના દિવસે ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે મહાવદ તેરસનો દિવસ આઠ માર્ચના રોજ છે. જેથી આ વર્ષે મહાશિવરાત્રી આઠ માર્ચના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શિવ ભોળાનાથ ના આશીર્વાદ મેળવવા માટે લાખો લોકો શિવાલયોમાં ઉમટી પડતા હોય છે અને આ દિવસને ખાસ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. બીજી માન્યતા અનુસાર આ દિવસે બ્રહ્માથી રુદ્રના રૂપે અવતાર થયો હતો અને આ દિવસે મહાશિવરાત્રીને ઉજવવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ મહત્વનો તહેવાર ગણવામાં આવે છે. મહાશિવરાત્રી આ વર્ષે 8 માર્ચ અને શુક્રવારના દિવસે છે. આ દિવસને ભગવાન શિવજી અને માતા પાર્વતી માટે ઉજવવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર મહાશિવરાત્રીને મહાવદ તેરસના દિવસે ઉજવવામાં આવે છે અને એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવજી અને માતા પાર્વતી ના વિવાહ થયા હતા. મહાશિવરાત્રીના દિવસે ભગવાનના 12 જ્યોતિર્લિંગોનો પણ પ્રાગટ્ય થયું હતું. આ દિવસે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોના દર્શન કરવાનો ખાસ આધ્યાત્મિક મહત્વ રહેલું છે.
શિવભક્તો માટે મહાશિવરાત્રી ના દિવસે 12 મહા જ્યોતિર્લિંગના લાઈવ દર્શન કરવાની લાઈવ લિંક અહીં મૂકવામાં આવશે.
મહાશિવરાત્રી 2024 શુભ મુહર્ત
વર્ષ 2024 મહાશિવરાત્રી મહાવદ તેરસના દિવસે રાત્રે 9.57 પર મહાશિવરાત્રીની શરૂઆત થનાર છે અને સમાપન બીજા દિવસે સાંજે 6.17 વાગ્યે થશે. તીથી અનુસાર મહાશિવરાત્રી 8 માર્ચે જ યોજવામાં આવશે. મહાશિવરાત્રીની પૂજા નિશિતા કાળમાં જ કરવામાં આવશે.
- નિશિતા કાળ : 8 માર્ચ રાત્રે 12.5 થી લઈને 9 માર્ચ રાત્રે 12.56 સુધી રહેશે
- પહેલું શુભ મુહૂર્ત : આઠ માર્ચ સાંજે 6.25 મિનિટથી શરૂ થશે અને સમાપન રાત્રે 9.28 મિનિટ પર થશે
- બીજું શુભ મુહૂર્ત : આઠ માર્ચ રાત્રે 9.28 મિનિટે શરૂ થઈને સમાપન 9 માર્ચે રાત્રે 12.31 મિનિટ પર થશે
- ત્રીજું શુભ મહુર્ત : 9 માર્ચે રાત્રે 12 પોઇન્ટ 31 મિનિટથી શરૂ થશે અને સમાપન સવારે 3.34 મિનિટ સુધી રહેશે
- ચોથુ શુભ મુહૂર્ત : સવારે 3.34 મિનિટે લઈને સવારે 6.37 મિનિટ સુધી રહેશે.
મહાશિવરાત્રીના દિવસે આટલું જરૂર કરો શિવજી પ્રસન્ન થશે
મહાશિવરાત્રીના દિવસે ભોળાનાથને પ્રસન્ન કરવા માટે અને આશીર્વાદ મેળવવા માટે લોકો ખાસ ઉપાય કરતા હોય છે
- વ્યવહારિક જીવનમાં સમસ્યા : જે લોકોને વૈવિક જીવનમાં સમસ્યા હોય તેમણે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ વાડી તસવીરને પૂજા કરવાના સ્થાન પર લગાવવી અને આ તસવીરની નિયમિત પૂજા કરવી જેનાથી ભોળાનાથ ના આશીર્વાદ પ્રાપ્ત થશે સાથે સાથે ભગવાન શિવજીના મંત્રોનો જાપ પણ કરવો. દાંપત્ય જીવન સુખમય બની જશે.
- સમૃદ્ધિ મેળવવા માટે : મહાશિવરાત્રીના દિવસે લોકોએ ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ જેનાથી ભગવાન શિવજી પ્રસન્ન થશે અને તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે.
- સંતાન સંબંધીત સમસ્યા : જે લોકોને સંતાન સંબંધિત સમસ્યાઓ હોય તેમણે ભગવાન શિવજીના આશીર્વાદ મેળવવા માટે મહાશિવરાત્રીના દિવસે લોટથી 11 શિવલિંગ બનાવવી જોઈએ અને 11 વખત તેનો જણાવીશેક કરવો જોઈએ. આટલું કરવાથી સંતાન સંબંધી તો તમામ સમસ્યાઓનો નાશ થશે
- આર્થિક સમસ્યા: જીવનમાં આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે રોજ ભગવાન શિવજીની પૂજા કરો અને નિયમિત શિવલિંગ પર જળ ચઢાવો. નિયમિત આ પૂજા કરવાથી ભગવાન શિવજીના આશીર્વાદ મળશે અને આર્થિક સમસ્યાઓ કાયમ માટે દૂર થશે.
મહત્વની લીંક
હોમ પેજ | અહીં ક્લિક કરો |
હાલ ચાલતી તમામ સરકારી યોજનાઓ ની માહિતી માટે | અહીં ક્લિક કરો |
હાલ ચાલતી તમામ સરકારી ભરતીઓની માહિતી માટે | અહીં ક્લિક કરો |