Namo dron didi: નમો ડ્રોન દીદી: સરકાર આપે છે 15000 પગાર અને આઠ લાખની સહાય મહિલાઓને ઘરે બેઠા નોકરી. સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ નવી યોજના ડ્રોન દીદી યોજના એ મહિલાઓ માટે સૌથી મોટી યોજના છે. આ યોજના હેઠળ મહિલાઓ ઘરે બેઠા સારી કમાણી કરી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતા રમણે વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે ડ્રોન દીદી યોજના માટે મોટી જાહેરાત કરી હતી, સરકાર આ યોજના અંતર્ગત કરોડો રૂપિયાનું બજેટ જાહેર કર્યું છે. તેમણે આ યોજના માટે ફાળવણીમાં અઢી ગણો વધારો કર્યો છે. આ યોજનાનું ફોકસ ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓને સશક્ત અને આત્મા નિર્ભર બનાવવાનો છે. સરકારે નવો ડ્રોન દીદી યોજના હેઠળ ₹500 કરોડ રૂપિયા ની ફાળવણી કરી છે. આ યોજનાથી ગામડાની દરેક સ્ત્રીઓને ઘરે બેઠા ડ્રોન ચલાવવાની નોકરી આપવામાં આવી રહી છે અને મહિને 15 હજાર રૂપિયાનો પગાર અને આઠ લાખ રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે. નમો ડ્રોન દીદી યોજના હેઠળ કોણ ફોર્મ ભરી શકે? આ યોજનાનો લાભ કોને મળે? વગેરે તમામ માહિતી નીચે મુજબ છે.
ખેતીમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે ડ્રોન દીદી યોજના ની શરૂઆત.
સરકાર દ્વારા ખેતીમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી રહી છે. હવે કેન્દ્ર સરકારે કૃષિ મહિલાઓની આવક વધારવા માટે ડ્રોન દીદી યોજના શરૂ કરી છે. મોદી સરકાર દ્વારા 30 નવેમ્બર વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજનાની શુભ શરૂઆત કરવામાં આવેલી હતી. આ યોજના અંતર્ગત સરકારે આગામી કેટલાક વર્ષોમાં 1261 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને 15,000 મહિલા સ્વ સહાય જૂથોને ડ્રોન પ્રદાન કરવાનો નિર્ણય કર્યો છે. ખેતીમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે તેનાથી મહિલાઓ સશક્ત બની રહી છે આ ઉપરાંત તેનો પરિવાર પણ આર્થિક રીતે મજબૂત બની રહ્યો છે.
15 હજાર મહિલાઓને મળશે ડ્રોન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 30 નવેમ્બરે વીડિયો કોન્ફરન્સ દ્વારા ડ્રોન યોજનાની શરૂઆત કરવામાં આવી. આ દરમિયાન તેમણે વિકાસ ભારત સંકલ્પ યાત્રાના સહભાગીઓ સાથે પણ વાતચીત કરી હતી. ડ્રોન દીદી યોજના હેઠળ સરકારે અગામી કેટલા તો વર્ષોમાં 1261 કરોડ રૂપિયા ખર્ચે અને 15 હજાર મહિલા સ્વ સહાય જૂથોને ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે.
15 હજાર દર મહિને પગાર અને આઠ લાખની સહાય
નમો ડ્રોન દીદી યોજના દ્વારા ખાતર અને જંતુનાશક દવાના છંટકાવવામાં ખેડૂતોને મદદ કરશે. આ માટે મહિલાઓને લગભગ 15 દિવસો સુધી ટ્રેનિંગ આપવામાં આવશે. ડ્રોન ઉડાડવા માટે ડ્રોન પાયલટ અને કો પાયલેટને દર મહિને એક નિશ્ચિત રકમ આપવામાં આવશે. આ સિવાય મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમતના 80% અથવા વધુમાં વધુ 8 લાખ રૂપિયા આપવામાં આવશે. ડ્રોન દીદી યોજનામાં ઘણા ફાયદા થશે. આના દ્વારા મહિલાઓનો સશક્તિકરણ એ આ યોજનાની પ્રથમ પ્રાથમિકતા છે. આ યોજના તેમને આર્થિક રીતે સ્વતંત્ર બનાવશે. આ યોજનાથી કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધવાની અપેક્ષા છે યોજનાથી રોજગારીની તકો વધશે નમો ડ્રોન દીદી યોજના એ ભારત સરકારની મહત્વકાંક્ષી યોજના છે.
ખેતી માટે ડ્રોન નો ઉપયોગ.
એકા એક રોગચાળાને કારણે કોઈપણ પાક પર છંટકાવ કરવો અશક્ય હોય છે. પરંતુ હવે ડ્રો અને ટેકનોલોજીની મદદથી એક સમયે મોટા વિસ્તારમાં એકી સાથે છંટકાવ કરી શકાશે. આનાથી દવા અને સમય બંનેની બચત થઈ શકે છે. જ્યારે અગાઉના સમયમાં સમયના અભાવે ખેડૂતો દવાનો છંટકાવ કરી શકતા ન હતા જેના કારણે પાકમાં જીવાતો નો ઉપદ્રવ થતો હતો અને પાક બગડતો હતો પરંતુ હવે ડ્રોન દીદી યોજના દ્વારા ડ્રોનની મદદથી એક જ વારમાં વધુ એકરમાં એકીસાથે છંટકાવ કરી શકાશે. જંતુઓનો ઉપદ્રવ ઘટાડી શકાશે અને પાકને બગડતો અટકાડી શકાશે. તેથી ઉત્પાદકતામાં વધારો થશે.
મહિલાઓને તાલીમમાં શું શીખવાડવામાં આવશે.
નમો ડોન દીદી યોજના હેઠળ મહિલાઓને ડ્રોન ઉડાડવા ડેટા એનાલિસિસ કરવા અને ડ્રોનની જાળવણીની તાલીમ આપવામાં આવશે તેમને ડ્રોનનો ઉપયોગ કરીને વિવિધ કૃષિ કામગીરી માટે પણ તાલીમ આપવામાં આવશે તેમાં ખેતીના પાકની દેખરેખ જંતુનાશકો અને ખાતરોનો છંટકાવ અને બિયારણ ની વાવણીનો સમાવેશ થાય છે.
મહત્વની લીંક
હોમ પેજ | અહીં ક્લિક કરો |
મારુ ગુજરાત ભરતી ઓફીશીયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |