આવતીકાલે આખી દુનિયામાં એક કલાક સુધી અંધારું છવાઈ જશે: દુનિયાભરમાં શનિવારે 23 માર્ચ 2024 ના રોજ રાતના 8.30 કલાકે 9.30 કલાક સુધી અર્થ અવર મનાવવામાં આવશે. આ એક વૈશ્વિક અભિયાન છે. જે અંતર્ગત લોકોને એક કલાક માટે લાઈટ બંધ રાખીને ઉર્જા બચાવવાનો સંકલ્પ લે છે.
વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર સંસ્થા તરફથી દર વર્ષે દુનિયામાં અર્થ અવર નું આયોજન કરવામાં આવે છે. તે અંતર્ગત દુનિયાભરમાં કરોડો લોકો એક કલાક માટે લાઈટ બંધ રાખે છે. જેના કારણે તેને અર્થ અવર કહેવામાં આવે છે.
💥આને પણ વાંચો તમારા નામ ઉપર કેટલા સીમકાર્ડ થયેલ છે માહિતી તપાસો ઓનલાઇન
અભિયાન ની શરૂઆત
અર્થ અવર ની શરૂઆત 2007માં ઓસ્ટ્રેલિયા ના સીડની શહેરમાંથી થઈ હતી. ત્યારબાદ દુનિયાભરમાં એ એક લોકપ્રિય આંદોલન બની ગયું છે. 2023 માં 188 દેશો અને આ વિસ્તારના 190 મિલિયનથી વધારે લોકોએ અર્થ અવર માં ભાગ લીધો હતો. આ વખતે પણ આ તમામ દેશો હોંશે હોંશે આ અભિયાનમાં ભાગ લેશે.
અર્થ અવર અભિયાનમાં ભાગ લેવો
શનિવારના રોજ રાતના 8.30 વાગ્યાથી 9.30 વાગ્યા સુધી પોતાના ઘર દુકાન અને ઓફિસમાં લાઈટ બંધ રાખવી. મીણબત્તી દીવડો અથવા સૌર ઉર્જા થી ચાલતા લેમ્પનો ઉપયોગ કરો. પોતાના પરિવાર અને દોસ્તોને અર્થ અવરમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરો. સોશિયલ મીડિયા પર #EarthHour નો ઉપયોગ કરીને અભિયાનને આગળ વધારો.
💥આને પણ વાંચો whatsapp માં નંબર સેવ કર્યા વગર આ રીતે કરો ચેટ, આ ટ્રીક જાણવા માટે અહીં ક્લિક કરો.
23 માર્ચ 2024 ના રાત્રે છે અર્થ અવર અભિયાન
રાતના 8.30 વાગ્યાથી 9.30 વાગ્યા સુધી લાઈટ બંધ રાખવી. વધારેમાં વધારે ઝાડ લગાવવા જોઈએ. અર્થ અવર એક નાનું એવું કામ કરે છે . પણ તેના ફાયદા અઢળક છે. તે આપણને ઊર્જા બચાવવા, જળવાયું પરિવર્તનથી લડવા અને એક શાનદાર ગ્રહ બનાવવા માટે પ્રેરણા આપે છે. તેના આયોજનથી દુનિયાભરના લોકોને દરરોજ પ્રકૃતિથી થતા નુકસાન પ્રત્યે જાગૃત કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રકૃતિને થતા નુકસાનને રોકવા માટે પણ પ્રેરણા આપે છે.
💥આને પણ વાંચો આજથી શરૂ થયેલ આઈપીએલ 2024 ની તમામ મેચો મોબાઇલમાં ફ્રી જોવા માટે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો
અગત્યની લિંક
અન્ય માહિતી વાંચવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |