Voter ID Card: photo change prosess in voter id card. voters.eci.gov.in : ચૂંટણી કાર્ડમાં ફોટો બદલવાની પ્રોસેસ : ચૂંટણી કાર્ડ એ એક ખૂબ જ અગત્યનુ ડોક્યુમેન્ટ છે. ફોટો આઈડી પ્રૂફ છે. ભારતમાં ચૂંટણી પંચ દ્વારા જ્યારે કોઈપણ યુવા કે યુવતી 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે તેમને ચૂંટણી કાર્ડ પ્રદાન કરે છે. એટલે કે 18 વર્ષની ઉંમર પૂરી થતાં જ ચૂંટણી કાર્ડ માટે અપ્લાય કરવાનું થતું હોય છે. અને આ ચૂંટણી કાર્ડમાં આપણો ફોટો કેપ્ચર કરવાનો થતો હોય છે. અમુક સમયે વીતી ગયા બાદ દરેક વ્યક્તિને ચૂંટણી કાર્ડ અને આધારકાર્ડ વગેરે જેવા ગવર્મેન્ટ ડોક્યુમેન્ટમાં જે તે સમયે પાડવામાં આવેલ ફોટા ગમતા નથી. અહીં આપણે જાણીશું કે ચૂંટણી કાર્ડમાં ન ગમતા ફોટાને કેવી રીતે ચેન્જ કરી શકાય. તમારા મોબાઇલ કે કમ્પ્યુટર વડે તમારા ચુંટણીકાર્ડ માં ના ફોટા ને કેવી રીતે બદલવો તેની સંપૂર્ણ પ્રોસેસ આજે આપણે જાણવાના છીએ.
વર્ષ 2020 માં સરકારશ્રી દ્વારા ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે eEpic નામની ઓફિસિયલ વેબસાઈટ શરૂ કરવામાં આવેલી છે. આ વેબસાઈટ મારફતે તમે કલર કોપી ચૂંટણી કાર્ડ તમારા મોબાઇલમાં ડાઉનલોડ કરી શકો છો સાથે સાથે ચૂંટણી કાર્ડમાં કોઈપણ જાતનો ફેરફાર કરવો હોય અને ફોટાને બદલવો હોય તો તે પણ તમે કરી શકો છો. ઘણા લોકોને પોતાના ચૂંટણી કાર્ડ નો ફોટો અપડેટ કરવાની ઈચ્છા હોય છે પરંતુ ઓનલાઇન નો પ્રોસેસ ખ્યાલ ન હોવાથી અપડેટ કરાવી શકતા નથી. પરંતુ અહીં તમારા ચૂંટણી કાર્ડ ના ફોટા ને કેવી રીતે બદલવો તેની સંપૂર્ણ રીત નીચે મુજબ છે ધ્યાનથી વાંચો અને તમારા ચૂંટણી કાર્ડ ના ફોટા ને બદલો.
ચૂંટણી કાર્ડમાં ફોટો બદલવાની પ્રોસેસ
ચૂંટણી કાર્ડમાં ફોટો બે રીતે બદલી શકાય છે ઓનલાઇન અને ઓફલાઈન. આ બંને રીતે ફોટો અપડેટ કરવાની માહિતી નીચે મુજબ છે.
1)ઓનલાઇન પ્રોસેસ.
તમારા ચૂંટણી કાર્ડ નો ફોટો બદલવાની ઓનલાઈન પ્રોસેસ નીચે મુજબ છે.
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://voters.eci.gov.in/ પર જવું
- પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો. રજીસ્ટ્રેશન થતા આઈડી પાસવર્ડ જનરેટ થશે
- આઈડી અને પાસવર્ડ ની મદદથી લોગીન થવું
- લોગીન થતાં હોમ પેજ ખુલશે જેમાં પર્સનલ ડિટેલ્સમાં કરેક્શનનો ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરો
- હવે ફોર્મ નંબર 8 નો વિકલ્પ પસંદ કરો અને ફોર્મમાં જરૂરી માહિતી દાખલ કરો જેમાં રાજ્ય વિધાનસભા નું નામ જિલ્લાનું નામ વગેરે વિગતો સબમીટ કરો
- ત્યારબાદ તમારે વિવિધ વિગતો જેમાં તમારું નામ સિરીયલ નંબર ઓળખ કાર્ડ નંબર વગેરે વિગત દાખલ કરો.
- હવે નીચે સ્ક્રોલ ડાઉન કરો અને તમને કેટલાક સુધારા વિકલ્પો જોવા મળશે, જેમાં તમે ફોટો અપડેટ કરવા ઈચ્છતા હો તો ફોટો ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યારબાદ બ્લાઉઝ પર ક્લિક કરો અહીં તમે તમારો નવો ફોટો પસંદ કરી અપલોડ કરી શકો છો.
- ફોટો અપલોડ થઈ ગયા બાદ વિવિધ વિગતો જેમાં મોબાઈલ નંબર ઇમેલ આઇડી સ્થળ વગેરે વિગતો દાખલ કરવાનું સૂચવશે.
- તમામ વિગતો ભરાઈ ગયા બાદ કેપ્ચા કોડ દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો
- અરજી ફોર્મસ સબમિટ થઈ ગયા બાદ રેફરન્સ આઈડી નંબર જનરેટ થશે તેને સાચવીને નોંધો.
આ રેફરન્સ નંબરની મદદથી તમે તમારા અરજી નું સ્ટેટસ તપાસી શકો છો એપ્લિકેશન ઓનલાઇન સબમેટ કર્યા બાદ તમારા મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી પર મેસેજ આવશે. તમે 30 દિવસ બાદ અથવા જ્યારે આગામી ચૂંટણી હોય ત્યારે મતદાન આઈડી કાર્ડમાં અપડેટ થયેલ ફોટો જોઈ શકશો.
2)ઓફલાઈન પ્રોસેસ
- ચૂંટણી કાર્ડ નો ફોટો અપડેટ કરવા માટે તમે ઓફલાઈન પ્રોસેસ પણ કરી શકો છો.
- આ માટે તમારે તમારા વિસ્તારના બીએલઓ પાસે જવાનું રહેશે.
- ખાસ કરીને જ્યારે મતદાન યાદી સુધારણા કાર્યક્રમ ચાલતો હોય ત્યારે ખાસ ઝુંબેશના દિવસો દરમિયાન તમારા વિસ્તારના ચૂંટણી બુથ લેવલ ઓફિસર બીએલઓને મળીને ત્યાં તમારું ચૂંટણી કાર્ડ ની વિગતો અને પાસપોર્ટ સાઇઝ નો ફોટો આપવાથી ફોર્મ નંબર 8 ભરી મતદાન યાદીમાં ફોટો અપડેટ કરાવી શકાય છે.
મહત્વની લીંક
ઓનલાઇન ચૂંટણી કાર્ડમાં ફોટો બદલવા માટે | અહીં ક્લિક કરો |
NVSP ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
બીજી વિનંતી : ખૂબ જ ઉપયોગી માહિતી હોય જેથી આ મેસેજ તમારા દરેક ગ્રુપમાં વધુને વધુ આગળ શેર કરો.