જૂનાગઢ મહાશિવરાત્રી મેળો: ભવનાથની તળેટીમાં દર વર્ષે શિવરાત્રીનો મહા મેળો યોજાયું છે. નાગા સાધુઓની રવેડી જોવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર વર્ષે ઉમટી પડતા હોય છે. આ વર્ષે શિવરાત્રી 8 માર્ચ 2024 ના રોજ છે. શિવરાત્રીના મેળાની શરૂઆત આવતીકાલથી પાંચ માર્ચથી થાય છે. અહીં ઉલ્લેખનીય છે કે ભવનાથમાં અનાદિકાળથી મહાશિવરાત્રી મેળા નું આયોજન કરવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના સમયમાં પણ મહાશિવરાત્રીના દિવસે મેળા નું આયોજન કરવામાં આવતું હતું, આ મેળામાં દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ અહીં આવે છે. મહાશિવરાત્રીના દિવસે રાત્રે નાગા સાધુઓની રવેડી નીકળે છે તે જોવાનો લહાવો અનેરો છે. માન્યતા અનુસાર મહાશિવરાત્રીના દિવસે નાગા સાધુઓની રવેડી મર્કીકુંડમાં નહાવા પડે છે તેમાંથી સિદ્ધ સાધુઓ પાછા બહાર નીકળતા નથી.
મહાશિવરાત્રીના મેળાને લઈને ધીમે ધીમે સમગ્ર દેશમાંથી નાગા સાધુઓ સન્યાસી ગિરનારની તળેટી તરફ આવી રહ્યા છે, જુનાગઢ ભવનાથની તળેટીમાં હવે પાંચ દિવસ સુધી નાગા સાધુઓ ધૂણી ધખાવીને અનેરો આનંદ લેશે. ભોળાનાથ ની આરાધના કરતા જોવા મળશે, જૂનાગઢની તળેટીમાં ભજન ભોજન અને ભક્તિનો એવો ત્રિવેણી સંગમ મહાશિવરાત્રીના મેળામાં જોવા મળશે.
નાગા સાધુઓનું આગમન.
મહાશિવરાત્રીના મેળામાં ભવનાથની તળેટી શિવમય બની જતી હોય છે. ભારતીય પંચાંગ અનુસાર મહાવદ નોમના દિવસે ભવનાથ મહાદેવ પર ધ્વજારોહણ કરીને મહાશિવરાત્રીના મેળાની શુભ શરૂઆત કરવામાં આવતી હોય છે. પાંચ દિવસ ચાલતા આ મેળાના અંતે શિવરાત્રીના દિવસે ભવનાથમાં આવેલા મૃગી કુંડમાં નાગા સન્યાસીઓ દ્વારા મધ્યરાત્રીએ સ્નાન પૂર્ણ થયા બાદ શિવરાત્રી મેળાની વિધિ વાંચતા રીતે પૂર્ણાહુતિ કરવામાં આવતી હોય છે.
આને પણ વાંચો વિશ્વના સૌથી અમીર માણસ બિલ ગેટ્સ ભારતની મુલાકાતે, લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત.
નાગા સાધુઓને સમર્પિત છે આ મેળો.
મહાશિવરાત્રી 2024 ભવનાથની ગીરી તળેટીમાં આયો ચેતન મહાશિવરાત્રી મેળો નાગર કન્યાસીઓને સમર્પિત હોય છે, હવે ધીમે ધીમે ભારત વર્ષમાંથી નાગાસન્યાસીઓ આ તળેટી તરફ આવતા જોવા મળી રહ્યા છે. ભવનાથની તળેટીના ખૂણે ખૂણે નાગા સાધુઓ પોતાનો ધૂણો ધખાવીને શિવની ભક્તિ કરતાં જોવા મળે છે.
ધાર્મિક લોકવાયકા
મહાશિવરાત્રીના મેળા સાથે અનેક ધાર્મિક લોકવાયકા જોડાયેલી છે. પરિવારમાં નાગાસન્યાસીઓને સૈનિક તરીકે પૂજવામાં આવે છે. એવું કહેવાય છે કે સનાતન ધર્મની પરંપરા અનુસાર મહાશિવરાત્રીના આ પાવન દિવસોમાં દેવાથી દેવ મહાદેવ નાગા સાધુઓના સ્વરૂપમાં ભવનાથની તળેટીમાં રૂબરૂ હાજર હોય છે. હાથે શિવરાત્રીના મેળા નું ધાર્મિક મહત્વ આદિ અનાદિકાળથી રહેલું છે.
લોક ડાયરા નો અનેરો ઉત્સવ
ગરવા ગિરનારની ગોદમાં ગુજરાતનો સૌથી ઊંચો પર્વત જે સિદ્ધ ચોરાસી નું સ્થાનક છે અહીં ગિરનારમાં સાધુ સંતોની હાજરીમાં મહાશિવરાત્રીનો મેળો છે જે આવતીકાલથી એટલે કે પાંચ માર્ચ 2024 થી 8 માર્ચ 2024 દરમિયાન પાંચ દિવસે મેળા નું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોક ડાયરાઓ સાથે સંતવાણી નો કાર્યક્રમ દર વર્ષે યોજાતો હોય છે.
મહાશિવરાત્રી મેળો 2024 યોજાનાર કાર્યક્રમ.
તારીખ | સમય | કલાકાર |
05-03-2024 | સાંજે 7:00 કલાકે | ▪️ સાયરામ દવે ▪️ ગીતા રબારી ▪️ શિવરાજ વાળા |
06-03-2024 | સાંજે 7:00 કલાકે | ▪️ કિર્તીદાન ગઢવી ▪️ અનુદાન ગઢવી ▪️ જીતુ દાદા ▪️ જગદીશ માહેર |
07-03-2024 | સાંજે 7:00 કલાકે | ▪️ ભૂમિ ત્રિવેદી ▪️ અનિરુદ્ધ આહિર ▪️ દીપક જોષી ▪️દિવ્યેશ જેઠવા |
મહત્વની લીંક
જુનાગઢ મહાશિવરાત્રી મેળો સંપૂર્ણ કાર્યક્રમ | અહીં ક્લિક કરો |
શિવરાત્રી મેળો લાઈવ જોવા માટે | અહીં ક્લિક કરો |
નાગા સાધુઓની મહા રવેડી લાઈવ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
નોંધ : દર વર્ષે જુનાગઢ મેળાના તમામ પ્રોગ્રામ લાઈવ મૂકવામાં આવતા હોય છે. ઉપર આપેલા લિંક પર અમે તમામ પ્રોગ્રામ લાઈવ મૂકીશું, તમે અહીંથી લાઈવ જૂનાગઢના મેળા ને નિહાળી શકશો. આ ઉપરાંત નાગા સાધુઓને નીકળતી મહા રવેડી ને લિંક પણ અમે અહીં લાઈવ મૂકીશું. તમારા દરેક મિત્રો સગા સંબંધીઓ અને તમારા દરેક ગ્રુપમાં આ મેસેજ આગળ શેર કરજો.