Kesar mango : ફળોનો રાજા ગણાતા કેસર કેરીનું ગોંડલ માર્કેટ યાર્ડમાં આગમન થયું છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીમાં બેસ્ટ ગણાતી તાલાળા ગીરની કેરીનું આગમન થયું છે. હરાજીમાં 10 કિલો કેરીના ભાવ 1900 થી 3000 રૂપિયા બોલાયા છે. સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશ જોવા મળ્યા હતા. જોકે આ વખતે કેસર કેરીની સીઝનનો ગોંડલમાં એક સપ્તાહ મોડો પ્રારંભ થયો છે. કેસર કેરીમાં પ્રખ્યાત ગણાતી તાલાળા ગીરની કેરીનું આગમન થયું છે.
આને પણ વાંચો તમારા કોઈપણ બેંક એકાઉન્ટમાં કેટલુ બેલેન્સ છે, મીની સ્ટેટમેન્ટ વગેરે માહિતી માટે આ એપ ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો
10 કિલો કેરી ના ભાવ 1900 થી 3 હજાર રૂપિયા બોલાયા
ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. ઉના પંથકથી પ્રથમ વખત કેસર કેરી માર્કેટયાર્ડમાં આવી છે. સીઝનની પ્રથમ કેસર કેરીના 200 બોક્સ માર્કેટ યાર્ડમાં આવતા હરાજી કરવામાં આવી હતી જેમાં કેસર કેરીનો 1900 રૂપિયાથી 3000 રૂપિયા ભાવ બોલાયો હતો. ગયા વર્ષ કરતાં ખેડૂતોને કેસર કેરીના ભાવ સારા મળી રહ્યા છે. ગત વર્ષની વાત કરીએ તો 10 કિલો કેરીના બોક્સનો ખેડૂતોને 1800 થી 2100 ભાવ મળ્યો હતો. તેની સરખામણીએ આ વર્ષે સારા ભાવ મળી રહ્યા છે. કેસર કેરીનો સારો ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
💥આને પણ વાંચો મફત વીજળી યોજના હેઠળ કેટલી સબસીડી મળશે, સંપૂર્ણ માહિતી વાંચવા અહીં ક્લિક કરો
ગયા વર્ષની સરખામણીએ સારા ભાવ મળી રહ્યા છે
ગોંડલ માર્કેટ યાર્ડમાં સિઝનના પ્રારંભે તાલાળા ગીરની પ્રખ્યાત ગણાતી કેસર કેરી આવી પહોંચી છે. આ કેરીના આગમણથી કેરીની સીઝનની શરૂઆત પણ થઈ ગઈ છે. સીઝનની પ્રથમ કેસર કેરી આવતાની સાથે કેરીના 200 બોક્સ માર્કેટ યાર્ડમાં આવ્યા હતા જેથી હરાજી કરવામાં આવી હતી. હરાજીમાં કેસર કેરીના 10 કિલોના બોક્સના ભાવ રૂપિયા 1900 થી લઈને 3000 સુધીના બોલાયા હતા. ગોંડલ માર્કેટ યાર્ડમાં દર વર્ષની કેસર કેરીની સીઝનના પ્રારંભમાં માર્કેટયાર્ડમાં કેસર કેરીનું આગમન એક સપ્તાહ જેટલું મોડું થયું છે. ગોંડલ માર્કેટ યાર્ડ એ સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટયાર્ડ છે. આજરોજ આ માર્કેટયાર્ડમાં કેસર કેરી પહોંચી હતી હવે આવનાર દિવસોમાં ગુજરાતના તમામ માર્કેટયાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થશે અને કેરીની આવક ધીમે ધીમે વધશે. આ માર્કેટ યાર્ડમાં જેમ જેમ કેસર કેરીની આવક વધશે તેમ તેમ તેનો આગળ નિકાસ કરવામાં આવશે.
💥આને પણ વાંચો પીએમ કિસાન યોજના નો 2000 નો હપ્તો તમારા ખાતામાં જમા ના થયો હોય તો આ નંબર પર ડાયલ કરો. જાણો સંપૂર્ણ માહિતી અહીં ક્લિક કરો.
સુરત માર્કેટ યાર્ડમાં રત્નાગીરી હાફુસ કેરીનું આગમન.
મહારાષ્ટ્રના રત્નાગીરીની જાણીતી હાફૂસ કેરી સુરત માર્કેટ યાર્ડમાં આવી ગઈ છે. સુરત માર્કેટ યાર્ડમાં રત્નાગીરીની હાફૂસ કેરીના ભાવ 120 થી લઇ 150 રૂપિયા બોલાયો હતો. બજારની વાત કરીએ તો માર્કેટ યાર્ડમાં જેટલી આવક થાય છે તેનાથી ત્રણ ગણી કેરી શહેરમાં વિવિધ બજારો માં વેચાતી હોય છે. મોટાભાગે વલસાડી હાફૂસ કેસર અને રાજાપુરી સહિત દક્ષિણ ગુજરાતની સ્થાનિક કેરીઓ વહેંચાય છે. ઉનાળાની શરૂઆત પહેલા જ બહારના રાજ્યોમાંથી કેરીનું આગમન શરૂ થઈ ગયું છે. રત્નાગીરી વિસ્તાર એ દરિયાકાંઠાનો અને પહાડી વિસ્તાર છે. આ વિસ્તારમાં કેરીની સીઝન વહેલી શરૂ થતી હોય છે. શરૂઆતમાં કેરીના ભાવ ખૂબ ઊંચા હોય છે. નોંધનીય છે કે કેરીનો સ્વાદ આ વખતે થોડો મોંઘો પડી શકે છે. જેમ જેમ માર્કેટમાં કેરીની આવક વધશે તેમ તેમ ધીમે ધીમે કેરીના ભાવમાં પણ ઘટાડો જોવા મળશે.
અગત્યની લીંક
અન્ય માહિતી વાંચવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |