WhatsApp ગ્રૂપમાં જોડાવો!

3500 રૂપિયાની કંકોત્રી ની આ બજારમાં છે ખૂબ માંગ, જાણો આ કંકોત્રીને ખાસિયત.

3500 રૂપિયાની કંકોત્રી: હાલ લગ્નની સીઝન ચાલી રહી છે, જામનગરમાં એક જગ્યાએ મીંઢોળ થી લઇ લગ્નની તમામ વસ્તુઓ મળી રહે છે આ લવલી કાર્ડ મોલ જગ્યાની ખાસ વાત એ છે કે અહીં આઠ રૂપિયાથી લઈ ₹3,500 સુધીની કંકોત્રી વેચાઈ રહી છે.

આને પણ વાંચો તમારા મોબાઇલ દ્વારા આયુષ્માન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું જાણો સંપૂર્ણ પ્રોસેસ. અહીં ક્લિક કરો

હાલ સમગ્ર રાજ્યમાં જોરશોર થી લગ્નની સિઝન ચાલી રહી છે. યજમાન પરિવારના આંગણે લગ્ન હોય તે ખરીદી માટે લવલી કાર્ડ મોલ માં આવતા હોય છે, જામનગરમાં આ લવલી કાર્ડ મોલ આવેલો છે જે લગ્ન પ્રસંગની ખરીદી માટે ખૂબ જ પ્રખ્યાત છે. કારણકે આ એક જ સ્થળે લગ્નના મીંઢોળ થી લઇ કપડાં કંકોત્રી છાબ રિટર્ન ગિફ્ટ કવર બધું જ મળી રહે છે. અહીં આઠ રૂપિયાથી માંડી 500 રૂપિયા સુધીની કંકોત્રી ની અલગ અલગ અઢળક વેરાઈટીઓ જોવા મળી રહે છે. ખાસ વાત તો એ છે કે ₹3,500 ની કિંમતની પણ કંકોત્રીની જામનગરની બજારમાં ખૂબ મોટી માંગ વધી રહી છે. વધુમાં આ કંકોત્રી ઓર્ગેનિક છે, જે બીજ ની બનાવવામાં આવે છે, લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ આ કંકોત્રી પર પાણી છટકાવ કરવાથી તેમાં છોડ ઊગી નીકળે છે. હાલ આ કંકોત્રી લોકોને ખૂબ પસંદ આવી રહી છે.

આને પણ વાંચો : ઈ-શ્રમ કાર્ડ ના ફાયદા જાણો, તેમજ ઈ શ્રમ કાર્ડ કોણ કઢાવી શકે અને તેની પ્રોસેસ શું છે વગેરે તમામ માહિતી. વાંચો અહીં ક્લિક કરો

₹3,500 ની કંકોત્રીની ખાસિયત

લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે યજમાન પરિવાર મહેનત કરતો હોય છે. ત્યારે આવા મંગલ પ્રસંગની યાદી રૂપે જામનગરમાં લવલી કાર્ડ દ્વારા ₹3500 ની કિંમતની ખાસ કંકોત્રી બનાવવામાં આવી છે. આ કંકોત્રી ખૂબ જ આકર્ષક છે અને હિન્દુ ધર્મના મોટા ગણાતા દુંદાળા દેવ ગણેશજીની નાની મૂર્તિ કંકોત્રીમાં મૂકવામાં આવી છે.

સાથે સાથે આ કંકોત્રીમાં ખાસ સ્ટોન અને હીરા પણ મૂકવામાં આવ્યા છે. મંદિરની કલાકૃતિ સમાન આ કંકોત્રી સગા સંબંધીઓ પણ પોતાના ઘરે કાયમી માટે સાચવી રાખી શકે તેવી છે. અને વધુ તેમજ પરિવારજનોના નામ લખાયેલા છે અને કંકોત્રી નહીં પણ મંદિર જ તેની બનાવટ છે. ખાસ આ કંકોત્રીને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય તેવી રીતે તૈયાર કરવામાં આવી છે.

આને પણ વાંચો ધોરણ છ અને નવ માટે નવી શિષ્યવૃત્તિ જાહેર. જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રોસેસ

આ કંકોત્રીને ઓપન કરતાં ઉપરના ભાગે અરીસો જોવા મળે છે તેમાં બે કાર્ડ બે ઝાર પણ હોય છે. આ સિવાય કસ્ટમર ના કહેવા મુજબ કંકોત્રી મોડીફાઇ કરી શકાય છે.

બોક્સ કંકોત્રી

આ કંકોત્રીને ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવેલી છે. જે મરૂન કલરમાં ખૂબ જ સુશોભિત થઈ રહી છે. ચોરસ મોટા બકસા જેવી આ કંકોત્રીને ડિઝાઇન તૈયાર કરવામાં આવેલી છે. ઉપરની સાઈડ એક હેન્ડલ તરીકે તેને ઉપાડવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. હાથમાં કંકોત્રી ઉપાડીને જતા હોય તો એવું લાગે જાણે મેકઅપનો મોટો બોક્સ હોય. ડિઝાઇન વાઇસ ખૂબ જ સરસ તૈયાર કરવામાં આવેલી છે. બકસાને ઓપન કરતા ત્રણેય સાઈડ માંથી ખુલી જાય છે અને અંદર ગણપતિજીની સરસ મોટી મૂર્તિ વચમાં બેસાડવામાં આવેલી જોવા મળી રહી છે. જો તમારા ઘરે અથવા તો સદા સંબંધમાં લગ્ન પ્રસંગ હોય તો અવશ્ય આ મોલની મુલાકાત લેવી જોઈએ અને આ કંકોત્રીને જોવી જોઈએ.

મહત્વની લીંક

અન્ય ન્યુઝ વાંચવા માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટે હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!