બિલ ગેટ્સ ઓફ યુનિટી ની મુલાકાત લીધી: માઈક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સ આજકાલ ભારતની મુલાકાતે છે. ગુજરાતના મહેમાન બનતાની સાથે જ સૌપ્રથમ તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત કરી હતી. એન્જિનિયરિંગ માર્બલ એવા સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા અને સરદાર સરોવર નર્મદા ડેમ નિહાળી તેઓ અચંબીત થઈ ગયા હતા. બિલ ગેટ્સ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં થયેલ આદિજાતી વિકાસ મહિલા સશક્તિકરણ અને આર્થિક વિકાસની સરાહના પણ કરી હતી.
એકતા નગરમાં હેલીપેડ ખાતે ઉતરી બિલ ગેસ્ટ સીધા જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે રોકવે પરથી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નીચે પોતાની તસવીરો પણ ખેંચાવી હતી. બાદમાં બિલ ગેટ્સ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શન ખંડ ની મુલાકાત લેવામાં આવી. અહીં ગાઈડ દ્વારા બિલ ગેટ્સને આ પ્રતિમાનું નિર્માણ કેવી રીતે કરવામાં આવ્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સંકલ્પથી સમગ્ર દેશમાં કેવી રીતે ખેત ઓજારો એકત્ર કરવામાં આવ્યા હતા તે સહિતને તમામ રસપ્રદ માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત આઝાદી બાદ દેશી રજવાડાઓના વિલીનીકરણમાં સરદાર સાહેબની ભૂમિકા અંગે ની વિગતવાર ગાથા પણ ગાઈડ દ્વારા બિલ ગેટ્સને વર્ણવવામાં આવી હતી. ત્યારબાદ તેઓએ ગેલેરીમાં જય ત્યાંથી સરદાર સરોવર ડેમનો અદભુત નજારો નિહાળ્યો હતો. આ ડેમના નિર્માણથી ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને મળતા પાણી અને વિદ્યુત ઊર્જાના ઉત્પાદનની સંપૂર્ણ જાણકારી ગાઈડ દ્વારા બિલ ગેટ્સને આપવામાં આવી હતી.
બિલ ગેટ્સ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત પોથી ( વિઝીટ book ) માં નોંધ પણ કરી હતી. તેમણે વિઝીટ બુકમાં નોંધ્યું છે કે ” અદભુત ઇજનેરી કૌશલ્ય! બહુ જ સુંદર! સરદાર પટેલને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ! મહેમાનગતિ માટે આભાર! આ સરખાવતી મહેમાનની સૌથી રસપ્રદ મુલાકાત આરોગ્ય વન ખાતેની બની રહી હતી. ત્યાં મહિલા સખી મંડળો દ્વારા ચલાવવામાં આવતા સ્ટ્રોલની મુલાકાત પણ બિલ ગેટ દ્વારા લેવામાં આવી હતી. અહીં વાંસની બનાવટ, આયુર્વેદિક દવાઓ, વન ઉત્પાદનોના વેચાણ થકી પગભર થયેલ મહિલાઓ સાથે તેમણે સંવાદ પણ કર્યો હતો. આરોગ્ય વન ખાતે સખી મંડળ દ્વારા ચલાવવામાં આવતા કાફેટેરિયામાં મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલ ગુજરાતી વ્યંજનો ખીચું ગોટા થેપલા લાડુ વગેરે બિલ ગેટ્સને પીરસવામાં આવ્યા હતા. અહીં તેમણે પિંક ઓટોની મહિલા વાહન ચાલકો સાથે પણ વાત કરી હતી.
આ વેળાએ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, SSNL વહીવટી સંચાલક મુકેશપુરી, SOU CEO ઉદીત અગ્રવાલ, કલેકટર શ્રી શ્વેતાબેન ટેવટીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ, અધિક કલેક્ટર ગોપાલ બામણીયા અને નારાયણ માધુ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વની લીંક
સ્ટેચ્યુ ઓફ યુનિટી 360 ડિગ્રી વ્યુ વિડિઓ જુઓ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે હોમ પેજ પર જવા | અહીં ક્લિક કરો |