મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2025 : ભારતમાં કાયદા અનુસાર દરેક વ્યક્તિ 18 વર્ષથી ઉપરની ઉંમર થાય એટલે વોટર આઇડી કાર્ડ બનાવવા માટે લાયક ગણાય છે. અને વકતો વખત સરકારશ્રી દ્વારા ઝુંબેશ રૂપે વોટર આઇડી કાર્ડ બનાવી 18 વર્ષથી ઉપરની ઉંમરના નવા વોટર આઇડી કાર્ડ આપવામાં આવતા હોય છે. કોઈપણ કારણોસર સ્થળાંતર કરતા લોકોને નવું ચૂંટણી કાર્ડ સુધારા વધારા કરીને આપવામાં આવતું હોય છે. અને જે તે વિસ્તારની મતદાન યાદીમાં આ વ્યક્તિનું નામ એડ કરવામાં આવતું હોય છે. મત આપવા માટે નો આ એક આધાર પુરાવો છે. વોટર આઇડી કાર્ડ વગર કોઈપણ વ્યક્તિ મતદાન કરી શકે નહીં. આજના ઝડપી અને આધુનિક યુગમાં દરેક લોકોને સમયની બચત કરવી હોય છે અને લાંબી લાઈનોમાં ઊભું રહેવું શક્ય નથી માટે સરકારશ્રી દ્વારા 2022 થી ઓનલાઈન ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવાની પહેલ શરૂ કરવામાં આવી છે. હવે દરેક વ્યક્તિ પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા પોતાની જાતે નવું ચૂંટણી કાર્ડ બનાવી શકે છે પોતાના ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા કરી શકે છે ચૂંટણી કાર્ડમાં પોતાનો ફોટો બદલી શકે છે અને રંગીન કલર વાળું ચૂંટણી કાર્ડ પોતાની જાતે ડાઉનલોડ કરી શકે છે. આ આર્ટીકલ દ્વારા તમે જાણશો કે તમારી જાતે મોબાઇલ કે કમ્પ્યુટર દ્વારા તમારે રંગીન ચૂંટણી કાર્ડને કેવી રીતે ડાઉનલોડ કરવું.
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ : માર્ગદર્શક વિડિયો અહીં ક્લિક કરો
e Epic સુવિધા
વર્ષ 2022 માં ભારતીય ચૂંટણી પંચ દ્વારા પહેલી ફેબ્રુઆરીના રોજ વોટર આઇડી કાર્ડને ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે eEpic નામની નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા દ્વારા તમે તમારું વોટર આઇડી નંબર દાખલ કરીને ઘરે બેઠા ઓનલાઇન ચૂંટણી કાર્ડને તમારા મોબાઇલ કે કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી શકો છો. અને આ વોટર આઇડી કલર ડાઉનલોડ થશે જેને તમે પ્રિન્ટ આઉટ મેળવી અથવા તો pvc કાર્ડ બનાવીને રાખી શકો છો. અને આ સરકાર માન્ય ડોક્યુમેન્ટ છે.
ઘરે બેઠા મતદાન યાદીમાં તમારું નામ ચેક કરવા માટે
ચૂંટણી કાર્ડ અને ડાઉનલોડ કરવાની પ્રોસેસ
સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલી નવી સુવિધા માં ચૂંટણી કાર્ડને ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય છે આ ઉપરાંત ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા પણ કરી શકાય છે અને તેમાં એડ્રેસ ફેરફાર અને ફોટો ફેરફાર પણ કરી શકાય છે. તેના માટે તમારે નીચે આપેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ અને જરૂરી માહિતી અનુસાર ને ફેરફાર કરવાનો રહેશે.
ચૂંટણીકાર્ડને ઓનલાઈન ડાઉનલોડ કરવાની રીત નીચે મુજબ છે
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://voters.eci.gov.in/ પર જવું
- આ વેબસાઈટમાં પહેલીવાર જ આવેલ હોય તો તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું થશે.
- રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારા મોબાઈલ નંબર અને પાસવર્ડ ની મદદથી લોગીન થવું
- લોગીન થયા બાદ તમને ડાઉનલોડ eEpic ઓપ્શન દેખાશે.
- જેમાં તમારા વોટર આઇડી નંબર દાખલ કરી રાજ્ય પસંદ કરી સર્ચ કરવાનું રહેશે.
- જેમાં ચૂંટણી કાર્ડ ની માહિતી જોવા મળશે તેની નીચે send otp પર ક્લિક કરો.
- રજીસ્ટર મોબાઈલ નંબર પર એક otp મળશે જેને દાખલ કરી આગળ વધો.
- નીચે કેપ્ચા કોડ આપેલો હશે તેને દાખલ કરો અને download એપિક વિકલ્પ પર ક્લિક કરો.
- તમારા મોબાઇલ લેપટોપ કે કમ્પ્યુટરમાં તમારું ચૂંટણી કાર્ડ કલર કોપીમાં પીડીએફ ડાઉનલોડ થશે.
- તેની પ્રિન્ટ મેળવો અથવા પીવીસી કાર્ડ બનાવીને સાચવી રાખો.
મહત્વની લીંક
તમારું નામ મતદાન યાદીમાં ચેક કરવા માટે | અહીં ક્લિક કરો |
ડિજિટલ ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |