ઈ-શ્રમ કાર્ડ ફ્રી બનાવો અને મેળવો બે લાખનો વીમો: અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોને આર્થિક સુરક્ષા પ્રદાન કરવાના હેતુથી સરકાર દ્વારા વર્ષ 2020 માં એક યોજના શરૂ કરવામાં આવેલી હતી. જેનું નામ છે ઈ શ્રમ કાર્ડ યોજના. આ યોજનાને શ્રમિકો તરફથી ખૂબ જ મોટો રિસ્પોન્સ મળ્યો છે અને અત્યાર સુધીમાં કુલ 29 કરોડ શ્રમિકો દ્વારા ઈ-શ્રમ કાર્ડ કઢાવવામાં આવ્યા છે. જે શ્રમિકો દ્વારા આ કાર્ડ કઢાવવામાં આવ્યું છે અને જેમની પાસે આ કાર્ડ છે તેમને આર્થિક મદદની સાથે સાથે સરકારશ્રી દ્વારા બે લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ ફ્રીમાં આપવામાં આવે છે.
ઈ-શ્રમ કાર્ડ ધારકને મળતા લાભ.
જે શ્રમિકો દ્વારા આ કાર્ડ કાઢવામાં આવ્યું છે તેમને સરકારશ્રી દ્વારા આર્થિક સહાય કરવામાં આવે છે ઉપરાંત બે લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ ફ્રીમાં આપવામાં આવે છે. તદ ઉપરાંત આ યોજના અંતર્ગત કઢાવેલા ઈ-શ્રમ કાર્ડધારકોને નીચે મુજબની યોજનાઓનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે.
- પ્રધાનમંત્રી શ્રમયોગી માન ધન યોજના
- પ્રધાનમંત્રી આવાસ યોજના
- પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
- રાષ્ટ્રીય સામાજિક સહાયતા યોજના
- સ્વરોજગાર કરવા માટે રાષ્ટ્રીય પેન્શન યોજના
- અટલ પેન્શન યોજના
- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના
- આયુષ્માન ભારત યોજના
- પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના
- પ્રધાનમંત્રી રોજગાર સૃજત યોજના
ઈ-શ્રમ કાર્ડ કોણ કઢાવી શકે?
- અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરનાર કોઈપણ શ્રમિક
- જેમની ઉંમર 16 વર્ષથી 59 વર્ષની વચ્ચે હોય
- કોઈપણ દુકાન માં કામ કરનાર નોકર
- સેલ્સમેન
- હેલ્પર
- ઓટોરિક્ષા ચાલક
- ડ્રાઇવર
- પંચર બનાવનાર
- ડેરી વાળા
- પશુપાલક
- પેપર હોકર
- ભઠ્ઠા પર કામ કરનાર મજુર
- અન્ય મજૂર વર્ગ
ઈ-શ્રમ કાર્ડ કેવી રીતે કઢાવવું? જાણો ઓનલાઇન પ્રોસેસ.
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://eshram.gov.in/ પર જવું
- આ વેબસાઈટના હોમ પેજ પર રજીસ્ટર ઓન ઈશ્રમ ઓપ્શન પર ક્લિક કરો
- તમારી સામે નવું પેજ ઓપન થશે જેમાં તમામ માહિતી ભરો અને સબમિટ કરો
- રજીસ્ટર મોબાઈલ નંબરમાં એ કોટીપી આવશે તેને દાખલ કરો
- હવે રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે તેમાં જરૂર મુજબની તમામ માહિતી ભરો.
- જે ડોક્યુમેન્ટ માંગવામાં આવેલ છે તેને અપલોડ કરો.
- ફોર્મ ભરાઈ ગયા બાદ અને ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ અરજીને સબમીટ કરો.
- ઉપર મુજબના સ્ટેપ અનુસરવાથી તમારું કાર્ડ જનરેટ થઈ જશે.
મહત્વની લીંક
ઈ શ્રમ પોર્ટલ ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
નમ્ર વિનંતી છે : આ યોજનાની માહિતી ખૂબ જ ઉપયોગી હોય જેને તમારા તમામ ગ્રુપમાં વધુને વધુ આગળ શેર કરો