Junagadh Shivratri Melo Live: જુનાગઢ ભવનાથની તળેટીમાં મહાશિવરાત્રીનો મહા મેળો શરૂ થઈ ગયો છે. શિવ ભક્તો પોતાના પુરા પરિવાર અને મિત્ર મંડળની સાથે આ મેળા નો આનંદ માણવા પહોંચી ચૂક્યા છે. તો બીજી તરફ નાગા સાધુઓ પણ ધુણો ધખાવીને પોતાની ભક્તિમાં લીન થયેલા જોવા મળી રહ્યા છે. ફેરે ધ્યાન નજર કરો ત્યાં માત્ર ને માત્ર શિવ ભક્તો ની ભીડ જોવા મળી રહી છે ઠેર ઠેર ઉતારાવો છે ઠેર ઠેર ભોજનની વ્યવસ્થા જોવા મળી રહી છે. કહેવામાં આવે છે કે ભોજન અને ભજનનો મેળ એટલે શિવરાત્રીનો ભવનાથ મેળો.
ભવનાથ ની તળેટીમાં શિવરાત્રી મેળો 2024
જૂનાગઢમાં શિવરાત્રી મેળાનો શુભારંભ થઈ ચૂક્યો છે. મોડી રાત સુધી ભાવિકો ભક્તોની અવર-જવર જોવા મળી રહી છે. ગુજરાતના તમામ સીટી શહેરોમાંથી તો લોકોને સંખ્યા નો ઉમેરડો જોવા મળી રહ્યો છે સાથે સાથે ભારતભરમાંથી લાખો શિવ ભક્તો અહીં દર્શન અર્થે જોવા મળી રહ્યા છે. ટોટલ પાંચ દિવસનો આ શિવરાત્રી ભવનાથનો મેળો જેમાં હજુ ત્રણ દિવસો આગળ બાકી છે અને આ ત્રણ દિવસમાં લાખો શ્રદ્ધાળુઓ હજી મહાદેવના દર્શને આવશે. અને જણાવી દઈએ કે શિવરાત્રીની મહાર રાત્રીએ નાગા સાધુઓની રવેડી ના લાઈવ દર્શન કરવા માટે ભક્તો લાંબી યાત્રા અહીં આવતા હોય છે અને લાઈવ દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. લાઈવ દર્શન કરવાની લીંક મૂકવામાં આવી છે. તમે અહીંથી શિવરાત્રીનો મહા મેળો લાઈવ જોઈ શકો છો ઉપરાંત મહાશિવરાત્રીના દિવસે રાત્રે રવેડીના લાઈવ દર્શન તમે આ લીંક ના માધ્યમથી કરી શકો છો.
ભવનાથ શિવરાત્રીના મેળામાં દિગંબર સાધુઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. લોકો તેમના ચરણસ્પર્શ કરી ધુણાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. શ્રદ્ધાળુઓ નાગા સાધુઓના દર્શન કરવા માટે દૂર દૂરથી અહીં આવતા હોય છે. શિવરાત્રી ભવનાથની તળેટીના આ મેળાનો સૌથી આકર્ષણનો કેન્દ્ર નાગા સાધુઓ હોય છે.
મહાશિવરાત્રીના મેળામાં છ દિવસ સુધી હર હર મહાદેવ ના નાદ સાથે ધાર્મિકતાની રંગત જોવા મળતી હોય છે. આ મેળામાં દેશ વિદેશથી ધાતુઓ જોડાતા હોય છે. અહીં ઠેક ઠેકાણે તેઓ ધૂણી ધખાવીને પોતાના દર્શન ભક્તોને આપતા હોય છે ત્યારે આ શિવરાત્રી 2024 ના મેળામાં દિગંબર સાધુઓ અવનવા રંગ રૂપ માં જોવા મળી રહ્યા છે. જેમાં કોઈ ચહેરા પર ગોગલ્સ ચડાવીને તો કોઈ ચાલમ ફૂંકતા જોવા મળી રહ્યા છે.
આને પણ વાંચો ભારતના ટોપ 10 ધનિકોના નામ જાહેર. જાણો તેના નામ અને સંપત્તિ. માહિતી વાંચવા અહીં ક્લિક કરો
લોક ડાયરા નો કાર્યક્રમ
મહાશિવરાત્રીના આ મેળામાં ભજનના કાર્યક્રમને જોવા માટે લાખો લોકોની ભીડ જામતી હોય છે. ગુજરાતના નામે અનામી તમામ કલાકારો જોવા મળતા હોય છે. આ ભજનીક કલાકારોને માણવા માટે ભજન પ્રેમીઓ ગુજરાત અને સમગ્ર દેશમાંથી અહીં આવતા હોય છે.
ભજનીક કલાકારોની વાત કરીએ તો કિર્તીદાન ગઢવી ઓસમાણ મીર ગીતાબેન રબારી કિંજલ દવે બીરજુ બારોટ જીગ્નેશ બારોટ આદિત્ય ગઢવી સાહિત્ય અનેક કલાકારો તમને આ મેળામાં જોવા મળશે.
મહત્વની લીંક
🔴દિગમ્બર બાવા સાધુઓ ની રવેડી લાઈવ 2024 | અહીં ક્લિક કરો |
📌હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |