Post office scheme : પોસ્ટ ઓફિસ સ્કીમ હેઠળ સંબંધીત પોસ્ટ વિભાગમાં પાસબુક સાથે નિયત અરજી પત્રક સબમિટ કરીને ખાતું ખોલવાની તારીખ થી પાંચ વર્ષ પૂર્ણ થવા પર ખાતું બંધ કરી શકાય છે. જો ખાતાધારક પાકતી મુદત પહેલા મૃત્યુ પામે છે, તો ખાતું બંધ કરી શકાય છે અને રકમ નોમિની ને આપવામાં આવે છે.
પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ
પોસ્ટ ઓફિસમાં ઘણી બચત યોજનાઓ છે જેમાં રોકાણ કરવાથી લાંબા ગાળામાં ફાયદો થાય છે. આવી જ એક સ્કીમ છે પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ, જે તમને દર મહિને આવક આપે છે. આ સ્કીમમાં માત્ર ₹1,000 થી રોકાણ શરૂ કરી શકાય છે. તેના માટે તમારે નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને એકાઉન્ટ ખોલાવવી શકો છો. ચાલો જાણીએ આ પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ ના ફાયદાઓ.
1000 રૂપિયા થી રોકાણ કરી શકાય છે
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમે ઓછામાં ઓછા 1000 રૂપિયા થી રોકાણ કરી શકો છો. રોકાણ માટેની મહત્તમ મર્યાદા 9 લાખ રૂપિયા છે. જો તમારું સંયુક્ત ખાતુ છે તો તમે વધુમાં વધુ 15 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. જોઈન્ટ એકાઉન્ટમાં તમામ ખાતાધારકો નો સમાન હિસ્સો રહેશે.
કેટલું મળશે વ્યાજદર
હાલમાં આ મંથલી ઇન્કમ સ્કીમમાં જમા રકમ પર 7.4% વાર્ષિક વ્યાજ દર આપવામાં આવે છે. એકાઉન્ટ ખોલવાની તારીખ હતી એક મહિનો પૂરો થવા પર વ્યાજની ચુકવણી કરવામાં આવે છે. જો ખાતાધારક દ્વારા દર મહિને ચૂકવવા પાત્ર વ્યાજનો દાવો કરવામાં આવતો નથી, તો આવા વ્યાજ પર કોઈ વધારાનું વ્યાજ મળશે નહીં.
વ્યાજની રકમ કેવી રીતે ઉપાડી શકાય
વ્યાજ માત્ર પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ પર એકાઉન્ટ ખોલવાની તારીખથી ઉપાડની તારીખ સુધી લાગુ થશે. પોસ્ટ ઓફિસની ઓફિસિયલ વેબસાઇટ મુજબ તે જ પોસ્ટ ઓફિસ અથવા બચત ખાતામાં ઓટો ક્રેડિટ દ્વારા વ્યાજ ઉપાડી શકાય છે. આ સ્કીમમાં મળેલા વ્યાજ પર ઇન્કમટેક્સ લાગુ થાય છે.
ખાતુ ક્યારે અને કેવી રીતે બંધ થાય છે
પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ હેઠળ સંબંધીત પોસ્ટ ઓફિસમાં પાસબુક સાથે નિયત અરજીપત્રક સબમિટ કરીને ખાતું ખોલવાની તારીખ થી પાંચ વર્ષ પૂર્ણ થવા પર ખાતું બંધ કરી શકાય છે. જો ખાતા તારા પાક થી મુદત પહેલા મૃત્યુ પામે છે તો ખાતું બંધ કરી શકાય છે અને રકમ નોમિની ને આપવામાં આવે છે. જો ખાતું એક વર્ષ બાદ અને ખુલવાની તારીખે ત્રણ વર્ષ પહેલા બંધ કરવામાં આવે તો, મૂળ રકમના બે ટકા જેટલી રકમ કાપવામાં આવે છે.
અગત્યની લિંક
Post office Official website | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |