Ration card list 2024: BPL, NFSA, APL list: તમારા ગામનુ રાશનકાર્ડ લિસ્ટ જાહેર, ચેક કરો તમારા પરિવારનું નામ કઈ યાદીમાં છે: રેશનકાર્ડ દરેક લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. પરિવારનું સામૂહિક રાશન કાર્ડ હોય છે અને જ્યારે દીકરીના લગ્ન થાય અથવા દીકરાના લગ્ન થાય ત્યારે નામ કમી અથવા તો નામ એડ કરી સમયાંતરે રાશનકાર્ડને અપડેટ કરવું જરૂરી છે. રાશનકાર્ડ દરેક પરિવાર પાસે હોય છે અને તેનો મુખ્ય ઉપયોગ સત્તા અનાજની દુકાનેથી રાશન લેવા માટે તેમજ રહેઠાણના પુરાવા તરીકે થતો હોય છે. પરંતુ હાલ સરકારની અનેક યોજનાઓમાં રાશનકાર્ડ જરૂર પડતું હોય છે. સરકાર શ્રી દ્વારા રાશનકાર્ડ નું લિસ્ટ અપડેટ કરે જાહેર કરવામાં આવેલું છે જેમાં બીપીએલ પરિવાર, એનએફએસએ પરિવાર, એપીએલ પરિવાર વગેરે તમારા આખા ગામની યાદી જાહેર કરવામાં આવેલી છે. ઓનલાઇન પોર્ટલ દ્વારા તમે તમારું નામ કઈ યાદીમાં છે તે ચેક કરી શકો છો. ઘણા પરિવારોને ખબર જ નથી હોતી કે પોતાનું નામ કઈ યાદીમાં છે કેમકે સરકારશ્રી દ્વારા ઘણા નિયમ ફેરફાર કરી યાદી જાહેર કરવામાં આવતી હોય છે. જો તમારું નામ બીપીએલ યાદીમાં કે એનએફએસએ યાદીમાં હશે તો તમને અનેક ફાયદાઓ એ પી એલ ની યાદી ની સરખામણીએ મળશે. આ આર્ટીકલ દ્વારા તમે તમારું નામ ઓનલાઇન રાશનકાર્ડ ની યાદીમાં કેવી રીતે ચેક કરવું અને તમારું નામ રાશન કાર્ડની કઈ યાદીમાં છે તે ઓનલાઇન ચેક કરવાની પ્રોસેસ જાણી શકશો. જે નીચે મુજબ છે.
Ration card list 2024
સરકારશ્રી દ્વારા રાશનકાર્ડ અલગ જ જાહેર કરેલ ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી તમે તમારા રાશનકાર્ડ નું સ્ટેટસ તપાસી શકો છો. તમારું રાશન કાર્ડ કઈ કેટેગરીમાં છે તેની માહિતી ઓનલાઇન જોઈ શકો છો. આ ઉપરાંત તમને રેશનકાર્ડ પર કેટલું રાશન મળવાપાત્ર છે અને તમામ રાસણનો ભાવ કેટલા રૂપિયા પ્રતિ કિલો છે તમામ માહિતી પણ તમે ઓનલાઈન વેબસાઈટના માધ્યમથી જાણી શકો છો. તમે નવું રાશન કાર્ડ માટે અરજી કરેલી હોય અને કઈ યાદીમાં તમારું રાશનકાર્ડ આવેલું છે તે માહિતી તમે ઓનલાઇન જોઈ શકો છો. રાશનકાર્ડ કેટેગરી લિસ્ટ ઓનલાઈન તપાસવા માટે તમારે નીચે મુજબના સ્ટેપ અનુસરવા પડશે.
રેશનકાર્ડ લિસ્ટ ઓનલાઈન ચેક કરો
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://ipds.gujarat.gov.in/Register/frm_RationCardAbstract.aspx પર જવું
- વેબસાઈટમાં વર્ષ અને મહિનો દાખલ કરી કેપ્ચા કોડ એન્ટર કરી સર્ચ બટન પર ક્લિક કરો
- તમારી સામે જિલ્લાનું લિસ્ટ ખુલશે. તમારો જિલ્લો તાલુકો અને ગામ સિલેક્ટ કરો.
- તેમાં તમને NFSA અને NON NFSA બે ઓપ્શન જોવા મળશે
- જેમાંAAAY, APL1, APL 2, BPL વગેરે ઓપ્શન પણ જોવા મળશે. જેમાં તમારું રાશનકાર્ડ જે કેટેગરીનું હોય તેના પર ક્લિક કરવાનું રહેશે.
- તમારા સામે આખા ગામનો રાશનકાર્ડ લિસ્ટ ઓપન થશે તેમાં તમારું નામ સર્ચ કરો.
રાશનકાર્ડનો મળવાપાત્ર જથ્થો તપાસો
તમારા રાશનકાર્ડ પર કેટલો જથ્થો મળવા પાત્ર છે તેની માહિતી ઓનલાઇન જાણી શકો છો જેના માટે તમારે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે.
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://ipds.gujarat.gov.in/Register/frm_RationCardAbstract.aspx પર જવું
- અહીં તમારો રાશનકાર્ડ નંબર દાખલ કરો અને કેપચા કોડ નાખી સબમીટ કરો.
- જો તમને તમારો રાશનકાર્ડ નંબર ખબર ન હોય તો અન્ય વિગતો દાખલ કરીને પણ તમે આ માહિતી જાણી શકો છો જેમકે પ્રથમNFSA નો પ્રકાર પસંદ કરો, ત્યારબાદ ગેસ કાર્ડ પસંદ કરો( જો તમારી પાસે ગેસ કનેક્શન હોય તો હા પસંદ કરો ), હવે તમારા કુટુંબના સભ્યોની સંખ્યા દાખલ કરો, કાર્ડની શ્રેણી પસંદ કરો, એકચા કોડ દાખલ કરો અને સર્ચ પર ક્લિક કરો.
- તમારી સ્ક્રીન પર તમારા રાશનકાર્ડ પર મળવા પાત્ર રાશનનો જથ્થો જોઈ શકાશે.
- આના પરથી ચેક કરો તમને રાશનનો મળતો જથ્થો યોગ્ય છે કે નહીં.
મહત્વની લીંક
ગુજરાત રાશનકાર્ડ લિસ્ટ ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
રાશન કાર્ડ માં નામ ચેક કરવાની માહિતી ખૂબ જ ઉપયોગી હોય તમારા દરેક ગ્રુપમાં આ મેસેજ વધુને વધુ આગળ શેર કરી દરેક સુધી આ મેસેજ પહોંચાડવા નમ્ર વિનંતી છે.