Tanning on face: તડકામાં વધારે સમય રહેવાથી ત્વચાને નુકસાન થાય છે અને સ્કીન કાળી થવા લાગે છે. આ સૂર્યની હાનિકારક કિરણોને કારણે થાય છે. આ સમસ્યાને ટેનિંગ કહેવામાં આવે છે. આમ તો બ્યુટી પાર્લરમાં ટેનિંગની ઘણી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. પરંતુ એક ઘરેલુ ઉપચાર સૌથી વધારે અસરકારક છે. જે બ્યુટી પાર્લર નો ખર્ચ બચાવી ટેનિંગ દૂર કરવામાં મદદ કરશે અને સાથે સાથે ત્વચાને હેલ્થી પણ બનાવશે. આ માટે તમારે માત્ર નાળિયેરના તેલનો ઉપયોગ કરવાનો રહેશે.
જાણો નાળિયેરના તેલના ફાયદાઓ
નાળિયેરના તેલમાં ઘણી ઔષધીય ગુણ હોય છે. જે ત્વચાને હેલ્ધી બનાવે છે. આ તેલમાં એન્ટી ઇન્ફલોમીટરી, એન્ટીઓક્સિડેન્ટ, ફેટી એસિડ, એન્ટી માઈક્રોબિયલ, વિટામિન ઈ અને વિટામિન કે સહિત ઘણા ગુણ અને પોષક તત્વો રહેલા છે. ત્યારે આ તેલમાં સૂર્યના હાનિકારક કિરણોથી સુરક્ષા આપતુ વિટામિન ડી પણ રહેલું છે.
સ્કિન પર કેવી રીતે લગાવવું નાળિયેર તેલ.
ટેનિંગ દૂર કરવા માટે તમારે નાળિયેર તેલ ચહેરા અથવા ટેનિંગ થી પ્રભાવિત થયેલ જગ્યા પર લગાવવાનું છે. ફેસ પર તેને લગાવવા માટે રાત્રે સૌથી પહેલા તમારો ચહેરો ધોવો. ત્યારબાદ ટુવાલ ની મદદથી ચહેરાને હળવા હાથે સાફ કરો. હવે તમારા હાથમાં નાળિયેર તેલના થોડા ટીપા લો અને તેને ચહેરા અથવા ટેનિંગ અસરગ્રસ્ત વિસ્તારમાં ઘસો. સવારે ઊઠીને ચહેરાને સામાન્ય પાણીથી ધોઈ લો. જો તમે નિયમિતપણે આ ઉપાય અપનાવશો તો ટેનિંગ દૂર થઈ જશે.
સ્કીન ઇન્ફેક્શનમાં પણ છે ફાયદાકારક.
જો તમને સ્કિન ઇન્ફેક્શનની સમસ્યા હોય તો પણ તમે નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો. કારણ કે તેના એન્ટી માઈક્રોબાયલ અને એન્ટી ઇન્ફ્લામેન્ટરી ગુણ સૂક્ષ્મ જંતુઓનો નાશ કરે છે જે ત્વચાના ચેપનું કારણ બને છે. વધુમાં તે ત્વચાની બળતરા ને પણ ઘટાડે છે. જો તમને ત્વચા પર ફોલિયો ખંજવાળ વગેરે હોય તો દરરોજ રાત્રે નાળિયેર તેલ લગાવો તે ખૂબ ફાયદો કરાવશે.
અગત્યની લિંક
વધુ માહિતી વાંચવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
(Disclaimer : અહીં આપવામાં આવેલ માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે, તેને અપનાવતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે. Marugujaratbharti. in તેની પુષ્ટિ કરતું નથી.)