WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ફ્રી સિલાઈ મશીન યોજના 2024: જાણો સંપૂર્ણ માહિતી

ફ્રી સિલાઈ મશીન યોજના 2024: મહિલાઓ પોતાની સ્વ રોજગાર કરી આત્મ નિર્ભર બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકેલ છે. જેમાં ફ્રી સિલાઈ મશીન યોજના મુખ્ય છે. મહિલાઓ સીવણનો કોર્સ કરી ઘરે બેઠા રોજગારી મેળવી શકે તે માટે સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત મહિલાઓને સિલાઈ મશીન ખરીદવા માટે સહાય આપવામાં આવે છે. ગુજરાત સરકારની કઈ કઈ યોજનાઓ અંતર્ગત ફ્રી સિલાઈ મશીન સહાય આપવામાં આવે છે તે માહિતી વિગતવાર જાણીએ

ફ્રી સિલાઈ મશીન યોજના 2024

યોજનાનું નામ ફ્રી સિલાઈ મશીન યોજના 2024
યોજનામાનવ ગરીમા યોજના
માનવ કલ્યાણ યોજના
યોજનાનો ઉદેશ્યમહિલાઓને સ્વરોજગારીની તકો
વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
અરજી મોડઓનલાઇન અરજી
વેબસાઈટe-kutir.gujarat.gov.in

ફ્રી સિલાઈ મશીન યોજના 2024

સરકાર દ્વારા સમાજના વિવિધ વર્ગો જેવા કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી વીમુક્તિ જાતિઓના તેમની ગરીબીને કારણે જે આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે તે માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા માનવ ગરિમા યોજના ની જાહેરાત કરી હતી. માનવ ગરિમા યોજના હેઠળ વિવિધ વ્યવસાય માટે રોજગારીની સાધન સહાય આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા માનવ ગરિમા યોજનાએ she.guharat.gov.in 2024 હેઠળ ચાલે છે. આ યોજનામાં કુલ 28 પ્રકારના વ્યવસાય માટે ટુલ કીટ આપવામાં આવે છે.

માનવ ગરિમા યોજના ફ્રી સિલાઈ મશીન કીટ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા દર વર્ષે માનવ ગરિમા યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે, આ યોજના અંતર્ગત કુલ 28 પ્રકારના વ્યવસાયો માટે લાભાર્થીઓને ટૂલકિટ આપવામાં આવે છે, જેમાં ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ કોમ્પ્યુટર રાઈઝર ડ્રોના આધારે લાભાર્થીની પસંદગી કરી લીસ્ટ બહાર પાડવામાં આવે છે, આ 28 પ્રકારના વ્યવસાયોમાં દરજી કામ પણ સામેલ છે. એટલે કે પુરુષોને તથા મહિલાઓને ફ્રી સિલાઈ મશીન દરજીકામ માટે સિલાઈ મશીનની કીટ આપવામાં આવે છે.

ડોક્યુમેન્ટ ની યાદી

  • આધાર કાર્ડ
  • રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • અભ્યાસનો પુરાવો
  • વ્યવસાયેલ અક્ષય તાલીમ લીધેલી હોય તેનો દાખલો
  • બાંહેધરી પત્રક નોટ રાઈઝ સોગંદનામુ
  • એકરારનામું

સિલાઈ મશીન સાધન કીટ

કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત દર વર્ષે કુલ 28 પ્રકારના વ્યવસાયો માટે સાધન સામગ્રી આપવામાં આવે છે, જેની ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે જેમાં ફ્રી સિલાઈ મશીન દરજી કામ માટે અંદાજિત રૂપિયા 21,500 ની કિંમતની ટૂલકિટ આપવામાં આવે છે.

આવક મર્યાદા

આ યોજના અંતર્ગત આવક મર્યાદામાં ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 જ્યારે પહેરી વિસ્તાર માટે 1,50,000 છે આ યોજનાના ફોર્મ સામાન્ય રીતે દર વર્ષે એપ્રિલ માસમાં ઓનલાઇન ભરાય છે ચાલુ વર્ષ 2023 માટે આ યોજનાના ફોર્મ 1 એપ્રિલ 2023 થી ઓનલાઇન શરૂ થશે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

  • સૌપ્રથમ સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગની ઓફિસિયલ વેબસાઈટ e-kutir.gujarat.gov.in પર જાવ
  • તેમાં મેનોમાં યોજનાઓનું ઓપ્શન પર ક્લિક કરો
  • તેમાં માનવ ગરિમા યોજના પસંદ કરી તેની જરૂરી વિગતો વાંચો
  • ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ઘરે તમારી જરૂરી તમામ વિગતો તેમાં નાખો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.

મહિલાઓ માટે ઘરે બેઠા સ્વરોજગારીની તકો ઉભી કરવા માટે સીવણ અને બ્યુટી પાર્લર આ બે મુખ્ય વ્યવસાય છે. સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત આ બંને વ્યવસાયો માટે સાધન ટુલકીટ સહાયરૂપે આપવામાં આવે છે. મહિલાઓ સીવણ અને બ્યુટી પાર્લરના કોર્સ કરી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ સ્વરોજગારી મેળવી શકે છે.

અરજી કરવા માટે અગત્યની લીંક

ઓફિસિયલ વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો
ક્યારે ફોર્મ ભરાશે જુઓ માર્ગદર્શન વિડિઓઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
મારુ ગુજરાત ભરતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
💥અમારી તમામ માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!