WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ભારતીય રેલવેમા નવી ભરતી જાહેરાત: જાણો પૂરી માહિતી

ભારતીય રેલવેમા નવી ભરતી જાહેરાત: ભારતીય રેલવે દ્વારા 10 પાસ થી ગ્રેજ્યુએટ સુધી તેમજ iti અને ડિપ્લોમા કરેલ વિદ્યાર્થીઓ માટે નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે, જે વિદ્યાર્થી મિત્રો રેલવે ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર છે. ભારતીય રેલવે ભરતી 2023 લગત સંપૂર્ણ માહિતી તમને આ આર્ટીકલમાં મળી રહેશે. જેમાં પોસ્ટનું નામ, કુલ ખાલી જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત , પગાર ધોરણ , અગત્યની તારીખો અને અરજી કેવી રીતે કરવી? વગેરે. તો ચાલો જાણીએ આ ભરતી વિશે વિગતવાર માહિતી.

ભારતીય રેલવે ભરતી 2023

સંસ્થાનું નામ ભારતીય રેલવે
પોસ્ટવિવિધ
નોકરીનું સ્થળ ભારત
કુલ ખાલી જગ્યાઓ238
નોટિફિકેશન ની તારીખ 29 માર્ચ 2023
અરજી કરવાની શરૂઆત ની તારીખ7 એપ્રિલ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ6 મેં 2023
વેબસાઈટhttps://indianrailways.gov.in/

અગત્યની તારીખો

ભારતીય રેલવે ની આ ભરતી ની નોટિફિકેશન 29 માર્ચ 2023 ના રોજ જાહેર કરવામાં આવેલી છે, તેમજ ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 7 એપ્રિલ 2023 છે જ્યારે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 6 મે 2023 છે

પોસ્ટ નું નામ

ભારતીય રેલવે દ્વારા આ ભરતી જાહેરાત માં જણાવ્યા અનુસાર ભરતી બોર્ડ દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલોટની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે અરજી કરવા ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ તેમજ iti પૂર્ણ કરેલું હોવું જોઈએ. શૈક્ષણિક લાયકાત અને વિગતવાર માહિતી માટે નીચે આપેલ લિંકના માધ્યમથી ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી તેને વિગતવાર વાંચો

પગાર ધોરણ

ઉમેદવારને પસંદગી થયા બાદ ભારતીય રેલવે દ્વારા 1900 ગ્રેડ પે અનુસાર 5200 થી 20,200 પગાર ધોરણ ચૂકવવામાં આવશે

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે પસંદગી પામવા તમારે નીચે મુજબની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે

  • લેખિત પરીક્ષા
  • ડોક્યુમેન્ટ વેરીફીકેશન
  • અને તબીબી તપાસ

અરજી કેવી રીતે કરવી

  • સૌપ્રથમ તમારે નીચે આપેલ નોટિફિકેશનને ડાઉનલોડ કરી આ ભરતી માટે તમે લાયકાત ધરાવો છો કે નહીં તે ચેક કરો
  • ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://indianrailways.gov.in/ પર જઈ apply now બટન પર ક્લિક કરો
  • હવે અરજી ફોર્મ માં તમારી તમામ માહિતી ભરો
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • ફાઈનલ સબમિટ બટન પર ક્લિક કરી તમારી અરજીની પ્રિન્ટ મેળવો

અરજી કરવા માટે જરૂરી લિંક

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
💥અમારી તમામ માહિતી ડેઇલી મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!