WhatsApp ગ્રૂપમાં જોડાવો!

રાજકોટ નાગરિક સહકારી બેન્ક ભરતી 2023: ઓનલાઈન અરજી કરો

રાજકોટ નાગરિક સહકારી બેન્ક ભરતી 2023: રાજકોટ સહકારી બેંકમાં પટાવાળા તથા અન્ય અલગ અલગ પોસ્ટ પર પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે, આ ભરતી લગત જરૂરી તમામ માહિતી તમને આ આર્ટીકલ દ્વારા મળી રહેશે, અહીં રાજકોટ સહકારી બેન્ક ભરતી 2023 ની ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી, શૈક્ષણિક લાયકાત , પગાર ધોરણ, અરજી કરવાની અંતિમ તારીખ તેમજ ઓનલાઇન અરજી કરવાની પ્રોસેસ…. તમામ માહિતી મેળવીશું. તો ચાલો જાણીએ આ ભરતી વિશે વિગતવાર માહિતી.

રાજકોટ નાગરિક સહકારી બેન્ક ભરતી 2023

સંસ્થાનું નામ રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ
પોસ્ટ નું નામઅલગ અલગ
અરજી મોડઓનલાઈન
અરજી નોટિફિકેશનની તારીખ12 એપ્રિલ 2023
અરજી કરવાની છેલ્લી તારીખપોસ્ટ વાઇઝ અલગ અલગ
ઓફિશિયલ વેબસાઈટhttps://rnsbindia.com

પોસ્ટનું નામ

રાજકોટ સહકારી બેન્ક ભરતી ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ પટાવાળા જુનિયર એક્ઝિક્યુટિવ તથા સિનિયર મેનેજમેન્ટ પોઝીશન ની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે

નોકરી નું સ્થળ

આ ભરતી એ રાજકોટ, વાંકાનેર અને જેતપુર બ્રાન્ચ માટે કરવામાં આવી રહે છે, ઓનલાઇન અરજી કરતી વખતે ઓફિસિયલ વેબસાઈટ ઉપર વિવિધ બ્રાન્ચ માટે અલગ અલગ અરજી કરવાની લીંક જોવા મળશે

કુલ ખાલી જગ્યાઓ

આ ભરતીમાં કુલ કેટલી ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે તેની કોઈ સ્પષ્ટ માહિતી ઓફિસિયલ નોટિફિકેશનમાં આપવામાં આવેલી નથી

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી ઓનલાઇન અરજી ફોર્મ ભર્યા બાદ નિયત તારીખે પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે, અરજી કરવા માટે ઈચ્છા ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ પર થી અરજી કરી શકે છે, ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ ઓફિશિયલ લિંક નીચે આપવામાં આવેલી છે.

પગાર ધોરણ

રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ 2023 ની આ ભરતીમાં પટાવાળાની પોસ્ટ એપ્રેન્ટિસ હોવાથી તેમને એપ્રેન્ટીસ એક્ટ અનુસાર મંથલી રૂપિયા 8,150 સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે, જ્યારે અન્ય બે પોસ્ટ રેગ્યુલર હોવાથી ઉમેદવારને પસંદગી થયા બાદ માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તેની કોઈ માહિતી ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવવામાં આવેલ નથી, વધુ માહિતી માટે ઓફીશીયલ વેબસાઈટની વિઝીટ કરવાની રહેશે. ઓફિશિયલ વેબસાઈટની ડાયરેક્ટ નીચે મૂકવામાં આવેલી છે

લાયકાત

આ ભરતીમાં પટાવાળા ની પોસ્ટ પર અરજી કરવા માટે કોઈપણ પ્રવાહ સાથે સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ

જુનિયર એક્ઝિક્યુટ ની પોસ્ટ પર અરજી કરવા માટે તમારે કોમર્સ અથવા સાયન્સ સ્ટ્રીમનો કોઈપણ કોર્સ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરેલ હોવું જરૂરી છે, અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે, આ ભરતીમાં આર્ટસ પ્રવાહ થી સ્નાતક અથવા અનુસ્નાતક થયેલા ઉમેદવાર અરજી કરી શકશે નહીં.

આ ભરતીમાં બિન અનુભવી લોકો પણ અરજી કરી શકે છે પરંતુ જો તમને બેન્કિંગ ક્ષેત્રમાં બે વર્ષનો અનુભવ હોય તો અગ્રીમતા આપવામાં આવશે, તથા ઉમેદવારને કોમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી છે

સિનિયર મેનેજમેન્ટ પોઝીશન ની પોસ્ટ પર અરજી કરવા માટે તમારે કોમર્સ અથવા સાયન્સ સ્ટ્રીમનો કોઈપણ કોર્સ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરેલો હોવો જરૂરી છે, અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. આ ભરતીમાં આર્ટસથી સ્નાતક અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે નહીં. સાથે તમને 15 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે, શૈક્ષણિક લાયકાત વિશે વધુ માહિતી માટે જાહેરાત જરૂરથી વાંચવી.

અરજી કરવાની પ્રોસેસ

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://rnsbindia.com/RNSB/index.php પર જાઓ
  • ઓફિસિયલ વેબસાઈટ ઓપન કર્યા બાદ કરિયર સેક્શન પર ક્લિક કરો
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ અપલાય નાવ બટન પર ક્લિક કરો
  • તમારી સામે એક ઓનલાઇન ફોર્મ ઓપન થશે તેમાં તમારે દરેક ડીટેલ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • ભરેલી વિગતો વ્યવસ્થિત તપાસો અને કોઈ ભૂલ ન હોય તો ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરો
  • ઉપર જણાવ્યા મુજબના પગલાં અનુસરવાથી તમારો ફોર્મ ઓનલાઈન સફળતાપૂર્વક ભરાઈ જશે
  • ભરેલ ફોર્મની પ્રિન્ટ મેળવી લેવી

અરજી કરવા માટે જરૂરી લિંક

ઓફિસિયલ નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
💥અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!