સ્ટાફ સિલેક્શન કમિશન ધોરણ 10 પાસ પર જીડી કોન્સ્ટેબલની ખૂબ મોટી ભરતી જાહેર જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.
સ્ટાફ સિલેક્શન કમિશનર દ્વારા ધોરણ 10 પાસ કરેલ ઉમેદવારો માટે 75 હજારથી વધારે જીડી કોન્સ્ટેબલની ભરતી કરવાનો જાહેરનામું બહાર પાડ્યો છે એસ એસ એફ અને આસામ રાયફલ્સમાં સ્ટાફ સિલેક્શન કમિશન કોન્સ્ટેબલ જીડી ની ભરતી કરવામાં આવશે રસ ધરાવતા ઉમેદવારો 24 નવેમ્બર 2023 થી 28 ડિસેમ્બર 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકશે. જ્યારે ફ્રી ભરવાની છેલ્લી તારીખ 29 ડિસેમ્બર 2023 છે.
SSC GD Bharti 2023
સ્ટાફ સિલેક્શન કમિશનર દ્વારા જારી કરવામાં આવેલ નોટિફિકેશન અનુસાર કોન્સ્ટેબલ જીડી માટે કુલ 75,768 ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેરાતો બહાર પાડવામાં આવેલી છે. આ ભરતીમાં કમ્પ્યુટર આધારિત પરીક્ષા ફેબ્રુઆરી 2024 માં લેવામાં આવશે પરીક્ષા હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં લેવામાં આવશે કમ્પ્યુટર આધારિત પરીક્ષા એટલે કે લેખિત પરીક્ષા પાસ કર્યા બાદ શારીરિક કાર્યક્ષમતા કસોટી અને ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ કરવામાં આવશે જ્યારે સૌથી અંતમાં મેડિકલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ લાયક ઉમેદવારો ને આ જગ્યા પર પોસ્ટિંગ કરવામાં આવશે પોસ્ટિંગ જે તે સમય ના પગાર ધોરણ પર કરવામાં આવશે અને મળવાપાત્ર તમામ ભથ્થા ઓ મળશે.
શૈક્ષણિક લાયકાત
સ્ટાફ સિલેક્શન કમિશન જીડી ભરતી માટે ઉમેદવારોએ ધોરણ 10 પાસ કરેલો હોવું જરૂરી છે જ્યારે ઉંમર મર્યાદા ની વાત કરીએ તો આ ભરતી માટે લઘુત્તમ ઉંમર મર્યાદા 18 વર્ષ જ્યારે મહત્તમ ઉંમર મર્યાદા 23 વર્ષ નિર્ધારિત કરવામાં આવેલી છે જોકે અનામત શ્રેણીમાં આવતા ઉમેદવારોની મહત્તમ વય મર્યાદામાં સરકારશ્રી તરફથી આપવામાં આવતી છૂટછાટ મળવાપાત્ર થશે
અરજી ફી
આ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છતા ઉમેદવારોએ ₹100 ની ફી ચૂકવવાની રહેશે જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો તેમજ મહિલા ઉમેદવારોએ અરજી ફી તરીકે નાણાં ચૂકવવાના રહેશે નહીં
પગાર ધોરણ
આ જગ્યા પર લાયક ઠરેલો ઉમેદવારોને ભરતી માસિક રૂપિયા 21,700 થી 69,100 ના ગ્રેડ પર કરવામાં આવશે આ સિવાય અનેક પ્રકારની સુવિધાઓ તેમ જ વધાવો મળવા પાત્ર થશે પગાર ધોરણની વિગતવાર માહિતી નીચે આપેલ સત્તાવાર જાહેરાત પર આપેલ સૂચનાઓને વાંચવો
સિલેક્શન પ્રોસેસ
આ ભરતી માટે ઉમેદવારની પસંદગી ઓનલાઇન કમ્પ્યુટર બેઇઝ ટેસ્ટ એટલે કે કોમ્પ્યુટર પરની લેખિત પરીક્ષા પરથી મેરીટ તૈયાર થશે ત્યારબાદ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ કરવામાં આવશે બંને સ્ટેપમાં થયેલ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફીકેશન અને મેડિકલ ફિટનેસ માટે બોલાવવામાં આવશે.
ડોક્યુમેન્ટ વેરિફિકેશન
ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આવતા ઉમેદવારોએ આ મુજબના ડોક્યુમેન્ટ પોતાની સાથે લાવવાના રહેશે જેમાં
ધોરણ 10 પાસ કરેલ માર્કશીટ હોય તો ધોરણ 12 પાસ તેમજ ગ્રેજ્યુએશનના પ્રમાણપત્રો સાથે લાવવાના થશે જ્ઞાતિ અંગેનું પ્રમાણપત્ર સાથે લાવવાનું થશે ઉપરાંત ઉમેદવારનો આધાર કાર્ડ જન્મ તારીખ નો દાખલો તેમજ સ્ટાફ સિલેક્શન કમિશનરની તમામ પાસ કરેલ પરીક્ષાઓ જેમાં લેખિત પરીક્ષા કોમ્પ્યુટર આધારિત પરીક્ષા ફિઝિકલ ફિટનેસ નું પ્રમાણપત્ર મેડિકલ ફિટનેસ અંગેનું પ્રમાણપત્ર વગેરે તમામ ઓરીજનલ તેમજ સ્વપ્રમાણિત નકલમાં લાવવાના રહેશે.
ઓનલાઇન અરજી
રસ ધરાવતા ઉમેદવારોએ સૌપ્રથમ અહીં આપવામાં આવેલ સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરી વાંચવું અને પોતે આ ભરતી માટે અરજી કરવા લાયક છે કે નહીં તે તપાસવું
ત્યારબાદ સ્ટાફ સિલેક્શન કમિશનની ઓફિસિયલ વેબસાઈટ https://ssc.nic.in/ પર જવું
અહીં GD કોન્સ્ટેબલ ભરતી પર ક્લિક કરવું
જરૂરી તમામ માહિતી ભરવી અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા
ભરવાની થતી હોય તો ફીની ચૂકવણી ઓનલાઇન માધ્યમથી કરવી
ફોર્મ ભરાઈ ગયા બાદ તેની પ્રિન્ટ મેળવી લેવી
અગત્યની લીંક
Important link
ઓનલાઇન અરજી કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ નોટિફિકેશન pdf | અહીં ક્લિક કરો |