Dolly Chay wala: સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ નાગપુરનો ડોલી ચાય વાલાને ત્યાં ચા પીવા પહોંચ્યા બિલ ગેટ્સ.
હાલ બિલ ગેટ્સ ભારતની મુલાકાતે છે, રિલાયન્સ ફાઉન્ડેશનના માલિક મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લગ્નમાં વિશ્વભરમાંથી જાણીતી હસ્તીઓ આવી છે, ત્યારે માઈક્રોસોફ્ટ ના કો ફાઉન્ડર બિલ ગેટ્સ પણ મુકેશ અંબાણીના મહેમાની બન્યા છે. તેમણે ભારતની મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ની વિઝીટ કરી અને તેમણે નાગપુરના ખૂબ જ ફેમસ ડોલી ચાયવાળાને ત્યાં ચા ચૂસકી પણ માણી.
ડોલી ચાયવાળા પોતાના ખાસ સ્વેગ અંદાજને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ છે. તેઓ એકદમ ટ્રેન્ડી કપડાં પહેરે છે, ગોગલ્સ પહેરે છે, અને અલગ અંદાજમાં ચાઇ બનાવે છે. લોકો જ્યારે નાગપુરની વિઝીટ કરે છે ત્યારે ડોલી ચાઈવાડાને ત્યાં ચા પીવા માટે અને તેની સાથે ફોટોગ્રાફી કરવા માટે પહોંચી જતા હોય છે. બિલ ગેટ્સ પણ ભારતની મુલાકાતે આવ્યા અને તેમણે આ ડોલી ચાય વાળા ને ત્યાં ચાનો ઓર્ડર આપતા વન “ચાય પ્લીઝ કહી” ચાનો ઓર્ડર આપ્યો.
જ્યારે બિલ ગેટ્સ ડોલી ચાયવાળા લારીની મુલાકાત કરે ત્યારે ડોલીને ખબર જ નથી કે તે કોને ચાય બનાવીને પીવડાવી રહ્યા છે. બીજા દિવસે જ્યારે તેઓ પોતાની લારી પર પહોંચ્યા ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ટીવી રિપોર્ટર તેમનું ઇન્ટરવ્યૂ લેવા પહોંચી ગયા અને તેમને પૂછવા લાગ્યા ત્યારે તેઓને ખબર પડી કે તેમણે કોને ચા પીવડાવી છે.
Related post : બિલ ગેટ્સ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાતે ગયા
બિલ ગેટસે ડોલી ચાયવાળા ની ચા પીધી અને એક રીલ્સ પણ બનાવી અને તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં આ રિલ્સ ને શેર કરતાં હાલ ખૂબ વાયરલ થઈ છે અને લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
હાલ સોશિયલ મીડિયામાં ડોલી ચાય વાલા અને બિલ ગેટ્સનો આ વિડીયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને ખૂબ મોટા પાયે સોશિયલ મીડિયા માં ઘોડાપૂર આવ્યું છે. અને દરેક લોકો એ જ વાત કરી રહ્યા છે કે બિલ ગેટ્સ જેમની ચા પીધી તે આ ડોલી ચાય વાળા છે કોણ.
પોતાના સ્વેગ અંદાજને કારણે આજે ડોલી ચાયવાળા એક સેલિબ્રિટી બની ગયા છે.
આ વિડીયો શેર કરતા બિલ ગેટ છે ભારતના વખાણ કર્યા હતા. તેમણે વીડિયો કેપ્શન માં લખ્યું છે કે ભારતમાં દરેક જગ્યાએ ઇનોવેશન શોધી શકાય છે. તમે જ્યાં જાઓ છો ત્યાં ઇનોવેશન મળી જશે. ત્યાં સુધી કે એક સિમ્પલ ચા પણ અહીં શાનદાર છે. બિલ ગેટ્સ આગળ લખે છે કે તે ફરીવાર ભારત આવવા માટે ઉત્સુક છે. ભારત એક અલગ ઇનોવેશન નું ઘર છે. જ્યાં જિંદગી જીવવાની નવી રીત છે.
બિલ ગેટ્સ નો ચાનો ઓર્ડર આપતો વિડિયો | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |