ભારતના ટોપ 10 અમીરો નું લિસ્ટ જાહેર 2024: દર વર્ષે વિશ્વના સૌથી અમીર લોકોનું લિસ્ટ બહાર પડતું હોય છે, જેમાં ગયા વર્ષે 169 લોકો ભારત લોકોનો સમાવેશ થયો હતો. વર્ષ 2024 નું વિશ્વના સૌથી અમીર લોકોનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે જેમાં ભારતના ટોપ 10 અમીરોની યાદી અહીં મૂકવામાં આવેલી છે. હવે જ્યારે દેશની અર્થવ્યવસ્થા જબરદસ્ત વૃદ્ધિ કરી રહી છે ત્યારે તમારા મનમાં આ પ્રશ્ન ઉદભવતા હશે કે હાલ વિશ્વના સૌથી અમીર અને ભારતના સૌથી અમીર લોકોમાં કોનો સમાવેશ થાય છે. આ વર્ષે રેકોર્ડ બ્રેક 186 ભારતીયોએ વિશ્વના અરબો પતિઓની ફોબર્સ 2024 યાદીમાં પોતાનો સ્થાન બનાવ્યું છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ દેશના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં પોતાનું સ્થાન નંબર વન પર જાળવી રાખ્યું છે. ટોપ 10 ધનિકોની યાદીમાં ગૌતમ અદાણી શિવનાદર સહિતના લોકોનો સમાવેશ થાય છે. ફોર્સની રીયલ ટાઈમ બીલીયનર્સ લીસ્ટ અનુસાર હાલમાં દેશના સૌથી અમીર લોકો કોણ છે તેની માહિતી અહીં મૂકવામાં આવેલી છે. જે નીચે મુજબ છે.
નંબર 1
મુકેશ અંબાણી હાલમાં ભારતના સૌથી અમીર વ્યક્તિ છે અને તે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં નવમા નંબરે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનની નેટવર્ક 117.5 બિલિયન ડોલર છે.
નંબર 2
અદાણી ગ્રુપના ચેરમેનની કુલ સંપત્તિ 84.8 બિલિયન ડોલર છે. તેઓ ભારતના સૌથી અમીર લોકોમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. જ્યારે તે વિશ્વમાં 17 માં સૌથી અમીર વ્યક્તિનું બિરુદ્ધ ધરાવે છે.
નંબર 3
HCL ટેકનોલોજી ના માલિક શિવનાદરની કુલ સંપત્તિ 36.7 બિલિયન ડોલર છે. તેઓ ભારતના ત્રીજા અને વિશ્વના 42 માં સૌથી ધનિક વ્યક્તિ છે.
નંબર 4
JSW ગ્રુપની માલિક સાવિત્રી જિંદાલ એન્ડ ફેમિલી ભારતના ચોથા સૌથી અમીર વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 31.5 બિલિયન ડોલર છે. અને તેઓ વિશ્વના સૌથી અમીર લોકોમાં પોતાનું 50 મુ સ્થાન ધરાવે છે.
નંબર 5
સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન દિલીપ સંઘવી ભારતના પાંચમાં સૌથી અમીર વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિની વાત કરીએ તો 25.8 બિલિયન ડોલર છે. દેશની પ્રથમ ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક દિલીપ સંઘવી વિશ્વના 71 માં સૌથી અમીર વ્યક્તિ છે.
આને પણ વાંચો નવી મતદાર યાદી 2024 જાહેર તમારું નામ ચેક કરો આ યાદીમાં. નામ ચેક કરવા માટે અહીં ક્લિક કરો
નંબર 6
સાયરસ પુના વાલા ભારતના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ છે. સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના માલિક સાયરસ પુનાવાલા ની કુલ સંપત્તિ 21.8 બિલિયન ડોલર છે. જ્યારે વિશ્વના સૌથી અમીર લોકોની ગણતરીમાં તે 90 માં ક્રમે છે.
નંબર 7
કુશલ પાલ સિંહ ડી એલ એફ લિમિટેડના માલિક છે. અને તે દેશના સાતમાં સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 21 બિલિયન ડોલર છે અને તે વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં 90 મા નંબરે છે.
નંબર 8
કુમાર મંગલમ બિરલા દેશના આઠમાં સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિની વાત કરીએ તો 17.2 બિલિયન ડોલર છે. કુમાર મંગલમ બિરલા એ આદિત્ય બિરલા ગ્રુપ કંપનીના માલિક છે અને તેઓ વિશ્વમાં ધનિકોની યાદીમાં 96 માં ક્રમે આવે છે.
નંબર 9
Dmart, Avenue supermarts ના માલિક રાધાકૃષ્ણન દામાણી ભારતના નવમા સૌથી ધનિક વ્યક્તિમાં પોતાનું સ્થાન ધરાવે છે. તેમની કુલ સંપત્તિ 17.2 બીલિયન ડોલર છે. તેઓ વિશ્વના 103 માં સૌથી અમીર વ્યક્તિ છે.
આને પણ વાંચો બિલ ગેટ્સે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત. શું બોલ્યા બિલ ગેટ્સ જાણો માહિતી. અહીં ક્લિક કરો
નંબર 10
આર્સેલર મિત્તલ ના માલિક લક્ષ્મી મિત્તલ દસમા નંબરે છે. 16.4 બિલિયન ડોલરની નેટવર્કના માલિક લક્ષ્મી મિત્તલ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 107 આ નંબરે છે
મહત્વની લીંક
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
હાલ જાહેર થયેલ નવી yojna ની માહિતી વાંચવા માટે | અહીં ક્લિક કરો |