Police Recruiment 2024: LRD Recruiment 2024: પોલીસ ભરતી 2024 : પોલીસ ભરતી નો ઓનલાઇન અરજી કરવાનો આજે છેલો દિવસ.. ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 12472 જગ્યાઓ પર બમ્પર ભરતી જાહેરાત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે. ઓનલાઇન અરજી ઓફિસિયલ વેબસાઈટ મારફતે કરવાની થશે. જાણો કઈ જગ્યા પર કેટલી ભરતી જાહેરાત આવી છે.
પોલીસ ભરતી પરીક્ષા સંભવિત કાર્યક્રમ.
Police Recruiment 2024
ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડર ની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ અને જેલ સિપાહી વર્ગ ૩ સવર્ગની નીચે મુજબની કુલ 12472 ખાલી પડેલી જગ્યા ઉપર સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે પોલીસ વિભાગ દ્વારા નીચે મુજબની જગ્યાઓ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ તા.04/04/2024 (બપોરના 15:૦૦ કલાક)થી તા.30/04/2024 (રાત્રિના 23:59 કલાક સુધી) કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ખાલી જગ્યાઓ ની વિગતવાર માહિતી
પોસ્ટનું નામ | ખાલી જગ્યાઓ |
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષ | 316 |
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા | 156 |
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ | 4422 |
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા | 2178 |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ | 2212 |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા | 1090 |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ SRPF | 1000 |
જેલ સિપાહી પુરુષ | 1013 |
જેલ સિપાહી મહિલા | 85 |
કુલ ખાલી જગ્યાઓની | 12472 |
જરૂરી સૂચનાઓ:
ઉપર જણાવ્યા મુજબની તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવશે. જેને જોઈ લેવાની રહેશે આ ઉપરાંત ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સૂચનાઓ તેમજ ઓનલાઇન અરજી કરવાનો સમય ગાળો ઓફિસિયલ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પર ટૂંક સમયમાં મૂકવામાં આવશે. પોલીસ ભરતી 2024 લગત તમામ નવીનતમ અપડેટ મેળવવા માટે નિયમિત અમારી વેબસાઈટ marugujaratbharti.in ની મુલાકાત લેવી.
પોલીસ ભરતી 2024
- ઉમેદવારે ઓનલાઈન અરજી કરતાં પહેલાં જે તે સંવર્ગની જગ્યાઓ માટે ભરતીની લગત શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા અને અન્ય સૂચનાઓ વેબસાઈટ પર કાળજી પૂર્વક વાંચવાની રહેશે.
- ઉમેદવારોએ ઓનલાઇન અરજી કન્ફર્મ થયા બાદ તેને પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની થશે ત્યારે ભરતી બોર્ડ દ્વારા માગવામાં આવે ત્યારે રજૂ કરવાની રહેશે.
- ઉમેદવારોએ એક જ અરજી કરવાની રહેશે
- ઉમેદવારોએ માત્ર ઓનલાઇન માધ્યમથી જ અરજી કરવાની થશે.
- પોલીસ ભરતી 2024 ની નવીનતમ અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ marugujaratbharti.in ની નિયમિત મુલાકાત લેવી.
અરજી કરવાની તારીખ
અરજી શરુ તારીખ | 4-4-2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30-4-2024 |
મહત્વની લીંક
ઓફિસિયલ વેબસાઈટ : અહીં ક્લિક કરો
અરજી કરવા માટે : અહીં ક્લિક કરો
ડિટેઇલ સત્તાવાર નોટિફિકેશન : અહીં ક્લિક કરો
પોલીસ ભરતી ની જાહેરાત : અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે હોમ પેજ પર જવા : અહીં ક્લિક કરો
FAQ
પોલીસ ભરતી બોર્ડ દ્વારા કેટલી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે?
12472
પોલીસ ભરતી માટે ઉમેદવારો ઓનલાઇન અરજી કેવી રીતે કરી શકે છે?
સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પર જઈ ઓનલાઇન અરજી કરવાની થશે.