Voter ID card Address update: આવનાર થોડા દિવસોમાં જ હવે ચૂંટણીની તારીખો જાહેર થશે અને આદર્શ આચાર સહિતા લાગી જશે. લોકસભાની ચૂંટણીની તૈયારીઓ જોર સોર થી શરૂ થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણી એ દેશની સૌથી મોટી ચૂંટણી છે અને તેમાં દરેક વ્યક્તિઓએ મત આપવો ખૂબ જ આવશ્યક છે અને પોતાના મતનો ઉપયોગ કરી દેશહિતમાં નિર્ણય લેવો ખૂબ જરૂરી હોય છે. જો તમારું ચૂંટણી કાર્ડ અપડેટ નહીં હોય તમારું ચૂંટણી કાર્ડમાં સરનામું અપડેટ નહીં હોય તો તમે આવનાર લોકસભાની ચૂંટણીમાં મત આપી શકશો નહીં. તેથી ચૂંટણી પહેલા વોટર આઇડી કાર્ડ સંબંધિત જરૂરી જાણકારી અપડેટ કરવી હોય તો તમારે અહીં આપેલ માહિતીને વાંચવી ખૂબ જ જરૂરી છે અને અહીં આપેલ સ્ટેપને અનુસરીને તમારું ચૂંટણી કાર્ડ તમે અપડેટ ઘરે બેઠા કરી શકશો જેથી આવનાર લોકસભાની ચૂંટણીમાં તમારો ખૂબ કીમતી વોટ તમે આપી શકશો. ખાસ કરીને જો વોટર આઇડી કાર્ડમાં તમારું સરનામું અપડેટ નહીં હોય તો તમે મત આપી શકશો નહીં. અહીં અમે જણાવીશું કે વોટર આઇડી કાર્ડમાં સરનામું અપડેટ કરવા માટે તમે ઘરે બેઠા કેવી રીતે ઓનલાઇન પ્રોસેસ કરી શકો છો.
આને પણ વાંચો નવી મતદાન યાદી જાહેર. ચેક કરો આ મતદાન યાદીમાં તમારું નામ છે કે નહીં? યાદી ચેક કરવા માટે અહીં ક્લિક કરો.
જો તમારું એડ્રેસ બદલાઈ ગયું છે અને વોટર આઇડી કાર્ડમાં આ વખતની ચૂંટણી પહેલા એડ્રેસને અપડેટ કર્યું નથી તો આ માહિતી તમારા માટે છે ધ્યાનથી વાંચવી. તમારા વોટર આઇડી કાર્ડના એડ્રેસ ને અપડેટ કરવા માટે હવે તમારે કોઈપણ ઓફિસના ધક્કા ખાવાની જરૂરિયાત નથી. ઘરે બેઠા તમે ઓનલાઇન અરજી કરીને વોટર આઇડી કાર્ડના એડ્રેસ ને અપડેટ કરાવી શકો છો. વોટર આઇડી કાર્ડ એડ્રેસ અપડેટ કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ નીચે મુજબ છે.
Voter ID card Address update સ્ટેપ બાય સ્ટેપ માહિતી.
- વોટર આઇડી કાર્ડમાં એડ્રેસ અપડેટ કરવા માટે સૌપ્રથમ તમારે નેશનલ વોટર સર્વિસ પોર્ટલ https://voters.eci.gov.in/ પર જવાનું થશે
- વેબસાઈટ પર લોગીન કરી હોમપેજ પર તમને કરેક્શન ઓફ એન્ટ્રીઝ ઇન ઇલેકટ્રોલરોલ સેક્શન દેખાશે તેના પર ક્લિક કરવું.
- ત્યારબાદ ફોર્મ 8 બટન પર ક્લિક કરવું. ક્લિક કર્યા બાદ એક નવું પેજ ઓપન થશે જેમાં જરૂરી જાણકારી ભરી છેલ્લે સેલ્ફ ઓપ્શન સિલેક્ટ કરી સબમિટ પર ક્લિક કરો.
- ત્યારબાદ તમને શિફ્ટિંગ ઓફ રેસીડન્સ ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો અને સાથે જ જણાવો કે તમે વિધાનસભા ક્ષેત્રની અંદર એડ્રેસ બદલ્યું છે કે તેની બહાર. આ ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ ઓકે પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારું રાજ્ય તમારો જિલ્લો વિધાનસભાનું ક્ષેત્ર સંસદીય ક્ષેત્ર વગેરે તમામ માહિતી ભરે નેક્સ્ટ બટન પર ક્લિક કરો. ત્યાર પછી જે પેજ ઓપન થાય તેમાં આધાર નંબર ઇ-મેલ આઇડી અને મોબાઈલ નંબર એડ કરીને નેક્સ્ટ ઓપ્શન ક્લિક કરો.
- હવે તમને તમારું એડ્રેસ પૂછવામાં આવશે જે નવું એડ્રેસ હોય તેને ભરી આઈડી કાર્ડ અપડેટ કરવા માટે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ પર ક્લિક કરો. અહીં જણાવવામાં આવેલ ડોક્યુમેન્ટ અપલોડ કરો અને નેક્સ્ટ બટન પર ક્લિક કરો. છેલ્લે કેપ્ચા કોડ દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
- ત્યાર પછી લગત વિભાગ દ્વારા તમેં જે એપ્લિકેશન કરી છે તેને વેરીફાઈ કરવામાં આવશે. બધી જ જાણકારી વેરીફાઈ થઈ ગયા બાદ તમારા વોટર આઇડી માં નવું એડ્રેસ અપડેટ કરી દેવામાં આવશે.
આને પણ વાંચો ચૂંટણી કાર્ડમાં ફોટો ગમતો નથી તો ફોટો અપડેટ કરવાની પ્રોસેસ વાંચો. અહીં ક્લિક કરો
આને પણ વાંચો : કલર ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમાં, કલર ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
મહત્વની લીંક
નેશનલ વોટર સર્વિસ પોર્ટલ | https://voters.eci.gov.in/ |
હોમપેજ પર જવા માટે | Click Here |
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. Marugujaratbharti.in તેની પુષ્ટિ કરતું નથી )