લોકસભા ચૂંટણી 2024 : લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચાર સહિતા લાગુ થઈ ગઈ છે. જે આચાર સહિતાને લઈ કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે. રાજ્યમાં આદર્શ આચાર સહિતા નું પાલન થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ અગાઉ જણાવ્યું હતું કે ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન આ રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે 460 થી વધુ અધિકારીઓ – કર્મચારીઓ ની બદલી તથા 1.32 થી વધુ બિન જામીનપત્ર વોરંટ ની બજવણી સહિતના પગલાં એવામાં આવ્યા છે.
આદર્શ આચાર સહિતા લાગુ.
આપણા દેશના ચૂંટણી પંચે ચૂંટણીને લઇ કેટલાક મહત્વપૂર્ણ નિયમો બનાવ્યા જે આધીન નીતિ નિયમ મુજબ ચૂંટણી કરાવી શકાય છે. જે નીતિ નિયમોનું પાલન રાજકીય નેતાઓથી લઈ સામાન્ય નાગરિકોને પાલન કરવાના હોય છે. વિગતો મુજબ વિધાનસભા અથવા લોકસભાની ચૂંટણીની તારીખ ની જાહેરાત સાથે તે રાજ્ય અથવા સમગ્ર દેશની આચાર સહિતાની તારીખ પણ ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવે છે. નોંધનીય છે કે 1962 ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત ચૂંટણી પંચે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો વચ્ચે આ સહીતાનુ વિતરણ કર્યું હતુ. આચારસંહિતા દરમિયાન સરકારી કચેરીઓમાં સામાન્ય જનતાને લગતા રોજિંદા કામને અસર થશે નહીં તેઓ ચાલુ રહેશે. જે કામ ચાલી રહ્યું છે અથવા શરૂ થયું છે તે ચાલુ રહેશે.
ક્યાં સુધી અમલમાં રહેશે આદર્શ આચાર સહિતા.
ચૂંટણીની તારીખો જાહેર કરી છે તેની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આ વખતે આચાર સહિતા આજથી એટલે કે 16 માર્ચ 2024 થી લાગુ થઈ ગઈ છે. કારણકે ચૂંટણી પંચ આજે શનિવારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી આદર્શ આચાર સહિતા અમલમાં રહે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો ચૂંટણીના પરિણામો આવે ત્યાં સુધી આદર્શ આચાર સહિતા અમલમાં રહે છે. તેંની પ્રક્રિયા પૂરી થતાં જ આદર્શ આચાર સહિતાનો અંત આવી જાય છે.
આચાર સહિતા દરમિયાન આ કાર્યો નહીં થાય
- આચાર સહિતા લાગુ થયા બાદ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની બદલી થઈ શકશે નહીં.
- રાજ્ય કે કેન્દ્ર સરકાર કોઈપણ નવી યોજના નો અમલ કે જાહેરાત કરી શકતી નથી.
- આચારસંહિતા લાગુ થયા બાદ ઘણીવાર સરકારી કાયદાકીય કામો અટવાઈ જાય છે. જો કોઈ સરકારી કામ બાકી હોય તો તેને ઝડપથી પૂર્ણ કરો.
- રાજકીય પક્ષો તેમના પ્રચાર માટે સરકારી સંસાધનોનો ઉપયોગ કરી શકતા નથી. જો નિયમોનું ઉલંઘન કરે ઉમેદવારનું નામાંકન પણ રદ થઈ શકે છે.
- રાજકીય પક્ષો મતદારો માટે મતદાન મથક સુધી જવા માટે વાહનોની વ્યવસ્થા કરી શકતા નથી.
- ચૂંટણી દરમિયાન ધાર્મિક સ્થળોના પ્રત્યેકને ઉપયોગ કરવામાં આવશે નહીં.
- ચૂંટણીના એક દિવસ પહેલા દારૂ પર પ્રતિબંધ લાગી જાય છે.
- જે વ્યક્તિ નિયમોનું ઉલન કરે તેને સરળતાથી જામીન મળતા નથી ભલે તે કોઈ પણ હોય.
ચૂંટણીનો પર્વ દેશનો ગર્વ.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે કહ્યું કે ચૂંટણીનો પર્વ દેશનો ગર્વ છે. તેમણે માહિતી આપતા કહ્યું કે ચૂંટણીમાં 10.5 લાખ પોલિંગ સ્ટેશન રહેશે. દેશમાં કુલ મતદાતાઓ 96.8 કરોડ છે. જેમાં પુરુષ મતદાતા 49.7 કરોડ છે જ્યારે 47.1 કરોડ મહિલા મતદાતાઓ છે તેમજ ટ્રાન્સજેન્ડર મતદાતા 48000 છે. વધુ વિગતો આપતા કહ્યું કે પહેલી જ વાર મતદાન કરશે તેવા મતદાતાઓ ની સંખ્યા 1.8 કરોડ છે. જ્યારે 85 વર્ષથી વધુ ઉમરના મતદાતાઓની સંખ્યા ૮૨ લાખ છે
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર એ જણાવ્યું કે 96.8 કરોડ નોંધાયેલા મતદારો છે જેની સામે 10.5 લાખ મતદાન મથકો, 1.5 કરોડ મતદાન અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ, 55 લાખ ઈવીએમ મશીન, 4 લાખ વાહનો છે. ચૂંટણીમાં બળ અને ધનના ઉપયોગને રોકવા માટે ચૂંટણી કમિશન કટિબદ્ધ છે. ચૂંટણીમાં હિંસા ને કોઈ સ્થાન નથી, જે રોકવા માટે કડક પગલાં લેવામાં આવશે.
અગત્યની લિંક
અન્ય માહિતી વાંચવા | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |