ગેસ એસીડીટી ના ઘરગથ્થુ ઉપચાર: Gas Acidity Remedies : આજની આધુનિક જીવન શૈલીને લીધે મોટાભાગના લોકોમાં એક કોમન બીમારી આજકાલ જોવા મળી રહી છે જે છે ગેસ અને એસીડીટી ની તકલીફ. લોકોની લાઈફ સ્ટાઈલ અને વધુ પડતું બહારનું ખાવાની ટેવને લીધે પેટની ખરાબી, ગેસ, એસીડીટી જેવી સામાન્ય બીમારીઓ ખૂબ વધુ પ્રમાણમાં હાલ જોવા મળી રહી છે. સામાન્ય રીતે ગેસ અને એસિડિટી જેવી બીમારી સામાન્ય ગણાય છે પરંતુ તેને લીધે અન્ય અનેક બીમારીઓ ઉદ્ભવે છે. ગેસ અને એસિડિટીથી પીડાતા લોકોએ કેવી રીતે તેનાથી છુટકારો મેળવવો તેને લગત ઘરગથ્થુ સરળ ઉપચાર ની માહિતી અહીં મૂકવામાં આવેલી છે. જે લોકોને ગેસ એસિડિટી અને પેટની આંતર ગરમીની તકલીફ હોય તેઓ માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી થશે.
💥આને પણ વાંચો સવારે ઊઠે આ હેલ્ધી ડ્રિંક્સ પીવો થશે ખૂબ જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક.
ગેસ એસીડીટી ના ઘરગથ્થુ ઉપચાર
ગેસ એસીડીટી જેવી સામાન્ય તકલીફોમાં આપણે સામાન્ય રીતે ઘરગથ્થુ ઉપચાર કરતા હોઈએ છીએ. પરંતુ ઘણી વખત આવા ઉપચારો કારગત નિવડતા નથી. વધુ પડતી એલોપેથિક દવાઓ પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ત્યારે આપણે કેટલાક એવા ઉપચારોની માહિતી જાણીશું જેનાથી તમને ગેસ એસીડીટી માં ઘણી રાહત મળશે.
આપણા વડીલો દાદા કે દાદી પાસેથી સાંભળ્યું હશે કે પેટને ઠંડું રાખવાથી સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે છે. પેટની ગરમી સૌથી વધુ બીમારીઓને નોતરું આપે છે. પેટની ગરમી ત્યારે થાય ત્યારે આપણી પાછળના સિસ્ટમ જરૂર કરતાં વધુ કામ કરતી હોય અને તેના કારણે વધારાની ગરમી ઉત્પન્ન થાય છે જેથી પેટની ગરમી પણ વધે છે. આપણા પાચન પ્રક્રિયાને વધુ કામ કરવાની જરૂરિયાત આપણા ડાયટ ના કારણે થતી હોય છે. આજકાલ આપણે જંકફૂડ, ફાસ્ટફૂડ નું સેવન કરીએ છીએ જે પચવામાં વધુ સમય લે છે અને પાચન પ્રક્રિયાને તકલીફ પડે છે.
Gas Acidity Remedies
ગેસ એસીડીટી થી રાહત મેળવવા માટે આપણે કેટલાક ઘરગથ્થુ ઉપચારો ની માહિતી જાણીએ.
- ગેસ એસીડીટી થી રાહત મેળવવા માટે સૌપ્રથમ તો બહારના મસાલેદાર ખોરાક ખાવાનું ઓછું કરી નાખવું જરૂરી છે.
- ચા અને કોફી જેવા ગરમ પીણા પણ ઓછા કરવા જોઈએ.
- સવારે ઉઠતા વેદ નરણા કોઠે ચા અને કોફી બંધ કરવા જોઈએ.
- જીરું,કોથમીર અને વરિયાળી નું સેવન કરવાથી પાચનશક્તિ સારી રીતે કામ કરે છે અને પેટની ગરમી ઓછી કરે છે.
- જીરું થી ખોરાકનું પાચન સારી રીતે થાય છે અને ગેસથી છુટકારો મળે છે.
- કોથમીરની તાસીર ઠંડી છે અને તેનાથી પાચન સારી રીતે થાય છે તેમજ ગેસ એસીડીટી માં રાહત મળે છે.
- વરીયાળી પેટની ગરમીને શાંત કરે છે અને પાચન સારું થાય છે.
- કોથમીર, જીરું, વરિયાળી, ફુદીના અને મિસરીની ચા બનાવી પીવાથી ગેસ એસીડીટીમાં રાહત રહે છે.
- મેથીમધનું ચૂર્ણ બનાવી પીવાથી એસિડિટીમાં રાહત મળે છે
- લીમડાની છાલનું ચૂર્ણ કે લીમડાની છાલને પલાળીને તેનું પાણી પીવાથી એસિડિટીમાં રાહત મળે છે.
- ત્રિફળા ચૂર્ણ ને દૂધ સાથે પીવાથી એસિડિટીમાં રાહત રહે છે.
- જાયફળ અને સૂંઠ નું ચૂર્ણ પીવાથી એસિડિટીમાં રાહત રહે છે.
- લવિંગ ચુસવાથી એસીડીટી માં રાહત મળે છે.
- ગોળ, કેળા, બદામ અને લીંબુ એસીડીટી માં સારું કામ આપે છે.
- ફુદીનાના પાંદડાને પાણીમાં ઉકાળીને પીવાથી એસિડિટીમાં ફાયદો થાય છે.
- જમ્યા બાદ થોડો ચાલવાની ટેવ રાખો તેનાથી ખોરાકનું પાચન સારી રીતે થશે અને ગેસ એસીડીટીમાં પણ રાહત મળશે.
- ખૂબ જ ગેસ થયો હોય તો દિવસમાં અડધી ચમચી અજમો ગરમ પાણીમાં ઉમેરી તેનું સેવન કરો. જેના કારણે પેટમાં દુખાવામાં પણ રાહત મળશે. અજમા સાથે થોડું સિંધાલુણ અને લીંબુના બે ત્રણ ટીપા ઉમેરી તેનું સેવન કરવાથી ગેસ એસીડીટીમાં રાહત મળશે.
- ગેસ, અપચો, પીત અને ખોટા ઓડકાર માટે કેટલીક ઘરગથ્થુ દવાઓનો ઉપાય કરી શકાય છે. ધીરુ પાવડર સાથે થોડી હિંગ ભેળવી તેનો સેવન કરવાથી પેટમાં થયેલ વાયુનો ભરાવો દૂર થાય છે.
💥 આને પણ વાંચો ઉનાળાની સિઝનમાં કાળી દ્રાક્ષ ખાવાના છે અનેક ફાયદાઓ, જાણો કાળી દ્રાક્ષ ખાવાના ફાયદા માહિતી વાંચવા અહીં ક્લિક કરો.
ગેસ એસીડીટી ની તકલીફ સામાન્ય રીતે આપણી લાઈફ સ્ટાઈલ અને ખાવા પીવાની લીધે થાય છે. તેથી વધુ ભારે ભોજન અને મસાલા વાળા ખોરાક તથા બહાર ની ખાણી પીણી ની આદત ઓછી રાખવી જોઈએ. રાત્રે સુતા ના ત્રણ કલાક પહેલા ભોજન કરી લેવો જોઈએ જેથી ખોરાકનું સારી રીતે પાચન થઈ શકે.
(Disclaimer : અહીં આપવામાં આવેલ માહિતી ઘરગથ્થુર નુસખા આધારિત છે. જે ડોક્ટરનો વિકલ્પ ન હોઈ શકે. આ નુસખા ને અજમાવ્યા બાદ પણ જો ગેસ અને એસિડિટીમાં ફરક ના જણાય તો ડોક્ટરની સલાહ અચૂક લેવી જરૂરી છે.)
અગત્યની લિંક
અન્ય ઘરગથ્થુ ઉપચાર ની માહિતી વાંચવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |