આ શનિવાર રવિવારે પણ બેંકો રહેશે ખુલી : પર દાતાઓની સુવિધા માટે ભારતીય રિઝર્વ બેંકે શનિવાર અને રવિવારે પણ બેંકો ખોલવાની સૂચના આપી છે. આરબીઆઇ એ 30 અને 31 માર્ચના રોજ તમામ બેંકો અને સરકારી કામકાજ સંબંધી તો તમામ ઓફિસો ખોલવાનો નિર્દેશ આપ્યો છે. ચાલુ નાણાકીય વર્ષનો અંતિમ દિવસ હોવાથી શનિવાર રવિવારે પણ બેંકોને ખુલ્લી રાખવામાં આવશે. આરબીઆઈના આદેશને પગલે દેશભરની બેંકો નાણાકીય વર્ષના છેલ્લા બે દિવસ એટલે કે 30મી માર્ચ અને 31મી માર્ચે સામાન્ય કામકાજના કલાકો મુજબ ખુલ્લી રહેશે. અહીં દરેક લોકોએ જાણવાનુ એ રહ્યું કે શું તેઓ શનિવાર અને રવિવારના દિવસે બેન્કિંગ સેવાઓનો લાભ લઈ શકશે કે નહીં? ચાલો જાણીએ આ શનિવાર અને રવિવાર એટલે કે 30 અને 31મી માર્ચે બેંકમાં કઈ કઈ સેવાઓ ચાલુ રહેશે?
30 મી અને 31મી માર્ચે બેંકો ખુલશે
30 માર્ચ અને 31મી માર્ચે શનિવાર અને રવિવાર છે. સામાન્ય રીતે બેંકો અને સરકારી કચેરીઓ બંધ હોય છે. પરંતુ કર દાતાઓને સુવિધા માટે આરબીઆઇએ આ શનિવાર અને રવિવારે તેને ખુલ્લું રાખવાનો નિર્ણય કર્યો છે. જેથી સરકારી ખાતાઓનું વાર્ષિક નાણાકીય વર્ષ એકાઉન્ટ બંધ કરી શકાય. બાકી વિભાગીય કામકાજ પૂર્ણ કરવા માટે સમગ્ર ભારતમાં તમામ આવકવેરા કચેરીઓ સપ્તાહના અંતે પણ ખુલી રહેશે.
કઈ કઈ બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ થશે
જો તમે આ મહિનાના અંતમાં ટેક્સ સંબંધી તો કોઈ કામ કરવાનું વિચારી રહ્યા છો. તો આ વખતે બેંકો અને આવકવેરા કચેરીઓ 30 માર્ચ અને ૩૧મી માર્ચ ખુલ્લી રહેશે. આરબીઆઈના નોટિફિકેશન અનુસાર આ દિવસે માત્ર એજન્સી બેન્કોજ ખુલ્લી રહેશે. એજન્સી બેંકો એવી બેંકો છે કે જે સરકારી રસીદો અને ચુકવણીઓનું સંચાલન કરવા માટે અધિકૃત છે આ યાદીમાં 12 સરકારી અને 20 ખાનગી બેંકો સામેલ છે.
સ્પેશિયલ ક્લિયરિંગ ઓપરેશન
આરબીઆઇ અનુસાર 31મી માર્ચ 2024 ની મધ્યરાત્રી સુધી એનઈએફટી (NEFT) અને રિયલ ટાઇમ પેમેન્ટ આરટીજીએસ (RTGS) દ્વારા વ્યવહારો કરી શકાશે. આરબીઆઈના જણાવ્યા અનુસાર સરકારી ચેક ની પતાવટ કરવામાં આવશે. આ માટે 30 અને 31 માર્ચ 2024 ના રોજ ખાસ ક્લિયરિંગ ઓપરેશન હાથ ધરવામાં આવશે. 31 માર્ચની રિપોર્ટિંગ વિન્ડો એક એપ્રિલ 2024 ના રોજ બપોરના 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
અગત્યની લિંક
અન્ય માહિતી વાંચવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |