How Toothbrush Wash : દરેક વ્યક્તિ સવારે અને અનેક લોકો સાંજે પણ ટુથ બ્રશ થી દાંત સાફ કરે છે. પરંતુ કેટલા લોકો ટુથ બ્રશ સાફ કરે છે? જો તમે તેને સાફ કરો છો તો તમે તેને કેવી રીતે સાફ કરો છો? આ એક પ્રશ્ન દરેકને જાણવા જેવો છે કે ટુથ બ્રશને પાણીથી ધોઈને રાખી દેવું કેટલું યોગ્ય અથવા તો ટુથ બ્રશને સાફ કરવાની યોગ્ય પદ્ધતિ કઈ છે? અને જો ટૂથ બ્રશને યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો આરોગ્ય ને કેટલું નુકસાન થઈ શકે છે?
ટુથ બ્રશ પ્લાસ્ટિકનું બનેલું હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે તમે રસથી તમારા દાંત સાફ કરો છો અને પછી તેનો ફરીથી ઉપયોગ કરો છો ત્યારે તેમાં લાખો બેક્ટેરિયા નો વસવાટ થઈ જાય છે. માત્ર બેક્ટેરિયા જ નહીં પરંતુ અનેક પ્રકારના વાયરલ અને મોલ્ડ પણ તેમાં પ્રવેશ કરે છે. હવે સ્વાભાવિક છે કે આ બેક્ટેરિયા અને વાયરસ ઘણા રોગોનું કારણ બની શકે છે. તેથી વૈજ્ઞાનિકોના મત અનુસાર બ્રશને માત્ર પાણીથી ધોવાથી કામ નહીં બને, આ માટે દરેકે અલગ અભિગમ અપનાવવો પડશે.
લાખો બેક્ટેરિયા સંતાયેલા રહે છે
ધ ગાર્ડિયનના એક અહેવાલ અનુસાર ટુથ બ્રશમાં લાખો બેક્ટેરિયા હોય છે તેથી નિષ્ણાંતો કહે છે કે ફક્ત તેને ધોવાથી પુરતું નથી. આ માટે તમારે અઠવાડિયામાં એકવાર તમારા ટુથ બ્રશને ખાસ રીતે સાફ કરવું જરૂરી છે. નિષ્ણાંતોના કહેવા અનુસાર જે હોલ્ડરમાં ટુથ બ્રશ રાખવામાં આવે છે તેમાં પણ અસંખ્ય બેક્ટેરિયા અને મોલ્ડ હોય છે. તેથી તેને પણ સાફ કરવું મહત્વપૂર્ણ છે. જો તમે ઇલેક્ટ્રિક ટુથ બ્રશનો ઉપયોગ કરો છો તો પણ તે નુકસાન પહોંચાડી શકે છે. સામાન્ય રીતે ગંદા ટુથ બ્રશને કારણે કોઈ બીમારી તરત જ દેખાતી નથી, પરંતુ જ્યારે આ બેક્ટેરિયા શરીરની અંદર પ્રવેશ કરે છે, ત્યારે તે પછીથી ઘણી બીમારીઓનું કારણ બને છે. આવી સ્થિતિમાં ટુથ બ્રશને રોગમુક્ત બનાવવા માટે શું કરવું જોઈએ?
તમારા ટુથ બ્રશ ને આ રીતે સાફ રાખો
નિષ્ણાતોના કહેવા અનુસાર તમારા ટુથ બ્રશને દર અઠવાડિયે એક વાર યોગ્ય રીતે સાફ કરવું જોઈએ. આ માટે તમે ડેન્ચર ટેબલેટ લઈ લો. તે કોઈ પણ દવાની દુકાનમાં ઉપલબ્ધ છે. હવે ડેન્ટલ ટેબલેટને એક કપ પાણીમાં બોળી દો. ટુથ બ્રશને તેમાં બોળીને આખી રાત રહેવા દો. આ પછી તમારું ટુથ બ્રશ ઘણી હદ સુધી બેક્ટેરિયા મુક્ત થઈ જશે. ડેન્ચરની ગોળીઓનો ઉપયોગ સૌચાલયમાં પોટ્સ સાફ કરવા માટે પણ થાય છે. જ્યારે તમે બ્રશ કરો છો ત્યારે બ્રશ કર્યા પછી લાંબા સમય સુધી પૃથ પ્રશ્નને પાણીથી સાફ કરો. ડેન્જર ટેબલેટના પાણીમાં હોલ્ડરને પણ રાખી દો.
💥આને પણ વાંચો ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી છે આ ખાસ પ્રકારના ત્રણ લોટ. સુગરને કંટ્રોલ રાખવામાં મળશે મદદ. માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
અગત્યની લિંક
વધુ માહિતી વાંચવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |