WhatsApp ગ્રૂપમાં જોડાવો!

પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના, ekyc ઘરે બેઠા કરો

પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના સંપૂર્ણ માહિતી

  • પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના એ ભારતભર ના નાના સીમાંત ખેડૂતો માટે વાર્ષિક 6000 હજાર રૂપિયા ની નાણાકીય સહાય આપતી સન્માનિત યોજના છે , જેમાં દર વર્ષે ચાર માસિક બે બે હજાર ના હપ્તા રૂપે વર્ષ માં કુલ 3 હપ્તા એમ 6000 હજાર ની નાણાકીય સહાય ખેડૂતો ના બેન્ક ખાતા માં સીધી જમા કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના નું નવું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના નું નવું રજીસ્ટ્રેશન કરવા માટે નીચે મુજબ ના સ્ટેપ ને અનુસરવા ના રહેશે.

સૌ પ્રથમ તમારે pm kishan ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવું

ત્યાર બાદ farmer corner માં જવું

જ્યાં new farmer registration માં ક્લિક કરવું

તેમાં તમારો આધાર નંબર દાખલ કરો

કેપચા કોડ નાખી( ત્યાં એક કોડ આવશે જેને કેપચા કોડ કહેવાય છે તે જેમ હોય તે રીતે કોડ નાખવો)

હવે રાજ્ય પસન્દ કરવાનું કહેશે ત્યાં રાજ્ય પસંદ કરી આગળ પ્રોસેસ કરો

હસે તમારી અંગત જાણકારી ની માહિતી ત્યાં ભરવાની કહેશે જે તમારી હશે તેને ત્યાં ભરી દો , જેમાં બેન્ક ખાતા નંબર અને ખેતી સંબંધિત માહિતી ભરવાની થશે તે ભરી દો

પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાની યાદી

પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના માં ખેડૂતો ની યાદી બહાર પાડવામાં આવે છે જેમાં રજીસ્ટ્રેશન થયેલ તમામ

હવે આખું ફોર્મ તપાસી લો બધી માહિતી યોગ્ય તપસ્યા બાદ સબમિટ માં ક્લિક કરો.

પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના યાદી માં તમારું નામ તપાસો.

  • અહીં ખેડૂત ભાઈઓ ને જણાવી દઈએ કે તમારા દ્વારા કરેલ રજીસ્ટ્રેશન માં કાઈ ભૂલ રહી ગયેલ હોય જેમાં આધાર નંબર જે મોબાઈલ નંબર ખોટા પડી ગયેલ હોય તેવા કિસ્સા માં આ યાદી માં તમારું નામ આવશે નહીં અને તમારી અરજી રદ ગણાશે, જ્યારે આવુ થાય કે તમે રજીસ્ટ્રેશન કરેલ હોવા છતાં તમારા ખાતામાં હપ્તા ના પૈસા જમા ના થાય ત્યારે તમારે પાછું નવું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને ગ્રામ સેવક કે તલાટી નો સંપર્ક કરવો રેહશે. જ્યારે અન્ય ખેડૂત મિત્રો કે જેઓ એ યોગ્ય રીતે પોતાની નોંધણી કરાવેલ હશે તેઓ નું આખા ગામ વાઇઝ , તાલુકા અને જિલ્લા વાઇઝ અહીં લિસ્ટ મુકાશે, આ લિસ્ટ માં તમારું નામ હશે અને સાથે સાથે તમારા આખા ગામ ના ખેડૂત ભાઈઓ ના નામ પણ હશે કે જેઓને આ યોજના નો લાભ મળવા પાત્ર થશે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાની યાદી માં નામ કેવી રીતે જોવું.

સૌ પ્રથમ તમારે ઉપર જણાવ્યા મુજબ pm kisha યોજનાની ઓફિશિયલ વેબસાઈટ www.pmkisan.gov.in ગૂગલે ક્રોમ માં ખોલવી

તેના home page ઉપર farmer corner માં ક્લિક કરવું

તેમાં beneficiaries list વિકલ્પ માં જવું

ત્યાં ડ્રોપ ડાઉન લિસ્ટ માં તમારું રાજ્ય, જિલ્લો, બ્લોક અને ગામને પસંદ કરો

હવે get report ઉપર કલીક કરો….

ઉપર દર્શાવવામાં આવેલ સ્ટેપ બાઈ સ્ટેપ ક્લિક કરવાથી તમારી સામે એક લિસ્ટ ખુલશે જે તમારા આખા ગામ માં આ યોજનાનો લાભ મળવા પાત્ર તમામ ખેડૂતો નું હશે હવે તમારું નામ આ યાદી માં તપાસી શકો છો.

પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેલ્પ લાઇન નંબર

  • ખેડૂત મિત્રો ને આ યોજના બાબતે કોઈ પણ સવાલ હોય તો તેઓ આ હેલ્પ લાઇન નંબર ઉપર ફોન કરી જાણી શકે છે, આ હેલ્પ લાઇન નંબર સરકાર શ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ છે

011-24300606, 155261

પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના માં કેટલા હપ્તા જમા થયા?

  • ખેડૂત મિત્રો ને અત્યાર સુધી માં પોતાના બેન્ક ખાતામાં કેટલા હપ્તા જમા થયા તે તપાસવા માટે અહીં આપેલ વેબસાઈટ ની મુલકત લેવી જેમાં આધાર નંબર, મોબાઈલ નંબર અથવા બેન્ક ખાતા નંબર દ્વારા જાણી શકાશે કે હાલ સુધીમાં તમારા બેન્ક ખાતા માં આ યોજના હેઠળ કેટલા રૂપિયા કઈ તારીખે જમા થયેલ છે
  • ખેડૂત મિત્રો ને જણાવી દઈએ કે pm kisan યોજના ની માહિતી સમયાંતરે દરેક ખેડૂત મિત્રો ને મળતી રહે જેમાં આવનાર હપ્તો ક્યારે જમા થવાનો છે, હપ્તો જમા થવાનો શરૂ થયેલ છે, આવનાર હપ્તા ની તારીખ માં ફેરફાર થયેલ છે, ગામ ની નવી અપડેટ યાદી બહાર પડેલ છે તેમજ kyc કરાવવું ફરિજિયાત અને તેની છેલ્લી તારીખ કઈ છે. વગેરે જેવી ઉપયોગી બાબતો સમયાંતરે ખેડૂત ભાઈઓ ને મળતી રહે તે ઉમદા હેતુ થી pm kisan એપ્લિકેશન બનાવવામાં આવેલ છે જે ખેડૂત મિત્રો એ ડાઊનલોડ કરવી હોય તેઓ અહીંથી બિલકુલ ફ્રી માં ડાઉનલોડ કરી શકશે.

Kyc ફરજિયાત

  • અહીં આપણે દરેક ખેડુત ભાઈઓ ને જણાવી દઈએ કે જો હજી સુધી તમે kyc લિંક કરાવેલ ના હોય તો તાત્કાલિક કરવી લેવું કેમકે સરકારશ્રી દવારા kyc લિંક કરાવવા નો સમય બે વખત લંબાવી આપેક છે અને હવે કદાચ સમય ના પણ લંબાવે. તો તમારું kyc બાકી રહી જશે તો આવનાર કોઈ હપ્તા તમને મળવા પાત્ર થશે નહીં અને આ યોજના ની યાદી માંથી તમે બહાર નીકળી જશો.
Important links

Kyc કરવા અહીં ક્લિક કરો

pm kisan app download click here

ઓફિશિયલ વેબસાઈટ ની મુલાકાત લેવા અહીં ક્લિક કરો

પ્રિય વિદ્યાર્થીઓ મિત્રો તમે આ લેખ www.marugujaratbharti.in દ્વારા વાંચી રહ્યા છો. નવી ભરતીની માહિતી, પરિણામ, કોલ લેટર, પુસ્તકો, નવી સરકારી યોજનાની માહિતી વગેરે સહિતની કોઈપણ પ્રકારની માહિતી માટે તમે ગૂગલમાં 24 કલાક અમારી વેબસાઈટ www.marugujaratbharti.in સર્ચ કરી શકો છો.

અમારી વેબસાઇટની મુલાકાત લેવા માટે

આભાર

જે ખેડૂત મિત્રો ને આ યોજના બાબતે કાઈ મુશ્કેલી હોય અથવા યોજના બાબતે કાઈ કહેવા માંગતા હોય તે ખેડૂત ભાઈઓ પોતાનો વાત નીચે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરે 

2 thoughts on “પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના, ekyc ઘરે બેઠા કરો”

Leave a Comment