WhatsApp ગ્રૂપમાં જોડાવો!

મેરેજ સર્ટિફિકેટ કેવી રીતે કઢાવવું, લગ્નની નોંધણી કેવી રીતે કરાવવી.

મેરેજ સર્ટિફિકેટ કેવી રીતે કઢાવવું, લગ્નની નોંધણી કેવી રીતે કરાવવી.

મિત્રો હાલ આપણે દરેક લોકો આ વાતથી અવગર છીએ કે લગ્ન થયા બાદ લગ્નનું સર્ટિફિકેટ, મેરેજ સર્ટિફિકેટ, લગ્નની નોંધણી કરાવી ખૂબ જ જરૂરી છે. અને આપણા માટે તેમ જ આપણા પરિવારના દરેક સભ્યો માટે આ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર એ ખૂબ જ આવશ્યક છે, કેમકે આપણે જાણીએ છીએ કે આપણે ગમે ત્યારે કોઈ પણ હવાઈ મુસાફરી કરવી હોય ત્યારે પતિ પત્ની તરીકેનું પ્રમાણપત્ર આપવું જરૂરી બની રહે છે, આ ઉપરાંત આપણા બાળકોને આપણે અમુક સ્કૂલોમાં ભણવા માટે બેસાડીએ ત્યારે ત્યાં પણ બાળકોના વાલી તરીકેનું લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર અમુક સ્કૂલોમાં માંગવામાં આવે છે, જેથી આપણે અનેક જગ્યાએ લગ્ન નોંધણી પ્રમાણપત્રની જરૂરિયાત ઊભી થતી હોય છે. અને આપણા બાળકોના અભ્યાસ માટે પણ આપણે સ્કૂલમાં આ પ્રમાણપત્ર જમા કરાવવાનું રહેતું હોય છે, માટે દરેક લોકોની દરેક લોકોએ પોતાના લગ્નનું પ્રમાણપત્ર કઢાવવું એ ખૂબ જ હિતાવહ છે અને સમયને અનુરૂપ ખૂબ જ આવશ્યક છે.

મેરેજ સર્ટિફિકેટ કેવી રીતે કઢાવવું, લગ્નની નોંધણી કેવી રીતે કરાવવી.

અહીં ઉપર જણાવ્યા મુજબ દરેક સ્કૂલમાં લગ્નનું પ્રમાણપત્ર આપવું આવશ્યક કે જરૂરી નથી પરંતુ અનેક પ્રાઇવેટ સ્કૂલોમાં તેમના બાળકોના એડમિશન વખતે તેઓ વાલીના લગ્નના પ્રમાણપત્ર પણ માગતા હોય છે અને ત્યાં જમા કરાવવું પડતું હોય છે નહીં તો તેઓ બાળકને એડમિશન પણ આપતા નથી, આવી પરિસ્થિતિ પણ હાલની સમયમાં ઉભી થતી હોય છે માટે દરેક લોકોએ લગ્નનો પ્રમાણપત્ર કઢાવવું એ હિતાવહ છે

પ્રમાણપત્ર કેવી રીતે કઢાવી શકાય, કેટલી સમય મર્યાદામાં કઢાવી શકાય, લગ્નનું પ્રમાણપત્ર ક્યાં કઢાવી શકીએ, લગ્નનું પ્રમાણપત્ર કઢાવવા માટે કેટલા રૂપિયાનો ખર્ચ થાય વગેરે તમામ જરૂરી બાબતો આ આર્ટિકલમાં આપવામાં આવેલ છે. માટે દરેક વાચક મિત્રોને નમ્ર વિનંતી છે કે આ આર્ટિકલ ને અંત સુધી જરૂરથી વાંચે અને માહિતી સારી લાગે તો તમારા મિત્રો સુધી આ માહિતી જરૂરથી શેર કરે.

મેરેજ સર્ટિ ક્યાં કઢાવી શકાય

  • દરેક વાચક મિત્રોને જણાવી દઈએ કે લગ્નનો પ્રમાણપત્ર એ ગ્રામ્ય વિસ્તારોમાં તલાટી ક્રમ મંત્રી એટલે કે ગ્રામ પંચાયતમાંથી નીકળે છે તેમજ શહેરી વિસ્તારોમાં નગરપાલિકા ખાતેથી આ લગ્નની નોંધણી કરાવી અને આપણે મેરેજ સર્ટિફિકેટ કઢાવી શકીએ છીએ

મેરેજ સર્ટિ કેટલા સમય મર્યાદામાં કાઢવું જોઈએ

  • મેરેજ સર્ટિ નવા લગ્ન થઈ અને 30 દિવસની અંદર કઢાવવું હિતાવહ છે કેમકે 30 દિવસની સમય મર્યાદા બાદ લગ્નનું પ્રમાણપત્ર કઢાવવા માટે તમારે અલગથી ચાર્જ ચૂકવવો પડશે અને 30 દિવસની અંદર એટલે કે લગ્નની તારીખથી 30 દિવસની અંદર લગ્નની નોંધણી કરાવી અને પ્રમાણપત્ર કઢાવવા માટે માત્ર પાંચ રૂપિયાની ફી આપવી પડશે

લગ્નનું પ્રમાણપત્ર કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ

લગ્નનું પ્રમાણપત્ર કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી આ મુજબ છે

  • પતિ પત્ની બંનેનું આધારકાર્ડ
  • પતિ પત્ની બંનેનો ચૂંટણી કાર્ડ
  • પતિ પત્ની બંનેના પાસપોર્ટ સાઇઝના ફોટા
  • લગ્નનો ફોટો જેમાં પતિ દ્વારા પત્નીને સિંદૂર લગાવવામાં આવતું હોય અથવા પતિ-પત્ની બંનેને હાર પહેરાવતા હોય અથવા પતિ દ્વારા પત્નીને મંગલસૂત્ર પહેરાવવામાં આવતું હોય આમાંથી કોઈ એક લગ્નનો ફોટો આપવો જરૂરી છે
  • પતિનું રેશનકાર્ડનું ઝેરોક્ષ
  • પતિ પત્ની બંનેની લિવિંગ સર્ટિફિકેટ એટલે સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર
  • પતિ પત્ની બંનેનો જન્મ તારીખ નો દાખલો
  • પતિ પક્ષના બે સાક્ષીઓ અને પત્ની પક્ષના બે સાક્ષીઓ જેમાં તેમના વાલીઓ હોવા જરૂરી છે વાલીઓ ન આવી શકે તો અન્ય કોઈ પણ તેમના પક્ષના બે સાક્ષીઓના આધાર કાર્ડ અને તેમની લગ્ન નોંધણી સમયે સહી આપવી જરૂરી છે
  • લગ્ન નોંધણી નું ફોર્મ નંબર 5 અને ફોર્મ નંબર 1 એ અહીં નીચે આપેલ છે તે ફોર્મ ભરવું જરૂરી છે

લગ્ન નોંધણી ની ફી

મેરેજની તારીખના 30 દિવસની અંદર જો લગ્નની નોંધણી કરવામાં આવે તો પાંચ રૂપિયા ફી ભરવે પડે છે અને 30 દિવસ પછી જો લગ્નની નોંધણી કરવામાં આવે તો 25 રૂપિયા ફી ભરવી જરૂરી છે.

લગ્ન નોંધણી ના ફાયદાઓ

હાલના સમય મુજબ લગ્ન નોંધણીના ફાયદાઓ અનેક પ્રકારના છે જેમાં મુખ્યત્વે જોઈએ તો લગ્નનો પુરાવો એ સૌથી સાબિત લગ્ન નોંધણી નું પ્રમાણપત્ર છે આ ઉપરાંત પાસપોર્ટ બનાવતી વખતે વિદેશ ફરવા જતી વખતે બાળકોના અમુક પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન વખતે અમુક સરકારી યોજનાઓની લાભ લેતી વખતે લગ્નનું પ્રમાણપત્ર જરૂરી છે આ ઉપરાંત પાનકાર્ડ આધારકાર્ડમાં નામ ચડાવતી વખતે લગ્નનું પ્રમાણપત્ર જરૂરી છે આમ અનેક જગ્યાએ લગ્નના પ્રમાણપત્રની જરૂરિયાત પડતી હોય જેથી નવા અને તાજેતરમાં લગ્ન થતાં દરેક કપલ એ લગ્નની નોંધણી 30 દિવસની સમર મર્યાદા અંદર ફરજિયાત કરાવવી જોઈએ અને લગ્ન નોંધણી નું પ્રમાણપત્ર અવશ્ય મેળવવું જોઈએ અને જે લોકો ઘણા સમયથી ઘણા વર્ષોથી લગ્નના સંબંધમાં બંધાયેલા છે પરંતુ તેઓ પાસે પોતાનું લગ્નનું પ્રમાણપત્ર હજી સુધી નથી તેઓ જણાવ્યા મુજબની માહિતી અનુસરી લગતગામ પંચાયત તલાટી કમ મંત્રી નો સંપર્ક કરી અથવા શહેરી વિસ્તારમાં રહેતા હોય તો નગરપાલિકાનો સંપર્ક કરી અને તેઓએ ઉપરોક્ત જણાવ્યા મુજબના જરૂરી દસ્તાવેજો જમા કરાવી અને પોતાનું લગ્ન પ્રમાણપત્ર જરૂરથી કઢાવવું જોઈએ.

લગ્ન નોંધણી ફોર્મ ડાઉનલોડ લિંક

અરજી ફોર્મ નં 1 ડાઉનલોડ અહીં ક્લિક કરો
અરજી ફોર્મ નં 5 (ગુજરાતી) ડાઉનલોડ અહીં ક્લિક કરો
અરજી ફોર્મ નં 5 (અંગ્રેજી) ડાઉનલોડઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

લગ્ન પ્રમાણપત્ર કેવી રીતે કઢાવી શકાય , ક્યાંથી કઢાવી શકાય અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તે લગત ખૂબ જ ઉપયોગી એવી જરૂરી તમામ માહિતી આ આર્ટિકલમાં આપેલ છે. આશા છે કે આ આર્ટીકલ દરેક વાચક મિત્રોને ખૂબ જ ઉપયોગી નીવડશે અને સમાજના દરેક વર્ગ માટે લગ્નનું પ્રમાણપત્ર કઢાવવું ખૂબ જ આવશ્યક છે જેથી સમાજના દરેક ગ્રુપમાં આ માહિતીને વધુને વધુ શેર કરવા નમ્ર વિનંતી છે

Leave a Comment