ખેતીના જુના રેકોર્ડ ઓનલાઇન ચેક કરો, મોબાઈલ દ્વારા 7/12 અને 8-અ ડાઉનલોડ કરો : દરેક ખેડૂત મિત્રોને ખેતી લગત કોઈપણ યોજના કે સહાય માટે 7/12 અને 8-અ ની જરૂરિયાત પડતી હોય છે, આ માટે તેઓએ ગ્રામ્ય લેવલે ગ્રામ પંચાયત કચેરી એ જવું પડતું હોય છે અને ત્યાં સર્વર પ્રોબ્લેમ હોય અથવા અન્ય કોઈ કારણે જમીન રેકોર્ડ મળી ન શકે તો ગામડે થી તાલુકા લેવલે અથવા શહેરી લેવલે પોતાની જમીનના રેકોર્ડ કઢાવવા માટે જવું પડતું હોય છે, જેને કારણે તેને પૈસા અને સમય બંનેનો બગાડ થાય છે, અને પોતાની જમીનના જુના રેકડ તેમજ 7/12 અને 8-અ માટે દૂર સુધી ધક્કા ખાવા પડે છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે મહત્વપૂર્ણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, હવે રાજ્યના ખેડૂતો ખેતીની જમીનના રેકોર્ડ એટલે લેન્ડ રેકોર્ડ નમૂના 7/12 અને 8-અ, 6 નંબર વગેરે ઓનલાઈન ઘરે બેઠા કોઈપણ સમયે પોતાના મોબાઈલ દ્વારા ડાઉનલોડ કરી શકે છે, આ ડિજિટલ સાઇન ની નકલ AnyRor Anywere અને i-ORA પોર્ટલ પરથી ઓનલાઇન મેળવી શકાય છે.
આને પણ વાંચો: પીએમ કિસાન યોજનાનો 13 મો હપ્તો જમા થયો કે નહીં ચેક કરો, અહીં ક્લિક કરો
7/12 અને 8-અ ડાઉનલોડ કરો
માહિતી | 7/12 અને 8-અ દાખલા ઓનલાઇન ડાઉનલોડ કરો |
સેવાનો ઉદેશ્ય | ગુજરાતના ખેડૂતો જમીનના 6 નંબર, 7/12 અને 8-અ ઘરે બેઠા ઓનલાઇન કાઢી શકે |
લાભાર્થી | ગુજરાતના ખેડૂતો |
વેબસાઈટ | anyror.gujarat.gov.in |
વેબસાઈટ | iora.gujarat.gov.in |
જમીન રેકર્ડ મોબાઈલ દ્વારા ઓનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરી શકાય?
દરેક ખેડૂતો મિત્રોને જણાવી દઈએ કે તમારા મોબાઇલ દ્વારા તમારી જમીનના કોઈપણ જૂના રેકર્ડ, વારસદારમાં કોના નામ છે, તેમજ 7/12 અને 8-અ દાખલા ઓનલાઇન ચેક કરી શકાય છે અને પીડીએફ સ્વરૂપે તેને ડાઉનલોડ કરી અને પ્રિન્ટ મેળવી ઉપયોગમાં લઈ શકાય છે, આ દાખલા ડિજિટલ સાઇન વાળા હોય છે જે દરેક જગ્યાએ માન્ય છે, તમારા મોબાઇલ દ્વારા જમીનના રેકર્ડ ડાઉનલોડ કરવા માટે નીચે મુજબના પગલાં અનુસરવાના રહેશે.
- સૌપ્રથમ મહેસુલ વિભાગના ઓફિશિયલ પોર્ટલ પર જાઓ
- AnyRor – anyror.gujarat.gov.in
- i-ORA – iora.gujarat.gov.in
- ઉપર દર્શાવ્યા મુજબના મહેસુલ વિભાગના બેમાંથી કોઈ પણ એક પોર્ટલને ખોલ્યા બાદ તેના મુખ્ય પેજ પર દર્શાવેલ “ડિજિટલ સાઈન ગામ નમૂના નંબર” ઓપ્શન પર ક્લિક કરો
- તમારા સામે એક નવું પેજ ઓપન થશે જેમાં તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે
- વેબસાઈટના પેજમાં દેખાતા કેપ્ચા કોડ વાંચીને તેની નીચેના ટેક્સબોક્સમાં દાખલ કરો અને જનરેટ OTP પર ક્લિક કરો
- તમારા મોબાઇલ નંબર એક ઓટીપી નંબર મોકલવામાં આવશે તેને સબમિટ કરો અને લોગીન પર ક્લિક કરો
- હવે તમારી સામે એક ફોર્મ ઓપન થશે
- અહીં ગામના નમુના નંબર મેળવવા માટે તમારો જિલ્લો, તાલુકો, ગામ પસંદ કરવાનો રહેશે. જેમાં સર્વે નંબર/ બ્લોક નંબર/ ખાતા નંબર /નોંધણી નંબર પસંદ કરી “Add village form” પર ક્લિક કરો
- તમારે જરૂરી ગામ નમુના નંબરની વિગતો જે દાખલા ડાઉનલોડ કરવા હોય તે સિલેક્ટ કરીને “Add village form” પર ક્લિક કરો
- તમારે તમારી જમીનના રેકર્ડ મેળવવા માટે ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે જેના માટે “proced for payment” પર ક્લિક કરો
આને પણ વાંચો: ઘરે બેઠા મોબાઈલ દ્વારા e kyc કેવી રીતે કરવું, અહીં ક્લિક કરો
- ત્યારબાદ “pay amount” પર ક્લિક કરી જરૂરી રકમની ઓનલાઈન ચુકવણી કરો (દાખલા દીઠ પાંચ રૂપિયા)
- નોંધ: ગામ નમુના માટે ફી ઓનલાઈન જ ભરવાની રહેશે ઓનલાઇન પેમેન્ટ કરતા પહેલા પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ ઓનલાઈન પેમેન્ટ અંગેની સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લેવી
- પેમેન્ટની ચુકવણી થયા બાદ ગામ નમુના નંબર ડાઉનલોડ કરવા માટે સ્ક્રીન પર ઓપ્શન મળશે જેમાં “Download RoR” પર ક્લિક કરી ડિજિટલ ગામ નમુના ડાઉનલોડ કરો
- ધ્યાન રાખો જો રકમની ચુકવણી ઓનલાઇન થઈ ગયા બાદ પણ ડિજિટલ ગામ નમુના નંબર તૈયાર થયેલા ન હોય તો “Generate RoR” પર ક્લિક કરો
- “Generate RoR” થઈ ગયા બાદ “Download RoR” પપર ક્લિક કરી તમારી જમીનના રેકોર્ડ તમારા મોબાઇલ દ્વારા ઓનલાઇન ડાઉનલોડ કરી શકાય છે
- આ રેકોર્ડ ડિજિટલ સાઇન વાળા હશે જે દરેક જગ્યાએ માન્ય છે
7/12, 8-અ ડાઉનલોડ લિંક
AnyRoR gujarat portal | અહીં ક્લિક કરો |
i-ORA gujarat portal | અહીં ક્લિક કરો |
સરકાર દ્વારા કરવામાં આવેલ ઠરાવ વાંચો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
💥નિયમિત અપડેટ મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |

7/12, 8-અ ડાઉનલોડ કરવા માટે ફી કેટલી ચૂકવવાની હોય છે? દાખલા દીઠ રૂપિયા પાંચ
ઓનલાઇન મેળવેલ જમીનના રેકર્ડ માન્યા રાખવામાં આવશે? હા, ઓનલાઇન મેળવેલ જમીન રેકોર્ડ ડિજિટલ સાઇન વાળા હશે જે દરેક જગ્યાએ માન્ય રાખવામાં આવશે
7/12, 8-અ ડાઉનલોડ કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ કઈ છે? Anyror અને iora