જુનિયર ક્લાર્કના પરીક્ષાર્થીઓને મળશે રૂપિયા 254: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 9 એપ્રિલ 2023 ના રોજ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા યોજનારી છે. આ પરીક્ષામાં મંડળ દ્વારા ઉમેદવારોના હિતમાં એક સરસ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જુનિયર ક્લાર્ક ની પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને આવવા જવા ના ખર્ચ પેટે 254 રૂ. ની રકમ બેંક ખાતામાં જમા કરવામાં આવશે, ત્યારે આ રકમમાં મેળવવા માટે બેન્ક ડીટેલ કઈ રીતે એડ કરવી તેની માહિતી તમને આ આર્ટિકલમાં મળી રહેશે, તો ચાલો જાણીએ સંપૂર્ણ વિગત.
જુનિયર ક્લાર્ક પરીક્ષા 2023
ભરતી સંસ્થા | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ |
ભરતી પ્રકાર | જુનિયર ક્લાર્ક |
પરીક્ષા તારીખ | 9 એપ્રિલ 2023 |
મળવા પાત્ર રકમ | 254 રૂપિયા |
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની સ્પર્ધાત્મક પરીક્ષા 9 એપ્રિલ 2023 રવિવારના રોજ બપોરે 12:30 કલાકથી 13:30 કલાક દરમિયાન મંડળ દ્વારા યોજવામાં આવનાર છે. સદર પરીક્ષામાં હાજર રહેનાર દરેક ઉમેદવારને તેમને ફાળવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે આવવા જવા ખર્ચ પેટે ઉચ્ચક રૂપિયા 254 ઉમેદવારના બેંક ખાતામાં ઓનલાઈન આપવાનો મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે
જાણો પ્રોસેસ
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત મુજબ જુનિયર ક્લાર્ક પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારને 254 રૂપિયા ખર્ચ પેટે આવવા જવાના મળવા પાત્ર છે આ માટે ઉમેદવારોએ ઓજસ વેબસાઈટ પર પોતાની બેંક ડીટેલ એડ કરવાની રહેશે જેના સ્ટેપ નીચે મુજબ છે
- ઉમેદવારે વેબસાઈટ https://ojas.gujarat.gov.in/NoticeBoardList.aspx?type=lCxUjNjnTp8= ઉપરના નોટિસ બોર્ડ ઉપર ક્લિક કરતા નું ઓનલાઇન ફોર્મ ખુલશે
- આ ઓનલાઇન ફોર્મ માં તમામ વિગતો અંગ્રેજીમાં જ કેપિટલ અક્ષરમાં ભરવાની રહેશે
- ઓજસ વેબસાઇટ ઉપર મુકેલ ઓનલાઇન ફોર્મ માં ભરેલ વિગત જ ગ્રાહ્ય રાખવામાં આવશે કોઈ ફિઝિકલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં
- ઉમેદવારે પોતાની બેંક દ્વારા આપેલ પાસબુક માં દર્શાવેલ વિગતો મુજબ જ બેંક ખાતાને વિગતો ચોકસાઈથી ભરવાની રહેશે ઉમેદવારે પોતાની બેંક દ્વારા આપેલ પાસબુક માં રહેલ એકાઉન્ટ નંબર તથા ifsc કોડ ભરવાના રહેશે
- ઉમેદવારે ઉપરોક્ત માહિતી પૂરી કાળજી પૂર્વક અને ચોકસાઈ થી સમય મર્યાદામાં ભરવાની રહેશે જેમાં ભૂલ થવાના કારણે અથવા ખોટા બેંક ખાતા કે ખોટા આઇએફએસસી કોડ દાખલ કરવા બદલ ઉમેદવાર પોતે જ જવાબદાર રહેશે
- ઉમેદવારોએ ઉપરોક્ત ઓનલાઇન વીગતો તારીખ 31- 3 -2023 ના રોજ સમય 13:00 કલાકે તારીખ 9 એપ્રિલ 2023 ના રોજ સમય 12.30 કલાક સુધીમાં ભરેલ ઓનલાઇન ફોર્મ જ ગ્રાહ્ય રાખવામાં આવશે
- કોઈ સંજોગોમાં ઉમેદવાર પોતાનો કોલલેટર ડાઉનલોડ કર્યા બાદ તરત ઉપરોક્ત બેંક ડીટેલ ઓનલાઇન ભરે ન શકે તો કોલ લેટર ડાઉનલોડ થઈ ગયા બાદ પણ 9 એપ્રિલ 2023 ના રોજ 12.30 કલાક સુધી પોતાની બેંક ડીટેલ ઓજત વેબસાઈટ ઉપર નિયત ફોર્મ માં ભરી શકશે જેની દરેક ઉમેદવારે નોંધ લેવી
- જે ઉમેદવાર તારીખ 9 એપ્રિલ 2023 ના રોજ લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહી પરીક્ષા આપશે અને નિયત સમયગાળા દરમિયાન ઓજસ વેબસાઈટ ઉપર પોતાની બેંક વિગતો ભરેલ હશે તેવા ઉમેદવારોને જ ઉપરોક્ત રકમ મળવા પાત્ર થશે
બેંક ડીટેલ ભરવાની અગત્યની લીંક
આવક જાવક ખર્ચ અંગે નોટિફિકેશન વાંચવા | અહીં ક્લિક કરો |
ડીટેલ એડ કરવાની લીંક | અહીં ક્લિક કરો |
કોલલેટર ડાઉનલોડ કરવાની લિંક | અહીં ક્લિક કરો |
જિલ્લાવાઈઝ હેલ્પલાઇન નંબર માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
💥દરેક માહિતી મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |