જ્ઞાન શક્તિ એડમિશન 2023: પ્રાથમિક શાળાના બાળકોને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહે તે માટે ગુજરાત સરકાર તરફથી ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, હાલમાં જ આવી જ્ઞાન શક્તિ પ્રોજેક્ટ અંતર્ગત પ્રવેશ આપવા માટે નોટિફિકેશન સત્તાવાર રીતે બહાર પાડવામાં આવ્યું છે. સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ એક થી પાંચ નો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ પાંચ નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ઉપરોક્ત તમામ શાળાઓમાં અને મોડેલ સ્કૂલમાં તેમજ નિર્ભર ખાનગી શાળાઓના ધોરણ પાંચ નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે જ્ઞાન શક્તિ એડમિશન 2023 યોજના હેઠળ કયા વિદ્યાર્થી ફોર્મ ભરી શકે ક્યારે પરીક્ષા લેવાશે વગેરે જેવી તમામ માહિતી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે.
જ્ઞાન શક્તિ એડમિશન 2023
યોજનાનું નામ | જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ડે સ્કૂલ રક્ષા શક્તિ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કુલ |
એડમિશન | ધોરણ માં એડમિશન |
લાભ | ધોરણ છ થી 12 સુધી ખાનગી શાળામાં ફ્રી અભ્યાસની સુવિધા |
ફોર્મ ભરવાની તારીખ | 23 માર્ચ 2023 થી 5 એપ્રિલ 2023 સુધી |
પરીક્ષા તારીખ | 27 એપ્રિલ 2023 |
વેબસાઈટ | https://www.sebexam.org/ |
પાત્રતાના ધારા ધોરણો
જ્ઞાન શક્તિ એડમિશન 2023 અંતર્ગત ધોરણ છ માં પ્રવેશ મેળવવા માટે નીચે મુજબના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે.
- સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ધોરણ 1 થી 5 નો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ પાંચ નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ આ તમામ શાળાઓમાં ધોરણ છ માટે પ્રવેશ માટે ફોર્મ ભરી શકે છે
- સ્વર નિર્ભર ખાનગી શાળામાં ધોરણ પાંચ નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ માત્ર રક્ષા શક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલમાં એડમિશન માટે ફોર્મ ભરી શકશે
પરીક્ષાની ફી
આ શાળાઓમાં એડમિશન માટે પ્રવેશ પરીક્ષા નું ફોર્મ ભરવા માટે કોઈપણ પ્રકારની ફી રાખવામાં આવેલી નથી એટલે કે વિદ્યાર્થીએ પ્રવેશ પરીક્ષા આપવા માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં
પ્રવેશ પરીક્ષા નું માળખું
આ તમામ શાળાઓમાં પ્રવેશ માટે લેવાનારી પ્રવેશ પરીક્ષા નું માળખું નીચે મુજબનું રહેશે
- કુલ ગુણ 120 સમય 150 મિનિટ
- પરીક્ષાનો માધ્યમ ગુજરાતી અંગ્રેજી
- અભ્યાસક્રમ ધોરણ ૫ નો રહેશે
વિષય | પ્રશ્નો | પ્રશ્નો |
તાર્કિક ક્ષમતા | 30 | 30 |
ગણિત સજ્જતા | 30 | 30 |
પર્યાવરણ | 20 | 20 |
ગુજરાતી | 20 | 20 |
અંગ્રેજી હિન્દી | 20 | 20 |
કુલ | 150 | 150 |
ઓનલાઇન ફોર્મ ભરવા લગત જરૂરી સૂચનાઓ
તમારા બાળકની ધોરણ છ પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવી હોય તો નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે
- આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ જ માન્ય રહેશે
- મેરીટ મુઝબ જ બાળકોને પ્રવેશ આપવામાં આવશે
- પરીક્ષા સંબંધથી વિગતોથી સતત માહિતગાર થવા માટે સત્તાવાર વેબસાઈટ https://www.sebexam.org/ જોતા રહેવાનું રહેશે
- સત્તાવાર વેબસાઈટ પરથી આ પ્રવેશ પરીક્ષા ના આવેદનપત્ર ઓનલાઈન ભરી શકાશે
- વેબસાઈટ https://www.sebexam.org/
- ઓનલાઇન અરજી પત્રકમાં દર્શાવેલ વિગતો અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાઈ કરવામાં આવતી નથી આથી વ્યક્તિગત માહિતી તેમજ અન્ય વિગત માટે વિદ્યાર્થી પોતે જ જવાબદાર રહેશે
- આ કસોટી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આવેદનપત્ર ઓનલાઈન ભરાવવામાં આવે છે અને તેમાં જે માહિતી માંગેલ હોય તે માહિતીની વિગતો વિદ્યાર્થી દ્વારા છુપાવવામાં આવી હોય અથવા ખોટી માહિતી આપવાનું બોર્ડને માલુમ પડશે તો તેવા વિદ્યાર્થીના પરિણામને રદ કરવાનો નિર્ણય અધ્યક્ષ શ્રી રાજ્ય પરીક્ષા બોર્ડ લેશે, પરીક્ષા લક્ષી તમામ બાબતો માટે અધ્યક્ષ શ્રી રાજ્ય પરીક્ષા બોર્ડનો નિર્ણય આખરી રહેશે
- આ પ્રવેશ પરીક્ષા ના ફોર્મ મોડેલ સ્કૂલ શાળામાં બીઆરસી ભવન અને સીઆરસી ભવનમાં તથા જે તે વિદ્યાર્થીની પોતાની શાળાઓમાંથી તદ્દન નિશુલ્કમાં ભરવામાં આવશે. સ્વર નિર્ભર શાળાના વિદ્યાર્થી માત્ર રક્ષા શક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલ માટે જ પ્રવેશ ફોર્મ ભરી શકશે.
- રક્ષા શક્તિ સ્કૂલમાં સ્વર નિર્ભર શાળાઓના વધુમાં વધુ 25% વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવશે
- વિદ્યાર્થી વેબસાઈટ પર ઓનલાઇન ભરાયેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે
- હોલ ટિકિટ ની જાણકારી આપના રજીસ્ટર મોબાઇલમાં એસએમએસ દ્વારા મોકલવામાં આવશે અથવા આપના દ્વારા સત્તાવાર વેબસાઈટ ચેક કરતા રહેવું પડશે અને શાળા દ્વારા પણ જાણ કરવામાં આવશે
- વિદ્યાર્થી હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા બાદ તેની પાછળ આપેલી અને નીચે આપેલી તમામ સૂચનાઓ વિગતવાર અભ્યાસ કરવો હોલ ટિકિટ સાથે પરીક્ષા વખતે આપવામાં આવતી ઓએમઆર શીટના નમુના પર છાપેલા તમામ સૂચનાઓને વિગતવાર અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે જેથી પરીક્ષા સમયે કોઈ ગુંજવણ ઊભી ન થાય
- હોલ ટિકિટની કોપી કાઢ્યા બાદ વિદ્યાર્થી ઓને શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્યશ્રીના સહી સિક્કા તેમજ બાળકે પોતાનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો હોલ ટિકિટ પર ચોંટાડવાનો રહેશે
- ઉપરોક્ત જાહેરાત અન્વયે વધુ માહિતીની જરૂરી જણાય તો ચાલુ કામકાજના દિવસે શાળા સમય દરમિયાન બીઆરસી ટીપીઇઓ શ્રી ની કચેરીનો સંપર્ક કરી શકાશે ટીપીઇઓ કચેરી માટે સંબંધિત તાલુકા પંચાયતની કચેરીમાં સંપર્ક કરી શકાશે.
- વિદ્યાર્થીએ પોતે ભરેલ ફોર્મ ની વિગત સાચી છે તેવું પ્રમાણપત્ર ઓનલાઈન આપવાનું રહેતું હોય જો કોઈ વિગત ખોટી રજૂ કરશે તો તેનો ફોર્મમાં રદ થવા પાત્ર બનશે
- અનુસૂચિત જાતિના તેમજ અનુસૂચિત જનજાતિના કિસ્સામાં સક્ષમ અધિકારીનો જાતે પ્રમાણપત્ર હોવું જરૂરી છે જે પ્રવેશ વખતે રજૂ કરવાનો રહેશે
અગત્યની લીંક
જ્ઞાન શક્તિ એડમિશન ડિટેલ નોટિફિકેશન વાંચવા માટે | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવાની ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
તમામ બીઆરસી ભવન નું સરનામું જોવા માટે | અહીં ક્લિક કરો |
મારુ ગુજરાત ભરતી હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
💥અમારી તમામ માહિતી મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |