WhatsApp ગ્રૂપમાં જોડાવો!

નિયમિત છાશ પીવાના ફાયદા જાણો

નિયમિત છાશ પીવાના ફાયદા જાણો : છાશ એટલે ઉનાળાનું અમૃત પીણું. ઉનાળાની ઋતુમાં નિયમિત છાશ પીવાના અનેક ફાયદાઓ રહેલા છે તેના વિશે અહીં આપણે જાણીશું. મોટાભાગના લોકો રોજ બપોરે જમવાની સાથે છાશ પીતા હોય છે પરંતુ અમુક લોકો એવા હોય છે કે જેવો છાશને પસંદ કરતા નથી અથવા નિયમિત છાશ પીતા નથી. શું તમને ખબર છે કે છાશ નિયમિત પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળે છે અને નિયમિત છાશ પીવાથી શરીરને શક્તિ મળે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

નિયમિત છાશ પીવાના ફાયદા જાણો

છાશ હંમેશા બપોરના સમયે પીવી વધુ હિતાવહ હોય છે અને છાશ હંમેશા થોડી ખટાશ આવે તેવી વધુ સારી હોય છે, મોડા દહીંમાંથી બનેલી છાશ એ કફ પેદા કરે છે અને વધુ ખટાશ વાળી છાશ શરીરમાં પિત્ત ઉત્પન્ન કરે છે માટે હંમેશા ખાટી મીઠી છાશ પીવી એ હિતાવહ હોય છે, આ ઉપરાંત ગાયના દૂધમાંથી બનાવેલી છાશ પીવાથી શરીરમાં સૌથી વધુ ગુણકારી અસર કરે છે. છાશમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે જે શરીર માટે અત્યંત લાભદાયક માનવામાં આવે છે, ભોજન ની સાથે છાશ પીવાથી શરીરને વધુ પોષણ મળે છે તેમજ ભોજન નું પાચન સારી રીતે થાય છે

આંતરડાને હેલ્થી રાખવા માટે ઉપયોગી

નિયમિત રૂપે ભોજનની સાથે છાશ પીવાથી આંતરડાને લગત તમામ સમસ્યાઓ દૂર થાય છે, અને આંતરડાને હંમેશા હેલ્ધી રાખે છે. આંતરડાનો સોજો, હરસ, મરડો, ઝાડા વગેરે જેવી તમામ તકલીફો દૂર કરે છે.

વાળ સંબંધીત સમસ્યાઓ દૂર થાય છે

નિયમિત રૂપે બપોરના સમયે ભોજન ની સાથે ઓછી ખટાસ વાળી અને સાવ મોરી નહીં તેવી ખાટી મીઠી છાશ પીવાથી વાળ સંબંધીત તમામ સમસ્યાઓ તેમજ કસમયે થતા સફેદ વાળ ની તકલીફ દૂર થાય છે, આ ઉપરાંત છાશ આપણી આંખોના તેજ માટે પણ અત્યંત લાભદાયી હોય છે.

આને પણ વાંચો : હળદર પાઉડર નું ફેસ પેક આ રીતે બનાવી કરો ઉપયોગ થોડા સમય માં જ સ્કીન થઈ જશે ધોળી અને ચમકદાર

ખોરાકના પાચન માં મદદ કરે છે

જે લોકોને ખોરાકનું પાચન વ્યવસ્થિત રીતે થતું ન હોય તેવા તમામ લોકોએ તો નિયમિત રૂપે ભોજનની સાથે છાસ લેવી જ જોઈએ. છાસ નું નિયમિત સેવન શરીરમાં ખોરાકના પાચન માટે ખૂબ જ ઉપયોગી છે ,ખોટા ઓડકાર આવવા, પેટમાં ભરાવો થવો, પેટમાં દુખાવો થવો, ગેસ થવો, પાચન બરાબર ન થવું, છાતીમાં ભરાવો થવો, ગભરામણ જેવી પરિસ્થિતિ થવી આ વગેરે તમામ તકલીફોમાંથી છુટકારો અપાવે છે

હાડકા મજબૂત બનાવે છે

છાશ વિટામીન ડી હોય છે જે કેલ્શિયમના શોષણમાં મદદ કરે છે નિયમિત છાશનું સેવન કરવાથી હાડકા મજબૂત બને છે

વજન ઘટાડવામાં મદદ કરે છે

છાશમાં નજીવી ચરબી હોય છે તેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે, નિયમિત રૂપે છાશનું સેવન ફેટ બર્નર નું કામ કરે છે અને વજનને નિયંત્રિત કરે છે

હરસ મસા મટાડે છે

તાજી છાશમાં ચિત્રકમૂળની છાલનું ચૂર્ણ નાખીને એ છાસ નિયમિત પીવાથી હરસ મસા જેવી તકલીફો દૂર થાય છે અને હરસ મસા મટી ગયા પછી ફરી પાછા થતા નથી

સ્કીન ને ચમકેલી બનાવે છે

નિયમિત છાશ પીવાથી તેમજ છાસ વડે મો ધોવાથી ચામડી ચમકેલી બને છે અને ચહેરા પર રહેલા ડાઘા ધબ્બાઓ વગેરે દૂર થાય છે

આને પણ વાંચો : વર્ષો જુના ડિલીટ થયેલ ફોટા કેવી રીતે રિકવર કરવા જાણો માહિતી ગુજરાતીમાં

કેવા લોકોએ છાશનું સેવન કરવું જોઈએ નહીં

  • છાસની તાસીર ઠંડી હોય છે જેથી તાવ અને કમજોરીની પરિસ્થિતિમાં છાશનું સેવન કરવું જોઈએ નહીં
  • વધારે પડતી છાશ પીવાથી ડાહેરીયા થઈ શકે છે
  • શરદી અને ઉધરસની પરિસ્થિતિમાં છાશનું સેવન કરવું જોઈએ નહીં
  • સંધિ વાળના દર્દીઓએ છાશનો સેવન નહીં હોતો માત્રામાં જ કરવું જોઈએ
  • શ્વાસની તકલીફવાળા દર્દીઓએ છાશનું સેવન કરવું જોઈએ નહીં
  • શિયાળા અને ચોમાસાની ઋતુમાં છાશનું સેવન ઓછા પ્રમાણમાં કરવો જોઈએ

નોંધ આ આર્ટીકલ માં આપેલ તમામ મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે છાશનું સેવન નિર્દોષ હોય છે, પરંતુ ઘણી વખત તાસીરને લગત કોઈ સમસ્યા થઈ શકે છે માટે તબીબી અથવા વિષય નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે

અગત્યની લીંક

હોમ પેજઅહીં ક્લિક કરો
અન્ય આરોગ્યપ્રદ માહિતી માટેઅહીં ક્લિક કરો
નિયમિત અપડેટ માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

કેવી છાશ પીવી જોઈએ

સાવ મોડી નહીં તેવી ઓછી ખાટી છાશ ટીવી હિતાવહ છે
 છાશ ને કેવા વાસણમાં રાખવી જોઈએ નહીં

છાશને ક્યારેય તાંબા કાંસા ના વાસણમાં રાખવી જોઈએ નહીં આ ધાતુમાં રાખવાથી છાશ ઝેર બની જાય છે

Leave a Comment