WhatsApp ગ્રૂપમાં જોડાવો!

બાળકોનું આધાર કાર્ડ કઈ રીતે કઢાવવું: ક્યારે અપડેટ કરવું, જાણો સંપૂર્ણ વિગત

બાળકોનું આધાર કાર્ડ કઈ રીતે કઢાવવું: ક્યારે અપડેટ કરવું, જાણો સંપૂર્ણ વિગત: ભારતમાં આધાર કાર્ડ એ ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ છે, અન્ય તમામ ડોક્યુમેન્ટ કરતા આધારકાર્ડ નું મહત્વ સૌથી વધારે છે. આધાર કાર્ડ નાના બાળકથી લઈ વૃદ્ધ વ્યક્તિ સુધી દરેકનું હોય છે, નાના બાળકોનું આધાર કાર્ડ કઢાવતી વખતે તેના ફિંગર લેવામાં આવતા નથી. બાળકોના આધાર કાર્ડ સાથે તેના માતા પિતા બેમાંથી કોઈ એકનું આધાર કાર્ડ લિંક કરવામાં આવતું હોય છે, પરંતુ તેને પાંચથી 15 વર્ષ સુધી સમયાંતરે અપડેટ કરાવવું જરૂરી છે. બાળકોના આધારકાર્ડ ને લઇ તમામ જરૂરી જાણકારી જેમાં બાળકોનો આધાર કાર્ડ કેવી રીતે કઢાવવું , ક્યાંથી કઢાવી શકાય અને સમયાંતરે તેને કેવી રીતે અપડેટ કરાવવું વગેરે તમામ માહિતી તમને આ આર્ટીકલ દ્વારા મળી રહેશે

બાળ આધાર

જો તમે પણ તમારા બાળકોનું આધાર કાર્ડ એટલે કે ચાઈલ્ડ આધાર કાર્ડ કઢાવેલું હોય તો તેને અમુક નક્કી કરેલા નિયત સમયે અપડેટ કરાવવું જરૂરી છે, આ માટે યુઆઇડીએઆઇએ નવી ગાઈડલાઈન જાહેર કરી છે, ખરેખર યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ તાજેતરમાં જે બાળકોના આધારકાર્ડને લઈને એક માર્ગદર્શિકા બહાર પાડી છે, જેને બાલ આધાર કહેવામાં આવે છે. યુડીઆઇ ઓથોરિટી દ્વારા બહાર પાડવામાં આવેલી નવી ગાઈડલાઈન મુજબ પાંચ વર્ષથી 15 વર્ષની ઉંમરના બાળકોના આધારકાર્ડમાં બાયોમેટ્રિક વિગતો એટલે કે ફિંગર અપડેટ કરાવવી ફરજીયાત છે, તાજેતરમાં UIDAI એ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે પાંચ વર્ષથી 15 વર્ષની ઉંમરના બાળકોનું બાયોમેટ્રિક વિગતો અપડેટ કરાવી ફરજિયાત છે, અને આમ કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે. એટલે કે આ અપડેશનમાં કોઈપણ ચાર્જ ચૂકવવો પડશે નહીં, બાયોમેટ્રિક અપડેટ કર્યા પછી બાળકના આધાર નંબરમાં કોઈ ફેરફાર થશે નહીં તેથી આધાર કાર્ડ ઓથોરિટી એ વાલીઓને ફોર્મ ભરવા અને બાળકોના બાયોમેટ્રિક ડેટાને અપડેટ કરવા માટે નજીકના આધાર સેવા કેન્દ્રની મુલાકાત લેવાની સૂચના આપી છે

બાળ આધારકાર્ડ અપડેટ કેવી રીતે કરવું

સ્ટેપ 1

  • બાલ આધાર અપડેટ કરવા માટે સૌ પ્રથમ તમારે આધાર કાર્ડની ઓફિસિયલ વેબસાઈટ https://uidai.gov.in/ ઓપન કરવાની રહેશે
  • ત્યારબાદ વેબસાઇટમાં આધાર કાર્ડ રજીસ્ટ્રેશન પર ક્લિક કરો
  • અહીં બાળકનું નામ ભાલીનો ફોન નંબર અને બાળક અને તેના માતા પિતાને લગતી અન્ય જરૂરી બાયોમેટ્રિક માહિતી જેવી ફરજિયાત માહિતી ભરવાની રહેશે
  • ત્યારબાદ સરનામું અને રાજ્ય તેમજ અન્ય તમામ વિગતો ભરો
  • બધી વિગતો વ્યવસ્થિત ચેક કરી અને અંતે સબમિટ બટન ઉપર ક્લિક કરો
  • આગળ એપોઇન્ટમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો

સ્ટેપ 2

  • ઉપર જણાવ્યા મુજબ ફોર્મ ભરાઈ ગયા બાદ આગળના સ્ટેપમાં તમારે ઓળખનો પુરાવો સરનામા પુરાવો જન્મ તારીખ અને સંદર્ભ નંબર જેવા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
  • ત્યારબાદ આધાર એક્ઝિક્યુરિટીવ આગળની પ્રક્રિયા હાથ ધરશે અને આગળ પ્રક્રિયાને ટ્રેક કરવા માટે તમને એક રેફરન્સ નંબર આપવામાં આવશે
  • આધાર કાર્ડ 60 દિવસની અંદર તમારા રજીસ્ટર્ડ કરેલ સરનામા પર પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે

સ્ટેપ 3

  • બાળકના આધાર કાર્ડમાં બાળકનો બાયોમેટ્રિક અપડેટ કરવા સત્તાવાર વેબસાઈટ https://uidai.gov.in/ ઓપન કરો અને તમારા બાળકોના આધારકાર્ડને વિગતો અપડેટ કરવા માટે નજીકના આધાર કેન્દ્રની એપોઇન્ટમેન્ટ બુક કરો સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને લાભ મેળવવા માટે આ કાર્ડ ખૂબ જ જરૂરી છે

તમારા બાળકોનું આધાર કાર્ડ કઢાવવા બાદ જો તેને બાયોમેટ્રિક વિગતો અપડેટ ન કરી હોય તો નિયત સમયે આધાર સેન્ટર પર જઈને આ વિગતો અપડેટ કરાવી જોઈએ.

અગત્યની લીંક

આધાર કાર્ડ અપડેટ માટે ઓફિસિયલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
મારુ ગુજરાત ભરતી હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
💥નિયમિત અપડેટ મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
બાલ આધારકાર્ડ
 આધાર કાર્ડ ની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

https://uidai.gov.in/

Leave a Comment